જય જય નંદા… જય જય ભદ્રા… ના નાદ સાથે
અબતક ચેનલ અને ડિજિટલ માધ્યમથી ગુરૂણી મૈયા પૂ. હીરાબાઈ મ.સ.ની પાલખીયાત્રાના દર્શનનો જૈન તથા જૈનતરોએ લાભ લઈ બન્યાં ધન્ય
પૂ.હીરાબાઇ મ.સ.ની પાલખી યાત્રામાં સાધુ-સાધ્વી અને શ્રાવક-શ્રાવીકા અંતિમ દર્શન માટે લીધો લાભ
ગોંડલ સંપ્રદાયમાં સૌરાષ્ટ્રમાં વિચરણ કરી રહેલ સાધ્વીજીઓમાં ગુરૂણીમૈયા પૂ.હીરાબાઇ મ.સ. સૌથી વડીલ હતાં. તેઓ 92 વર્ષની ઉંમર રાજકોટ ખાતે કાલે કાળધર્મ પામ્યા હતાં. પૂ.હીરાબાઇ મહાસતીએ 72 વર્ષનો સંયમ પર્યા કર્યો હતો. રાજકોટની પાવન અને પુણ્ય ભુમિ ઉપર સદાચાર સંપન્ન રત્નકુક્ષિણી માતા ગીરજાબેન અને ધર્મ પરાયણ પિતા જમનાદાસભાઇ દામાણી પરિવાર તથા એક સરળ આત્માએ જન્મધારણ કર્યા હીરા અને લક્ષ્મીની પ્રાપ્ત થાય તેનાથી અધિક આનંદ દામાણી પરિવાર થયો પૂ.હીરાબાઇ મ.સ.72 વર્ષની સુદીર્ઘ સંયમ પર્યાયધારી આત્મા હતા.
ભારતના અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી સંપ્રદાય તથા જિન શાસનનું નામ ચંદ્રની પેરે ઉજ્જવળ કરેલ. તેથી જ તેઓ શાસન ચંદ્રિકા તરીકે ઓળખાતા પૂ.હીરાબાઇ મ.સ.નું આખુ આયખું ઝળહળતા પ્રકાશ જેવા રહ્યું છે. હીરાલક્ષ્મી નામને સાર્થક કરનાર હિરક ગુરૂણીના માનભર્યા નામથી ઓળખાતા પૂ.હીરાબાઇ મ.સ.ની પ્રખર બુધ્ધિમતા વ્યવહાર કુશળતા અને જ્ઞાન સપન્નતા વાત્સલ્યસભરતા સદા પ્રશંસનીય રહી છે.
પૂ.હીરાબાઇ મ.સા.ની પાલખી યાત્રા આજે બપોરે સરદારનગર જૈન સંઘ રાજકોટ ખાતેથી જય જય નંદા, જય જય ભદ્રાના નાદ સાથે નીકળી હતી. પૂ.જ્યોતિબાઇ મ.સ., પૂ.સ્મિતાબાઇ મ.સ.વગેરે વૈયાવચ્ચમાં હતાં.
તાજેતરમાં પૂ.મહાસતીજીના 91માં જન્મદિન અને 73માં સંયમ દિનની તપ-ત્યાગથી ઉજવણી કરાયેલ. પૂ.હીરાબાઇ મ.સા.ની પાલખી યાત્રામાં પૂ.ગુજરાત રત્ન પૂ.સુશાંત મુનિજી મ.સા., ક્રાંતિકારી સદ્ગુરૂદેવ પારસમુનિ મ.સા. તેમજ અજરામર સંઘના પૂ.પ્રકાશચંદ્રજી મ.સા. તેમજ ગોપાલ સંઘના આચાર્ય ઉત્તમમુનિજી મ.સા. તેમજ જશ ઉત્તમ- પ્રાણ પરિવારના પૂ.વનિતાબાઇ મ.સા. આદિઠાણા, જ્યોતિબાઇ પૂ.જશુબાઇ મ.સ., પૂ.ભારતી મ.સ. તેમજ પૂ.ઉષાબાઇ મ.સ., પૂ.સ્મિતા મ.સા. આદિઠાણા તેમજ પૂ.પદ્માબાઇ મ.સ. પૂ.સોનલબાઇ મ.સા. પૂ.વિશખા મ.સ. પૂ.ગુણીબાઇ સહિત મહાસતીજી તેમજ ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા તેમજ જૈન અગ્રણી ચંદ્રકાન્ત શેઠ, પ્રવીણભાઇ કોઠારી, ઉપેનભાઇ મોદી, પ્રતાપભાઇ વોરા, મેહુલભાઇ દામાણી તેમજ જયેશભાઇ, મયુરભાઇ શાહ, સુજીત ઉદાણી, નિલેશભાઇ ભાલાણી, નિલેશભાઇ શાહ, એડવોકેટ ચેતનભાઇ ગોકાણી, અમીતભાઇ દોશી, આર.એસ.એસ.ના નરેન્દ્રભાઇ દવે, મોટા સંઘના દિનેશભાઇ દોશી, અજરામર સંઘ તેમજ લીંબડી ગોપાલ સંઘ તેમજ ગોંડલ સંપ્રદાય તેમજ મુંબઇ, મસ્તક અને સૌરાષ્ટ્રના જૈન તથા જૈનત્તરો પાલખી યાત્રામાં જોડાયા હતાં. રાજકોટના રાજમાર્ગ સરદારનગર સંઘ ખાતેથી બેન્ડ-વાજા સાથે રામનાથપરા મુક્તિધામ ખાતે અંત્યંષ્ઠિ કરાશે.
સંયમ અને સંયમી આત્માઓને નિહાળી તેઓ ખૂબ જ રાજીપો અનુભવતાહીરાબાઈ મ.સ.ગોંડલ સંપ્રદાય તેમજ જિન શાસનની મોંઘેરી મૂડી સમાન હતા.
કાલે ગુણાનુવાદ સભા
પૂ.હીરાબાઇ મ.સા.ની ગુણાનુવાદ સભા કાલે તા.1 માર્ચ બુધવારના રોજ સવારે 9:15 ગોંડલ સંપ્રદાયના પૂ.સાધુ તથા સાધ્વીજીની નિશ્રામાં યોજાશે.