ટમેટૂ રે ટમેટૂ ઘી ગોળ ખાતું તું….
રસોઈમાં કિંગ મેકર બનેલા ટમેટુ ભારતમાં યુરોપના અનેક દેશોમાંથી ફરી ફરીને પહોંચ્યું આજે “લવએપલ” બનેલ દેશી ટમેટું ની દાસ્તાન વિશ્વ સાહસિક “માર્કો પોલો” જરાપણ કમ નથી
રસોડાના રાજા અને દરેક શાક સબ્જી માં છૂટથી વાપરવામાં આવતા ટમેટાની તેજી અને ભાવ વધારાથી ભારે દેકારો બોલી ગયો છે ટોમેટો ભારત અને ખાસ કરીને ગુજરાતી આહાર નું અભિન્ન અંગ બની ગયું છે. બાળકો પોર્થીમાં આવતી કવિતામાં ટમેટૂ રે ટમેટું ઘી ગોળ.. ખાતું તું નદીએ નાવા જાતુતું… આજે પણ બધાને યાદ હશે અત્યારે બજારમાં ટમેટા મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે, ટમેટાની આ તેજી પાછળ મોસમ નો મિજાજ અને પાક ની અછતના કારણે ટમેટા સોથી દોઢસો રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે ગુજરાતના રસોડાઓમાં ડુંગળી બટેટા અને ટમેટા રીતસર નો સામ્રાજ્ય ચાલી રહ્યું છે.ટમેટું પરદેશમાંથી આવીને દેશી બન્યું છે લાલ લાલ ટમેટુ ઘી દૂધ ખાતું તું કહેવતમાં અત્યારે ટમેટું ઘી દૂધના ભાવે વેચાઈ રહ્યું છે.
14 ડિસેમ્બર 1836 માં કલકત્તા કૃષિ બાગાયતી વિભાગ દ્વારા ભારતમાં સૌપ્રથમવાર યુરોપ અને મૂળ દક્ષિણ અમેરિકા માંથી બંગાળમાં થી આવેલા શાક તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ભારતમાં ટમેટાઆગમન નું આ પ્રથમ વર્ણન હતું 1853 માં મદ્રાસ કૃષિ વિભાગ ના મહાગ્ર પણ ટમેટાનો ઉલ્લેખ મળી આવ્યું છે જોકે ટમેટું યુરોપિયન હોવાનું નોંધાયું છે ભારતમાં માત્ર ઈસ્ટ ઈન્ડિયા કંપની મારફત અંગ્રેજો શાસન કરવા આવ્યા હતા શાકભાજી અને અનેક ચીજ વસ્તુઓ યુરોપમાંથી આવીને દેશી શાક ની ઓળખ બની છે 1878માં ફોલોનલ કેનેલી હાર બટ દ્વારા મદ્રાસમાં ટમેટાને ચલણ ની વાત લખી છે
આ વખતે ટમેટામાં આવેલી લાલ તેજી પાછળ ભારે વરસાદ અને તાપમાનમાં વિસંગતતાના કારણે ઉત્પાદનના ઘટાડા સામે માંગ વધતા ભાવ આસમાને પહોંચે છે
છેલ્લા 150 વર્ષની તવારીખમાં ટમેટા ને સાચવવા માટે ની નવી નવી પદ્ધતિઓ નો વિકાસ થયો છે જોકે વરસાદ અને તાપમાનની અસરના કારણે ટમેટા સાચવવામાં મુશ્કેલી પડે છે દેશમાં અત્યારે 100 રૂપિયા 150 રૂપિયા ના ભાવ ટમેટા વેચાઈ રહ્યા છે.