1981માં વિશ્વમાં એઇડસ બાદ સાર્સ, એન્થ્રેકસ, ઇબોલા, જીકા જેવા અનેક વાયરસો બાદ કોવિડ-19 ને કન્ટ્રોલ કરવો વિશ્વ માટે ચેલેન્જીંગ બાબત નથી: ચાલુ વર્ષ કે આવનારા 2022માં હજી કોરોનાના બદલાતા સ્વરૂપોનો ખતરો ઉભો છે
2022 માં પણ કોરોના વાયરસ હશે જ પણ આપણી સાવચેતી જ આપણો બચાવ કરી શકશે: આ પૃથ્વી પર વિવિધ બિમારીઓએ પ્રારંભ કાળથી જ માનવજાતિને પરેશાન કરી છે: કુષ્ઠરોગ, તપેદિક, ઇન્ફલુએંજા અને એચક જેવા રોગોએ પ્રારંભમાં જ દેખા દીધા હતા
દુનિયામાં વિવિધ બિમારી અને મહામારી આવવા છતાં મેડિકલ સાયન્સના શોધ-સંશોધનોએ મૃત્યુ દરમાં ઘટાડો, હેલ્થકેરમાં સુધારો અને મહામારી ફેલાવાના કારણોને સમજવા તથા તેના પ્રભાવને ઓછો કરવામાં આપણે સફળ થયા છીએ
21મી સદીના પ્રારંભે જ નવા શોધ-સંશોધનથી વિશ્વ હરણફાળ વિકાસ ગતિ કરી રહ્યો હતો. ત્યાં જ ઘણા બધા રોગો-વાયરસોને કારણે સમગ્ર મેડિકલ જગત હચમચી ઉઠયું હતું. વર્ષના પ્રારંભે જ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ભિષણ આગ લાગી હતી. 10 માર્ચથી વિદેશોમાં ઇટાલી જેવા વિવિધ દેશોમાં લોકડાઉનનો પ્રારંભ થયો, ર ડિસેમ્બરે યુ.કે. એ ફાઇઝરને માન્યતા આપી હતી. આજ ચાલુ ડિસેમ્બર માસમાઁ આફ્રિકા અને યુ.કે. જેવા દેશોમાં સાર્સ કોવિડ-ર નવું વેરિએન્ટ જોવા મળ્યું, વૈશ્ર્વિક આરોગ્ય સંગઠને પણ કોરોના સાથે જીવતા શીખવાની વાત કરી.
આજે 2021ના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. હવે 2022 આવી રહ્યું છે. કોરોના હજી છે જ, રસી આપવાની શરુઆત થઇ ગઇ છે. નવલા વર્ષના પ્રારંભે લોકો પોતાની જીવન શૈલી બદલીને કોરોના જેવા અનેક આવનારા વાયરસ વચ્ચે જીવતા શીખી લેવું પડશે. 2020 અને 21 ના સમગ્ર બે વર્ષ દરમ્યાન કોવિડ-19 એ આપણને ઘણું બધુ શીખવ્યું છે. આ મહામારીને કારણે વિશ્વ કે આપણા તમામ સેકટરને અસર કરી છે. લોકડાઉનને કારણે આર્થિક મુશ્કેલીને કારણે દેશના અર્થતંત્ર પર ઘણી મોટી અસર પડી છે.
2020 અને 2021 તબિબી આલમ માટે સૌથી વધુ કપરો સમય ગણાયો છે. આ સમગ્ર બે વર્ષ દરમ્યાન આરોગ્ય તંત્રે દિવસ-રાત જોયા વગર યુઘ્ધ ના ધોરણે કામ કરીને કોરોનાને નાથવા અટકાવવા મહેનત કરી છે. 2022માં પણ આપણે સૌ એ આજ રીતે, સૌએ પોતેપોતાની જાત બચાવતા શીખી લેવું પડશે. 2020-2021 વૈશ્ર્વિક આરોગ્ય વિનાશકારી વર્ષ હતું. વર્ષના પ્રારંભે અજાણ્યા વાયરસે બે દશકાના પરિણામને એક ઝાટકે જ નુકશાન કર્યુ છે. હવે 2022માં પણ કોવિડ-19 ચાલુ જ રહેશે. વસ્તીના અમુક વર્ગો બીજાની તુલનામાં વધુ પીડીત થયા છે. વિશ્વના બધા જ દેશોએ મજબુત સ્વાસ્થ્ય વ્યવસ્થા અને સ્વસ્થ આબાદી નિર્માણ માટે કટિબઘ્ધ થવું પડશે.
દુનિયાભરની સ્વાસ્થ્ય સુરક્ષા માટે વૈશ્ર્વિક એકતા નિર્માણ કરીને દરેક પૃથ્વીવાસીઓને બચાવવાના છે. કોઇપણ જયાં સુધી સુરક્ષિત નથી જયાઁ સુધી બધા સુરક્ષિત નથી. 2020 અને 2021 માં સમગ્ર વિશ્વના દેશોએ એક સાથે કદમ નિમાવીને કોરોનાને નાથવા મહેનત કરી છે. ગુણવતાવાળી આરોગ્ય સેવા બધાને ઉપલબ્ધ થાય તેવા પ્રયાસોમાં સહિયારી ભાગીદારી આવશ્યક છે. 2021માં વિશ્વનાં સૌ કોઇની પ્રાથમિકતા કોવિડ-19 ની દવા-રસી દરેકને મળે તેવા પ્રયાસો કર્યા છે. આને 2021ના અંતિમ દિવસોએ આપણને મળેલા પરિણામોને આધાર બનાવીને આગળ જવા 2022 માં કાર્ય કરવું પડશે.
2021 અને 2022 ના આરોગ્ય લક્ષ્યમાં ર બિલીયન રસી વિતરણ, ર45 મિલિયન નાના અને મઘ્યમ આવકવાળા દેશોના 500 મિલીયન લોકો માટે પરિક્ષણ વ્યવસ્થા સાથે જન સુખાકારીનું કામ કરવું પડશે. વિશ્વ આરોગ્ય સંગઠન 2022માં બધા માટે સ્વાસ્થ્યની ઉન્નતિ માટે કામ કરવા માટે બધા દેશોનો સહકાર જરુરી છે. દુનિયા સાથે મળીને હેલ્થ સિસ્ટમ મજબુત કરવાની છે. ગમે તે વયના લોકો માટે તે તંદુરસ્ત રહે તે આવશ્યક છે. બધાની પ્રાથમિક આરોગ્ય સંભાળ ખુબ જ જરુરી છે.
વિશ્વભરના તમામ દેશોએ આરોગ્ય સુવિધાને વધારવા 2022માં વૈશ્ર્વિક સ્વાસ્થય કાર્યબળ, આરોગ્યની દેખભાળ રાખતા પેરામેડીકલ સ્ટાફને મજબુત કરવાના છે. આરોગ્યને લગતી વિષમતાઓને દુર કરવાની છે. 2022માં આપણે ઠઇંઘ ના નવા ડેટા પર ઘ્યાન દેવું પડશે. જેમાં બધાનું હેલ્થ કવરેજ ને આગળ વધારવા સ્વાસ્થ્ય સેવાને સબળ બનાવવાની છે. આગામી 7મી એપ્રિલ 2022 ના વિશ્વ આરોગ્ય દિવસે સમગ્ર વર્ષ દરમ્યાન અભિયાનના ભાગરુપે ચલાવીને સ્વાસ્થ્ય સંબંધી વિષમતાને દૂર કરીને વૈશ્ર્વિક કાર્યવાહીની આલબેલ જગાવશે.
વિજ્ઞાન અને તેના સંશોધન ડેટા વૈશ્ર્વિક નેતૃત્વ પ્રદાન કરશે. અલઝાઇમર અને જીકા જેવા મુદ્દાને આવરી લેવાશે. રોગ નિયંત્રણના વિકાસ લક્ષ્યોની દિશામાં કામ કરીને પ્રગતિ રિપોર્ટ તૈયાર કરવા પડશે. જો કે વિશ્વએ હાલના દશકામાં વૈશ્ર્વિક આરોગ્ય સંગઠન અને ભાગીદારો દ્વારા પોલીયો, એચ.આઇ.વી. અને મેલેરીયાની બિમારી સમાપ્ત કરવા અને ખસરા અને પેલો ફિચર જેવી મહામારીને એકવા પૂર્ણ રીતે કામ કર્યુ છે. 2020 અને 2021 માં કોવિડ-19 એ આ બધા કામોને પાછળ છોડી દીધા છે, એટલા માટે 2022 માં આપણે કોરોના મહામારીના પગલે બાકી રહેલી બીજી બિમારી માટે પણ કામ કરવાનું ચાલુ રાખવું પડશે, આગામી 10 વર્ષ એટલે કે 2030 સુધીમાં એઇડસ તપેદિક અને મેલેરીયા જેવાને અંકુશ કે કંટ્રોલ કામ કરવું જ પડશે.
સંક્રામક રોગને સમાપ્ત કરવા વૈશ્ર્વિક પ્રયાસ ત્યારે જ સફળ થશે જયારે આપણી પાસે તેના ઇલાજ માટે અસરકર્તા દવા હોય, રોગ વિરોધી સ્વાસ્થય પ્રણાલીને મજબુત કરવી પડશે અને સ્વાસ્થ્ય આયાત સ્થિતિની તૈયારી માટે યોજના પણ બનાવવી પડશે. લોકોના માનસિક સ્વાસ્થ્ય સુધારાઓ અને તેના ઇલાજ માટે પણ સતત કાર્ય કરવું જ પડશે. 2019માં મૃત્યુના 10 મુખ્ય કારણોમાં 7માં માનસિક સ્વાસ્થ્ય જવાબદાર ગણાય છે. 2020 અને 2021 માં કમજોર લોકો માટે તથા કેન્સર, ડાયાબીટીસ અને હ્રદય રોગ જેવી બિમારીઓ માટે સ્ક્રીનીંગ ઉપચાર કાર્યક્રમ સાથે તેમને તબીબી સારવાર સરળતાથી મળે તે જોવું જરુરી છે. 2022માં ડાયાબીટીસ અને 100 મીલીયન લોકોને તમાકુ છોડવામાં મદદ કરતું અભિયાન ચલાવાશે.
કોવિડ-19 કેટલીય રીતે મહત્વ પૂર્ણ ક્ષણ બન્યો છે. હવે શ્રેષ્ઠ દુનિયા નિર્માણ કરવા સ્વસ્થ દુનિયા નિર્માણ કરવાનો અનોખો અવસર પણ આપ્યો છે. જળવાયુ પ્રદુષણ દુર કરીને સુધાર લાવીને સ્વસ્થ રીકવરી માટે મેનીફેસ્ટો બનાવવો પડશે. આગામી વર્ષો બાળકો ન સ્વસ્થ ગ્રહ મળે અને દુનિયાભરમાં પોષણયુકત ખાદ્ય સુરક્ષા મળે તે માટે રણનીતી બનાવવી પડશે.