સૌની યોજના અંતર્ગત ભાદર અને આજી ડેમમાં નર્મદાના નીર ઠલવાતા બન્ને જળાશયોની જળ સપાટીમાં સતત વધારો
ગુજરાતની જીવાદોરી એવો સરદાર સરોવર ડેમ હાલ ૧૩૨.૪૧ મીટરની સપાટીએ પહોંચી ગયો છે. ડેમના ૭ દરવાજા ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણીનો વ્યય ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત અલગ અલગ ડેમમાં નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યાં છે. ભર ચોમાસે રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા મુખ્ય બે જળાશયો ભાદર અને આજી ડેમ નર્મદાના નીરી ભરાઈ રહ્યાં છે. ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું હોય જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ છેલ્લા પાંચેક દિવસી સૌરાષ્ટ્રમાં છુટાછવાયા હળવાી મધ્યમ ઝાપટાને બાદ કરતા સાર્વત્રીક વરસાદ ની. આવામાં જળાશયોમાં પાણીની આવક પણ ઘટી જવા પામી છે. ત્યારે નર્મદા ડેમમાંી છેલ્લા ૧૦ દિવસી સતત પાણી છોડવામાં આવી રહ્યું હોય આ પાણીનો ખોટો વ્યય ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના એવા વિસ્તારો કે જ્યાં ઓછો વરસાદ યો છે અને જળાશયોમાં સંતોષકારક પાણીની આવક થવા પામી નથી ત્યાં સૌની યોજના અંતર્ગત ડેમોમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.
રાજકોટ જિલ્લાના મુખ્ય બે જળાશયમાં છેલ્લા ત્રણ દિવસી નર્મદાનું પાણી ઠલવાઈ રહ્યું છે. જેના કારણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમની સપાટીમાં ૦.૩૬ ફૂટનો વધારો થયો છે. ૩૪ ફૂટે ઓવરફલો થતાં ભાદર ડેમની સપાટી હાલ ૨૪.૯૦ ફૂટે પહોંચી જવા પામી છે. ડેમ ઓવરફલો વામાં હવે માત્ર ૯.૧૦ ફૂટ જ બાકી રહ્યો છે. ડેમમાં ૩૧૮૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ટૂંકમાં રાજકોટને એક વર્ષ ચાલે તેટલું પાણી ભાદર ડેમમાં સંગ્રહિત થઈ ગયું છે. આ ઉપરાંત નર્મદાના નીર ઠાલવવામાં આવી રહ્યાં હોય આજી-૧ ડેમની સપાટીમાં પણ ૦.૩૦ ફૂટનો વધારો થવા પામ્યો છે.
૨૯ ફૂટે ઓવરફલો થતાં આજીની સપાટી હાલ ૨૪.૬૦ ફૂટે પહોંચી જવાપ થામી છે અને ડેમમાં ૬૫૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે. છલકાતા નદી નાળાના કારણે જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. જેમાં છાપરવાડી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, ઈશ્ર્વરીયામાં ૦.૩૩ ફૂટ, સાની ડેમમાં ૦.૪૯ ફૂટ, વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમમાં ૧.૪૦ ફૂટ પાણીની આવક થવા પામી છે.