બિલાડી પાળવાથી હૃદયરોગનું જોખમ ઘટે છે: આપણાં દેશમાંઅપશુકન સાથે ઘણી અંધ શ્રઘ્ધા જોવા મળેછે: કાગડો વૈદિક- સંહિતા કાળથી માનવી સાથે જોડાયેલ છે: ઘુવડને પણ તંત્ર, મંત્ર, વિદ્યા સાથે જોડેલ છે
જીવ, જંતુ, પશુ અને પંખીઓને દુર્ભાગ્ય, શુકન-અપશુકન સાથે જોડીને તેના વિશે ઘણી લોકવાયકા, ચિત્ર વિચિત્ર વાતો સમાજમાં પ્રચલિત છે: પૃથ્વી પર માનવ જાતી કરતાં પણ જીવ-જંતુની સંખ્યા મોટી છે.
આજની ર1મી સદીમાં નિરક્ષરોની સાથે ભણેલ ગણેલ પણ અંધશ્રઘ્ધા, શુકન-અપશુકનમાં માને છે. વિશ્ર્વમાં કદાચ સૌથી વધુ અંધશ્રઘ્ધાની વાતો આપણાં દેશમાં હશે. કાગડો, બિલાડી, ઘુવડ અને ગરોળી જેવા જીવજંતુ અને પંખીઓકે જનાવરની સાથે સૌથી વધુ શુકન-અપશુકનની વાતો જોડાયેલી છે. આપણેત્યાં ઘણી બધી લોકવાયકા સાથે ચિત્ર-વિચિત્ર વાતોમાં પણ લોકો આંધળો વિશ્ર્વાસ મુકે છે. આજે લોકો પોપટ, શ્ર્વાન, બિલાડી, માછલી, કબુતર જેવા પશુ પંખીઓ પાળે છે. આજના લેખમાં આપણે કાગડા વિશે વિવિધ માહીતી મેળવીશું.
કાગનું બેસવું અને ડાળનું પડવું. આવી અનેક કહેવાતોમાં આવતો કાગડો અદભુત પક્ષી છે. અસ્તિત્વની દરેક પરિસ્થિતિઓમાં તે અનુકુલન સાધી શકે છે. તે પૃથ્વી પર લગભગ જોવા મળે છે. જો કે પર્યાવરણ મુજબ તેના આકાર કદમાં તફાવત જોવા મળે છે. કેટલાક લોકો માટે તે દુર્ભાગ્ય, શુકન, અપશુકન પણ ગણાય છે. તેના વિશે ઘણી લોકવાયકા, ચિત્ર, વિચિત્ર વાતો સમાજમાં પ્રચલિત છે. કાગડો આપણી પૌરાણિક કથા, સાહિત્ય અને સંગીતમાં વણાયેલો છે.
આ કાળા-કાળા કાગડાભાઇનું લેટીન નામ ‘કોર્વસ’ છે. જેન પ્રથમવાર 1758માં જાણીતા પ્રકૃતિવાદી કાર્લલાઇને જોયો હતો. આજે વિશ્ર્વ માં 40 થી વધુ પ્રજાતિના કાગડાઓ જોવા મળે છે, પણ ફેનોટાઇપમાં નજીવો તફાવત જોવા મળે છે. આનુવાંશિક સુવિધા નિવાસ સ્થાનેને કારણે થોડા રૂપરંગ ફરે છે, આ પક્ષીઓ સૌથી નજીક તો સંબંધ અમેરિકાના સફેદ ગળાકાર કાગડો છે.
કાગડાની શરીર રચનામાં લંબાઇ 70 સે.મી. અને તેની પાંખો 150 સે.મી. હોય છે. 800 થી 1600 ગ્રામ વજન ધરાવે છે. અમુક જગ્યાએ બે કિલોના કાગડા પણ જોવા મળે છે. થોડો ઘણો તફાવત પર્યાવરણને આભારી છે. તે સૌથી વધુ ઉત્તરીય અક્ષાંશો અને ત્યાંના પર્વતોમાં જોવા મળે છે. તેમની વિશિષ્ટ સુવિધામાં લાંબી તીક્ષ્ણ ચાંચ છે. નર કાગડો માદા કાગડી કરતાં મોટો જોવા મળે છે. તે સામાન્ય રીતે જંગલોમાં રહેનાર છે, તે એક જોડી બનાવીને રહે છે. ફકત પાનખર ઋતુમાં 10 થી 40નું ટોળું બનાવે છે. રાત્રે માળામાં સુઇ જાયને દિવસ આખો શિકાર કરે છે.
કાગડો એક બુઘ્ધિ શાળી પ્રાણી છે. તેમનો અવાજ ભલે આપણને ન ગમે પણ તેનું ક્રા…. ક્રા…. અવાજ એક વાસ્તવિક વાતચીત છે. કાગડો ગ્રામ્ય વિસ્તારો કે શહેરી વિસ્તારોમાં જોવા મળે છે. તેનું અંદાજે આયુષ્ય 10 થી 15 વર્ષ ગણાય છે. તેનો માળો અસ્ત-વ્યસ્ત હોય છે. તે માંસાહારી હોવાથી દરરોજ શિકાર કરે છે તેથી તેને મોટા પક્ષીઓના જોખમનો સામનો પણ કરવો પડે છે. આરબ લોકોનું માનવું છે કે તે એક અમર પક્ષી છે. પ્રાચિન રેકોર્ડ મુજબ 300 વર્ષ જીવ્યાના દાખલા છે. જો કે આ દાવો પક્ષી વિદ્નથી માનતા તેમની વાત મુજબ પિંજરામાં પણ 70 વર્ષથી વધુ ન જીવી શકે પક્ષી
કાગડો અને કોરવિડમાં ઘણી ગેરસમજણ છે. વાસ્તવમાં બે અલગ પ્રજાતિ છે. કાગડાને અંગ્રેજીમાં ‘રાવેન ’કહે છે. મોટાભાગે કાગડો મનુષ્યની નજીક રહેવાનું પસંદ કરે છે. કારણ કે તેમને ખોરાક મેળવવો સરળ પડે છે. કાગડો લગભગ સમગ્ર ઉત્તર ગોળાર્વમાં રહે છે. ઉત્તર અમેરિકાથી અલાસ્કા, મેકિસકોથી ફ્રાન્સ સિવાય વિશ્ર્વના લગભગ બધા દેશોમાં જોવા મળે છે. યુરોપ, એશિયા અને આફ્રિકામાં વધુ જોવા મળે છે. તે દરિયા કિનારે, રણ અને પર્વતોમાં રહેવાનુ: વધુ પસંદ કરે છે. આજે તો શહેરનાં બગીચાઓમાં વધુ જોવા મળી રહ્યા છે. તે બહુ મોટા શહેરોમાં ઓછો જોવા મળે છે.
કાગળોઓનો વિવિધ આહાર છે તેની પ્રકૃતિ શિકારી છે પણ છેલ્લે તો જે મળે તે ખાઇ લે છે. મરેલા જાનવરો, માછલી, ઉંદર અને દેડકા ખાવા માટે તે સક્ષમ છે. શિકારની શોધમાં તે લાંબો સમય હવામાં ઉડે છે. તે નાના જીવજંતુ પણ ખાય છે. શહેર કે ગામડાની ભાગોળે પડેલા વિશાળ કચરાના ઢગ પાસે ટોળા સ્વરૂપે જોવા મળે છે. તેના માળામાં પણ વિપુલ પ્રકારનો ખોરાક પડેલો હોય છે. તે વાદળી ઘાતુની ચમક સાથે સંપૂર્ણ પળે કાળો હોય છે તે સર્વભક્ષી કુળનું પક્ષી છે.
દક્ષિણ એશિયામાં નેપાળ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, માલદીવ્સ, થાઇલેન્ડ અને ઇરાનમાં કાગડા વધુ જોવા મળે છે. કાગડો મોટે ભાગે જમીન પરથી ખોરાક મેળવી લે છે. તે મે મહિનામાં માળો બાંધવાની શરુઆત કરે છે. એક ઝાડમાં કાગડાના ઘણા માળાઓ જોવા મળે છે. શ્રાઘ્ધ માસમાં કાગડાનું વિશેષ મહત્વ છે. કાગવાસ પરંપરા પર્યાવરણ સાથે સીધી જોડાયેલી છે. તે પ્રકૃતિનો પહેરદાર સાથે ઇકોસીસ્ટમનો સપોર્ટર પક્ષી છે. અષાઢ અને શ્રાવણ કાગડાની સંવનન ઋતુ છે, ભાદરવામાં કાગડાના બચ્ચા ઇંડામાંથી બહાર આવે છે. કાગડાની સંખ્યા જોતા તેના બચ્ચાના પાલન પોષણ માટે ઘણો આહાર જોઇએ જેની પૂર્તિ માટે આ રિવાજ પરંપરા ચાલી આવી છે.
લોકવાયકા મુજબ કાગડામાં ખાસ શકિત હોય છે જેને કારણે તે આવનારા સમયમાં સારી ખરાબ ઘટનાની પહેલી જાણ થઇ જાય છે. તમે ઘણી વાર સાંભળ્યું હશે કે ઘર પાસે કાગડો બોલે તો ઘરે મહેમાન આવે છે. કેટલા શુકન-અપશુકન પણ તેની સાથે જોડાયેલા છે. જો છત પર વધુ કાગડા ભેગા થાય તો ઘરમાં ઝગડો થાય છે. બપોર પહેલા તેનો અવાજ પૂર્વ કે ઉત્તર દિશાથી અવાજસંભળાય તો સુખ પ્રાપ્તિ થાય તેવી વિચિત્ર લોક વાયકો છે. તેમનો કાંવ-કાંવ અવાજ ખુબ જ કર્કશ લાગે છે.
હિન્દુ ધર્મમાં કાગડાને અશુભ પક્ષી ગણવામાં આવે છે. શાસ્ત્રોમાં કાગડોને યમદૂત કહેવાય છે. શકુન શાસ્ત્ર મુજબ કાગડો યમનો નહી મનુષ્યનો દૂત છે. ‘કૌવા ચલા હંસ કી ચાલ’ જેવા અનેક ફિલ્મી ગીતો પણ આવ્યા છે. તેને આપણે બદસુરત ગણીએ છીએ પણ તે ખુબ જ ચતુર હોય છે. કોઇ સુર-તાલમાં ગીતનો ગાય તો કાગડા સાથે આપણે સરખાવીએ છીએ. કાગડાની યાદ શકિત પાવર ફૂલ હોય છે ને એકવાર જોઇ લે પછી તે ભૂલતો નથી એક કાગડો મૃત્યુ પામે ત્યારે તેનું ટોળુ શોક મનાવવા આવે છે.
આજે ધીમે ધીમે લુપ્ત થઇ રહ્યા છે કાગડો ખેતરોમાં કિટ નાશક દવા છંટાયને મરેલી ઇયળો ખાવાથી તેનો પણ ખાત્મો બોલી રહ્યો છે. કેટલીક વાર કાગડા માણસો ઉપર હુમલો કરે છે પણ બહુ જીવલેણ નથી હોતો. કાગડો નકલખોર હોય છે તે પક્ષી-પ્રાણી અને માણસોની નકલ કરી શકે છે. શિકારી સાથે લડવામાં કાગડાનું ટોળુ ભેગું થઇ જાય છે. કાગડો અને ઘુવડ એકબીજાના કટર દુશ્મન છે. કાગડો બિલાડી અને માણસના ખતરાનાં અલગ સંકેતોથી અવાજ કાઢે છે. કાગડો મોટાભાગે હાર માનતા નથી. છેલ્લે સુધી લડી લે છે. અમુક દેશોમાં તેનું માંસ ખાવામાં આવેછે. ભારતમાં વિશ્ર્વની 40 પૈકીની સાત પ્રજાતિ જોવા મળે છે. જેમાં આપણાં ગુજરાતમાં તો બે જ પ્રજાતિઓમાં જંગલી કાગડોને સાદો કાગડો જોવા મળે છે.
કાગડાની વિવિધ કહેવતો
- કાગડા ઉડવા….
- કાગડા બધે ય કાળા હોય ….
- કાગડો દહીં થરૂ લઇ ગયો….
- કાગના ડોળે રાહ જોવી…..
- કાગનું બેસવું ને ડાળનું પડવું…..
- કાગનો વાઘ કરવો….
- પોત સૌ પોતા તણા, ને પાળે પંખીડા,બચડા બીજાના (એ તો) કો ક જ સેવે કાગડા….
- કાગડો ચાલે હંસની ચાલ….
ભારતમાં વસતી સાત પ્રજાતિ પૈકી બે ગુજરાતમાં
વિશ્ર્વમાં હાલ 40 પ્રજાતિઓ કાગડાની છે તે પૈકી ભારતમાં સાત પ્રજાતિ છે. આપણાં ગુજરાતમાં એક ગીરનારી કાગડો જેને જંગલી ક્રો તરીકે ઓળખાય છે. અને બીજો સાદો કાગડો એમ બે પ્રજાતિ જોવા મળે છે. જંગલી કાગડો આખો કાળો હોય છે. માદા કાગડી ચાર ઇંડા
મુકે છે. જે રપ દિવસમાં ઇંડુ તૈયાર થઇ જાય અને 18 દિવસમાં બચ્ચા મોટા થઇને ઉડવા લાગે છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન તેનો સંવનનકાળ હોય છે. કાગડો મૂળ ચતુર પક્ષીની વ્યાખ્યામાં આવે છે.