આગામી 48 કલાકમાં ચોમાસુ બેસશે હવામાન વિભાગે કરી આગાહી નોંધનીય છે કે, રાજ્યમાં નિયત સમય કરતાં ચોમાસાની શરૂઆત વહેલા થશે અને આ સાથે જ આગામી 5 દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
15 અને 16 જૂન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાર વરસાદની વકી,આ સાથે જ હવામાન વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, 15 અને 16 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આગામી 48 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં મેઘરાજા મન મુકી વરસશે
આગામી 48 કલાકમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે. ભારતીય હવામાન વિભાગનું માનીએ તો આગામી 48 કલાકમાં મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર પણ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે આગામી 2 દિવસમાં બિહારના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તો આગામી 24 કલાકમાં કર્ણાટકના તટીય વિસ્તારોને પણ મેઘરાજા ઘમરોળી શકે છે. આ ઉપરાંત કોંકણ અને ગોવામાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.