૫ ટકાનો વૃધ્ધિ દર અપેક્ષાથી ઘણો નીચો, પરંતુ કેન્દ્ર સરકાર અને આરબીઆઈએ લીધેલા વિવિધ પગલાઓથી આગામી ત્રણ માસમાં અર્થતંત્ર વેગવંતુ બનશે તેવો શકિતકાંત દાસનો આત્મવિશ્વાસ
રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના ગર્વનર શકિતકાંત દાસ સોમવારે ૫%ના નીચા આર્થિકવિકાસદરને આશ્ચર્યજનક ગણાવ્યું હતુ સાથે સાથે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા અને સહાયરૂપ અભિગમથી અર્થતંત્ર ફરીથી વેગવંતુ બનશે તેવી આશા વ્યકત કરી છે.તેમણે વધુમાં જણાવ્યું હતુ કે અર્થતંત્રને વધુ મદદરૂપ થઈ આગળ વધવા માટે આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કર્યો છે જે મંદ પડેલા અર્થતંત્રને થોડાક મહિનામાં તેજી આપશે.
જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં આરબીઆઈએ ચાર વખત વ્યાજદરમાં ફેરફારર કયો હતો. સેન્ટ્રલ બેંકે ટુંકાગાળાનાં ધિરાણનો રેપોરેટ ૧.૧૦% જેટલુ નીચું લઈ ગઈ છે.
હું માનું છું કે સ્થિતિ સુધારવા માટે આ વસ્તુઓ ખૂબજ સારી રીતે હાથ પર લેવામાં આવી છે. આ સરકારનો ખૂબજ સકારાત્મક અભિગમ છે. જેનાથી ઝડપથી સ્થિતિ સુધરશે. હું નથી માનતો કે આપણે અગાઉ કયારેય અર્થતંત્રને સુધારવા માટે સરકારે આવા પગલા લીધા હોય મને વિશ્ર્વાસ છે કે સરકારના આવા પ્રોત્સાહિત પગલાઓ અને રાહતો શરૂ રહેશે તો નિશ્ર્ચિત પણે અર્થતંત્ર સામે આવેલા પડકારોને આપણે પહોચી વળશું તેવો વિશ્ર્વાસ આરબીઆઈના ગર્વનર શકિતકાંત દાસે માધ્યમોને આપેલી મુલાકાતમાં વ્યકત કર્યો હતો.
કેન્દ્ર સરકારે કરેલી મહત્વની ત્રણ જાહેરાતોમાં રીયલએસ્ટેટ માટે ખાસ યોજનાઓ ચેકપોષ્ટ અને લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગ અને ઓટો મોબાઈલ ક્ષેત્રનાં વિકાસ માટે બેંકોનાં ધિરાણની વધુ સરળ યોજનાઓને કારણે સ્થિતિ ઝડપથી સુધરશે સાથે સાથે આરબીઆઈના વાર્ષિક અહેવાલમાં માળખાકીય સુધારાઓ સુચવવામાં આવ્યા છે. મને લાગે છે કે કૃષિક્ષેત્રે સરકારે માલ વેચવા માટેની વ્યવસ્થામાં ખાસ સુધારાની જરૂર છે.પ્રથમ ત્રિમાસીક વૃધ્ધિદરમં અવશ્ય પણે સ્થિતિ ચિંતાજનક છે. કારણ કે આરબીઆઈએ ૫.૮નું લક્ષ્ય રાખ્યું છે. અને અત્યારે આ દર ૫% જેટલી નીચે છે.
હું માનું છુકે સાડાપાંચ ટકાથી વૃધ્ધિદર નીચુ રહેવું ન જોઈએ પરંતુ આ વૃધ્ધિદર ૫%ના તળીયે પહોચી ગયો છે. બીજા ત્રિમાસીક ગાળામાં દરેક ક્ષેત્રમાં પ્રથમ ત્રણ મહિનાથી પણ વધુ મંદી ભોગવી રહ્યં છે તે ચિંતાજનક છે.પરંતુ વૈશ્ર્વિક રીતે જોઈએ તો આ મંદી પાછળ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ પરિબળો પણ ધ્યાને લેવા જોઈએ આ પરિસ્થિતિ કયારે સુધરશે? તેવા જવાબમાં દાસે કહ્યું હતુ કે તે અંગે કહેવૂં મુશ્કેલ છે.કેમકે તેમાં અનેક પરિબળો કામ કરી રહ્યા છે.
અત્યારે જ દાખલા તરીકે જોઈએ તો સાઉદી અરબમાં ઉભી થયેલી તેલ કટોકટી સંપૂર્ણ પણે એકાએક ઉભી થયેલી પરિસ્થિતિ છે. બે વિશાળ આર્થિક મહાસતાઓ સામે ઉભી થયેલી પડકારજનક સ્થિતિ બંનેને ફટકાનું કારણ બની રહી છે. આવી પરિસ્થિતિઓ એકાએક અણધારી રીતે સર્જાતી હોય છે.પરંતુ આવતા ત્રણ મહિનામાં આપણા અર્થતંહત્રને સુધારવા માટે પગલા લેવા જોઈએ તે કેન્દ્ર સરકાર લઈ રહી છે.