૧૯૮૧માં વિશ્વમાં દેખાયેલા એઇડસ બાદ સાર્સ, એન્થે્રકસ, ઇબોલા, જીકા જેવા અનેક વાયરસો બાદ કોવિડ -૧૯ ને કંટ્રોલ કરવો વિશ્વ માટે ચેલેન્જીંગ બાબત બની, ર૦ર૧માં હજી નવા કોરોનાના બદલાતા સ્વરૂપનો ખતરો ઉભો જ છે
ર૧મી સદીના પ્રારંભે જ નવા શોક-સંશોધનથી વિશ્વ હરણફાળ વિકાસ ગતિ કરી રહ્યો હતો ત્યાં જ ઘણા બધા રોગો, વાયરસોને કારણે સમગ્ર મેડીકલ જગત હચમચી ઉઠયું હતું. વર્ષના પ્રારંભે જ ઓસ્ટ્રેલીયાના જંગલોમાં ભિષણ આગ લાગી હતી. ૧૦ માર્ચથી વિદેશોમાં ઇટાલી જેવા વિવિધ દેશોમાં લોકડાઉનનો પ્રારંભ થયો, ર ડિસેમ્બરે યુ.કે. એ ફાઇઝરને માન્યતા આપી હતી. આજ ચાલુ ડિસેમ્બર માસમાં આફ્રિકા અને યુ.કે. જેવા દેશોમાં સાર્સ કોવિડ-ર નવું વેરિએન્ટ જોવા મળ્યું, વૈશ્વિક આરોગ્ય સંગઠને પણ કોરોના સાથે જીવતા શીખવાની વાત કરી,
આજે ૨૦૨૦ નો છેલ્લો દિવસ છે. કાલથી ર૦ર૧નો પ્રથમ દિવસ છે કોરોના હજી છે જ, રસી આપવાની શરુઆત પણબાકી છે તેવા નવલા વર્ષના પ્રારંભે લોકો પોતાની જીવન શૈલી બદલને કોરોના જેવા અનેક આવનારા વાયરસ વચ્ચે જીવતા શીખી લેવું પડશે. ર૦ર૦ ના સમગ્ર વર્ષ દરમ્યાન કોવિડ-૧૯ ચાલુ જ રહેશે. વસ્તીના અમુક વર્ગો બીજાની તુલનામાં વધુ પીડીત થયા છે. વિશ્વના બધા જ દેશોએ મજબુત સ્વાસ્થ્ય અને સ્વસ્થ આબાદી નિર્માણ માટે કટિબઘ્ધ થવું પડશે.
દુનિયાભરની સ્વાસ્થ્ય સુરક્ષા માટે વૈશ્વિક એકતા નિર્માણ કરીને દરેક પૃથ્વીવાસીઓને બચાવવાના છે. કોઇપણ જયાં સુધી સુરક્ષિત નથી જયાં સુધી બધા સુરક્ષિત નથી. ૨૦૨૦માં સમગ્ર વિશ્ર્વના દેશોએ એક સાથે કદમ મિલાવીને કોરોનાને નાથવા મહેનત કરી છે. ગુણવતાવાળી આરોગ્ય સેવા બધાને ઉપલબ્ધ થાય તેવા પ્રયાસોમાં સહિયારી ભાગીદારી આવશ્યક છે. ૨૦૨૧માં વિશ્વના સૌ કોઇની પ્રાથમિકતા કોવિડ-૧૯ ની દવા, રસી દરેકને મળે તેવા પ્રયાસો માટે હોવી જોઇએ, આજે ૨૦૨૦ના અંતિમ દિવસે આપણને મળેલા પરિણામોને આધાર બનાવીને આગળ નવા ૨૦૨૧માં કાર્ય કરવું પડશે.
૨૦૨૧ના આરોગ્ય લક્ષ્યમાં ર બિલીયનના રસી વિતરણ, ૨૪૫ મિલિયન નાના અને મઘ્યમ આવકવાળા દેશોના પ૦૦ મિલીયન લોકો માટે પરિક્ષણ વ્યવસ્થા સાથે જન સુખાકારીનું કામ કરવું પડશે. વિશ્વ આરોગ્ય સંગઠન ૨૦૨૧માં બધા માટે સ્વાસ્થ્યની ઉન્નતિ માટે કામ કરવા માટે બધા દેશોનો સહકાર જરુરી છે. દુનિયા સાથે મળીને હેલ્થ સિસ્ટમ મજબુત કરવાની છે. ગમે તે વયના લોકો માટે તે તંદુરસ્ત રહે તે આવશ્યક છે. બધાની પ્રાથમિક આરોગ્ય સંભાળ ખુબ જ જરુરી છે.
વિશ્વભરના તમામ દેશોએ આરોગ્ય સુવિધાને વધારવા ર૦ર૧માં વૈશ્વિક સ્વાસ્થ્ય કાર્યબળ, આરોગ્યની દેખભાળ રાખતા પેરામેડીકલ સ્ટાફને મજબુત કરવાના છે. આરોગ્યને લગત વિષમતાઓને દૂર કરવાની છે. ર૦ર૧માં આપણે ડબલ્યુએચઓ ના નવા ડેટા પર ઘ્યાન દેવું પડશે જેમાં બધાનું હેલ્થ કવરેજને આગળ વધારવા સ્વાસ્થય સેવાને સબળ બનાવવાની છે. આગામી ૭મી એપ્રિલ-૨૦૨૧ના વિશ્વ આરોગ્ય દિવસે સમગ્ર વર્ષ દરમ્યાન અભિયાનના ભાગરુપે ચલાવીને સવસ્થ્ય સંબંધી વિષમતાને દૂર કરીને વૈશ્વિક કાર્યવાહીની આલબેલ જગાવશે.
વિજ્ઞાન અને તેના સંશોધન ડેટા વૈશ્વિક નેતૃત્વ પ્રદાન કરશે. અલઝાઇમર અને જીકા જેવા મુદ્દાને આવરી લેવાશે, રોગ નિયંત્રણના વિકાસ લક્ષ્યોની દિશામાં કામ કરીને પ્રગતિ રિપોર્ટ તૈયાર કરવા પડશે. જો કે વિશ્વ એ હાલના દશકામાં વૈશ્વિક આરોગ્ય સંગઠન અને ભાગીદારો દ્વારા પોલિયો, એચ.આઇ.વી. અને મેલેરીયાની બિમારી સમાપ્ત કરવા અને ખસરા અને યેલોફિવર જેવી મહામારીને રોકવા પૂર્ણ રીકે કામ કર્યુ છે. ૨૦૨૦માં કોવિડ-૧૯ એ આ બધા કામોને પાછળ છોડી દીધા છે, એટલા માટે ૨૦૨૧માં આપણે કોરોના મહામારીના પગલે બાકી રહેલી બીજી બિમારી માટે પણ કામ કરવાનું ચાલુ રાખવું પડશે. આગામી ૧૦ વર્ષ એટલે કે ૨૦૩૦ સુધીમાં એઇડસ, તપેદિક અને મેલેરીયા જેવાને અંકુરશ કે કંટ્રોલ કામ કરવું જ પડશે.
સંક્રામક રોગને સમાપ્ત કરવા વૈશ્વિક પ્રયાસ ત્યારે જ સફળ થશે ત્યારે જ સફળ થશે જયારે આપણી પાસે તેના ઇલાજ માટે અસરકર્તા દવા હોય, રોગ વિરોધી સ્વાસ્થય પ્રણાલીને મજબુત કરવી પડશે, અને સ્વાસ્થ્ય આયાત સ્થિતિની તૈયારી માટે યોજના પણ બતાવવી પડશે, લોકોના મનસિક સ્વાસ્થ્ય સુધારાઓ અને તેના ઇલાજ માટે પણ સતત કાર્ય કરવું જ પડશે, ૨૦૧૯માં મૃત્યુના ૧૦ મુખ્ય કારણોમાં ૭ માં માનસિક સ્વાસ્થ્ય જવાબદાર ગણાય છે. ૨૦૨૦માં કમજોર લોકો માટે તથા કેન્સર, ડાયાબીટીસ અને હ્રદય રોગ જેવી બિમારીઓ માટે સ્ક્રીંનીંગ, ઉપચાર કાર્યક્રમ સાથે તેમને તબીબી સારવાર સરળતાથી મળે તે જોવું જરુરી છે. ૨૦૨૧માં ડાયાબીટીસ અને મિલીયન લોકોને તમાકુ છોડવામાં મદદ કરતું અભિયાન ચલાવાશે.
કોવિડ-૧૯ કેટલીય રીતે મહત્વ પૂર્ણ ક્ષણ બન્યો છે. હવે શ્રેષ્ઠ દુનિયા નિર્માણ કરવા સ્વસ્થ દુનિયા નિર્માણ કરવાનો અનોખો અવસર પણ આપ્યો છે. જળવાયુ પ્રદુષણ દૂર કરીને સુધારા લાવીને સ્વસ્થ રીકવરી માટે મેનીફેસ્ટો બનાવવો પડશે. આગામી વર્ષો બાળકોના સ્વસ્થ ગ્રહ મળે અને દુનિયાભરમાં પોષણયુકત ખાદ્ય સુરક્ષા માટે રણનીતિ બનાવવી પડશે.ઇતિહાસમાં બિમારી અને મહામારી આવવાથી છતાંય સમય સાથે એક સતત પ્રવૃતિ છે. મૃત્યુ દરમાં ઘટાડો, હેલ્થ કેરમાં સુધારો અને મહામારી ફેલાવાના કારણોને સમજવા તથા તેના પ્રભાવને ઓછો કરવામાં શકિતશાળી ઉપકરણ છે.