2 દિવસના ટૂંકા વિધાનસભા સત્રમાં 4 બીલો પસાર કરાશે સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાની જાહેરાત

ગુજરાત વિધાનસભાનું આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ચોમાસુ સત્ર મળશે.આ બે દિવસીય ટૂંકા સત્રમાં અલગ અલગ 4 સરકારી બીલો પસાર કરવામાં આવશે તેવી જાહેરાત આજે ગૃહ રાજ્યમંત્રી અને સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણીના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક મળી હતી. જે બેઠક પૂર્ણ થયા બાદ બપોરે રાજ્ય સરકારના સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પત્રકારો સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આગામી 27 અને 28 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળશે. આ બે દિવસીય ચોમાસુ સત્રમાં અલગ અલગ 4 વિધેયક પસાર કરવામાં આવશે. તેઓએ ક્યાં બીલો મંજૂર કરાશે.

તે અંગે માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા ચોમાસુ સત્ર શા માટે માત્ર 2 દિવસ જ બોલાવવામાં આવ્યું છે તે પણ એક આશ્ર્ચર્ય પમાડતી બાબત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.