ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના પ્રમુખ તરીકે દિનેશભાઇ કારિયાની વરણી

આસામમાં કુદરતી આપત્તિ, પુર હોનારતના કારણે ચાનું ઉત્પાદન ઘટયું ગ્રીન ટી તંદુરસ્તી માટે ફાયદાકારક હોવાનો એસો.ના પ્રમુખનો મત

સમગ્ર દેશમાં મોટી સંખ્યા ધરાવતું અને છેલ્લા ૪૪ વર્ષથી પ્રતિનિધિત્વ કરતું સંગઠન ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ના પ્રમુખ તરીકે રાજકોટના દિનેશભાઇ કારિયાની વરણી થતા રાજયના ચા ના વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. ચાનું ઉત્પાદન, ભાવ વધારો, તંદુરસ્તી માટે ફાયદાકારક ચા પરંતુ કઇ? વગેરે બાબતોને લઇ ‘અબતક’ને માહિતી આપતા નવનિયુકત પ્રમુખ દિનેશભાઇ કારિયાએ જણાવ્યું હતુ કે દેશમાં કોરોના મહામારીના કારણે છેલ્લા સાત-આઠ માસથી કોઇ કામગીરી થઇ શકી નથી પરંતુ હવે જનજીવન થાળે પડતું જાય છે. જેથી કંઇક કરી શકીએ તેવી આશા બંધાણી છે.

દિવસે-દિવસે બજારમાં વધતા જતા ચા ના ભાવ અંગે માહિતી આપતા દિનેશભાઇએ જણાવ્યું હતું કે આસામમાં કુદરતી આપતી એટલે કે પુર હોનારત થતાં ચાનું ઉત્પાદન ખુબ જ ઓછું થવા પામ્યુ છે. તેઓએ એમ પણ જણાવ્યુ હતુ કે હાલ બજારમાં ચા ના ભાવ ઘટવા કદાચ શકય નથી. કારણે કે ડીસેમ્બર માસમાં ચા ના બીગીચા બંધ થઇ જાય છે જે માર્ચમાં ખૂલે છે. જેથી માર્ચ સુધી ચાની બજારનો પારો નીચે ઉતરે તેવું જણાતું નથી.

જોકે આવનારા દિવસોમાં ચાની ચુસ્કી કડવી તો નહી થાય ને? પ્રશ્ર્નનો જવાબ વાળતા દિનેશભાઇએ ‘અબતક’ને જણાવ્યું હતુ કે આવનારા દિવસોમાં ટીટ્રેડમાં ઘણા ફેરફારો આવશે અને ચા મીઠી રહે તેવા અમારા કાયમ પ્રયાસ રહેશે. રાજયના જુદા જુદા જિલ્લા કે પ્રાંતમાં ચાની ચૂસ્કીના ટેસ્ટ અંગે જણાવતા કારિયાએ કહ્યું કે આપણે બધા કાઠિયાવાડી કહેવાય અને કાઠિયાવાડીઓને કડક મીઠી ચાનો સ્વાદ અનુકુળ હોય છે.

જયારે અમદાવાદ ગુજરાત બાજુ માઇલ, ચાનું ચલણ વધુ જોવા મળે છે. ચા ના જુદા જુદા પ્રકારો અંગે જણાવતા તેઓએ કહ્યુ હતુ કે ચા માં ખાસ કરીને ભૂકીચા, મમરીચા, ગ્રીન, વાઇટ વગેરે તેમાં ખાસ કરીને ગ્રીન ટી વિશે વિસ્તૃત માહિતી આપતા તેઓએ જણાવ્યુ છે કે ઓર્ગેનિક ગ્રીનટી તંદુરસ્તી માટે ફાયદાકારક છે.

ગ્રીન ટીમાં એવું તો શું છે કે તે તંદુરસ્તી માટે ફાયદાકારક છે? પ્રશ્ર્નના જવાબમાં અબતકને દિનેશભાઇ કારિયાએ જણાવ્યું હતુ કે ગ્રીન ટી પતાને સૂર્ય પ્રકાશમાં જ ચુકવવામાં આવે છે. અને આ પતા સુકાય ગયા બાદ તેને બજારમાં મૂકવામાં આવે છે. જો કે ગ્રીન ટી પ્રમાણમાં મોંધી પડે છે.

ગુજરાત ટી ટ્રેડર્સ એસો.માં બે વર્ષ પ્રમુખ તરીકેની જવાબદારી વહન કરી ચૂકેલા. શ્રી વલ્લાભ ટી રાજકોટના દિનેશભાઇ કારિયા ફરી બે વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુકત થયા છે. તેઓએ પોતાની માં માનદ મંત્રી તરીકે નિરજભાઇ પટેલ (આણંદ), ઉપપ્રમુખ તરીકે અજયભાઇ શેઠ (અમદાવાદ), કનુભાઇ ભાવસાર (મહેસાણા), અતુલભાઇ પટેલ (ગોધરા), કમલેશ સેજપાલ (જુનાગઢ) તેમજ સહમંત્રી તરીકે કનૈયાલાલ ભાવસાર (અમદાવાદ), હર્ષદભાઇ પીંડારીયા (પાટણ), મનિષભાઇ પટેલ (હિમતનગર), મનોજભાઇ ઉનકડટ (રાજકોટ)ની વરણી કરેલ છે. પ્રમુખ દિનેશભાઇએ સલાહકાર તરીકે પૂર્વે પ્રમુખ સેંધાભાઇ પટેલ (મહેસાણા)ની વરણી કરી છે.

અંતમાં પ્રમુખ દિનેશભાઇ કારિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજયના નાના મોટા વેપારીઓના પ્રશ્ર્નોના નિરાકરણ માટે આ ટીમ દ્વારા પૂરા પ્રયાસ કરવામાં આવશે. ફરી પ્રમુખ તરીકે નિયુકત થતા દિનેશભાઇને સ્નેહી, મિત્રો, વ્પાપારીઓ, સંગઠનો વગેરેની શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.