બે દિવસ પૂર્વે પાણીપુરી વાળાઓને ચોખ્ખાઈ રાખવાની તેમજ બીનઆરોગ્યપ્રદ કાચો માલ ન વાપરવાની સૂચના અપાઈ હતી
મોરબી : મોરબીમાં વિસીપરા, નાસ્તાગલી, નટરાજ ફાટક સહિતના સ્થળે ગંદકીવાળી જગ્યાઓએ પાણીપુરી વેચાય છે. તેમાં પણ બગડેલા બટાટા, ચણા, હલકી ગુણવત્તા વાળા પાણી વડે બનાવવામાં આવેલ પાણીપુરીથી લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા પાણીપુરીની લારીવાળા પર તવાઈ ઉતારવા પાલિકાની ટીમ આજથી ચેકીંગ શરૂ કરશે.
મોરબી શહેરના વિસીપરા, શનાંળા રોડ,સામા કાંઠા જુના હાઉસિંગ બોર્ડ,સો ઓરડી વિસ્તાર આસપાસ પાણી પુરી બનાવવામાં આવે છે.જોકે આ પાણી પુરી બનાવનાર ખુદ પોતાની સફાઇ કે આસપાસ વિસ્તારમા સફાઈ પ્રત્યે ભયંકર બેદર કારી દાખવી રહ્યાં છે તો તેમનાં દ્રારા વાપરવામાં આવતાં, બટાટા, ચણા, ડુંગળી કે પાણીની ગુણવતાં પણ ખૂબ હલકી કક્ષાની હોય છે. અનેં આવી પાણી પુરી લોકોને બીમાર પાડવા માટે પૂરતી છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા પાણીપુરી વાળા ઉપરાંત, ઘૂઘરા, ભેળ, પાઉંભાજી, સહિતનાં નાસ્તાવાળાઓ પૈકી કેટલાંક હલકા અનેં સડેલા શાકભાજીનો ઉપયોગ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યાં છે.
હાલ રાજયભરમાં પાણી પુરી પર પ્રતિબંધની ચર્ચાઓ ચાલે છે. લોકો પ્રતિબંધ નહીં પણ નાસ્તા કરાવતા આ વેપારીઓ જન આરોગ્યને ધ્યાન પર લઇ ચોખ્ખાઇ રાખે અનેં સારી ગુણવત્તાવસ્તુનો ઉપયૉગ કરી લોકોને બીમાર થતા બચાવે તેં જરુરી છે. મોરબીમાં બિનઆરોગ્યપ્રદ પાણી પુરી ન વેચવા અગાઉ પણ સુચના આપવામા આવી છે.તેમજ પાણી પુરી આપતી વખતે હાથનાં મોજા, કેપ, એપ્રેન પહરવા, જયાં નાસતા બનાવવામાં આવે છે ત્યાં સફાઇ રાખવા પાલિકા દ્વારા બે દીવસની મુદત આપવમાઁ આવી હતી.
હાલ મુદત પુર્ણ થતા આજથી ગુરુવારથી પાલિકા દ્વારા કડક ચેકિંગની કામગીરી કરવામાં આવશે. આ ચેકિંગ કામગીરી માટે ૬ ટીમ બનાવી છે.જે દરેક સ્થળે ચેકિંગ કરી કડક પગલાં ભરશે. અનેં જવાબદાર ને રૂ. ૧૦૦૦ સુધીના દંડ ફટકારવામાં આવશે તેમ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતુ.