પોલીસે નાકાબંધી કરી વિછીંયા પાસેથી અપહૃતને છોડાવી બાવળાના પાંચ શખ્સોને ઝડપી લીધા
વ્યાજકંવાદ સામે રાજ્ય સરકાર આક્રમક બની છે.પણ વ્યાજખોરો કાયદા ને ગાઠતા ના હોય તેમ વ્યાજકંવાદ મા ગોંડલ ના સગીર નુ બાવળાના શખ્સો દ્વારા અપહરણ કરાયુ હતુ. ઘટના બાદ પોલીસે સતર્કતા દાખવી અપહરણકર્તા નો પીછો કરી વીછીયા થી સગીર ને છોડાવી પાંચ શખ્સો ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
હાદસો કા શહેર ગણાતા ગોંડલ મા ગત રાત્રે બનેલી સનસની ઘટના ની વિગતો મુજબ શહેર ના ભગવતપરા વાછરા રોડ ધારેશ્ર્વર નગર મા પીતરાઇ ના ઘર પાસે ઉભેલા રાકેશ ઉર્ફ નિતિન ઘનાભાઇ ચૌહાણ નામના સતર વર્ષ ના સગીર ને સ્કોર્પીઓ મા ઘસી આવેલા અમદાવાદ ના બાવળા રહેતા મના ભોપા ભરવાડ, લાલાભાઇ ભરવાડ તથા ત્રણ અજાણ્યા શખ્સો એ અપહરણ કરી લઇ જતા બનાવ અંગે પોલીસ ને જાણ કરાતા પીઆઇ.મહેશ સાંગાડા,પીએસઆઇ ઝાલા,ડી’સ્ટાફ ના વિપુલ ગુજરાતી,કે.કે.ચૌહાણ, કુલદીપસિંહ, હાર્દિકભાઇ સહિત ના સ્ટાફે નાકાબંધી કરી પીછો કરતા વિછીયા પાસે સ્કોર્પીઓ ને ઝડપી લઈ રાકેશ નો છુટકારો કરાવી મના ભરવાડ સહિત પાંચ શખ્સો ને જબ્બે કરી કલમ 363,365,387,506(2)114 નાણા ધિરધાર અધિનિયમ મુજબ ગુન્હો દાખલ કરી અપહરણકર્તા ની આકરી પુછપરછ સાથે કાર્યવાહી હાથ ધરી હતી.
ગ્રામ્ય પંથકમાં કટલેરીની ફેરી કરી પેટીયુ રળતા પરિવારે સોનાના ધરેણા પર પાંચ ટકા વ્યાજે અઢી લાખના 1.80 લાખ ચુકવ્યા ‘તા:
અપહરણ ની ઘટના અંગે ભગવતપરા નિલમપાર્ક મા રહેતા રાકેશ ઉર્ફ નિતિન ના પિતા ધનાભાઇ રઘુભાઇ ચૌહાણે સીટી પોલીસ મા કરેલી ફરિયાદ મા જણાવ્યુ કે તે અને તેના પત્નિ ગામડા મા બંગડી કાચકા વેચી પરીવાર નુ ગુજરાન ચલાવે છે.પૈસા ની જરુર પડતા બે વર્ષ પહેલા પત્નિ ના સોના ના દાગીના ગીરવે રાખી બાવળા રહેતા મના ભોપા ભરવાડ પાસે થી પાંચ ટકા વ્યાજે રુ.અઢીલાખ લીધા હતા.ઉપરાંત બાવળા ના જ લાલાભાઇ ભરવાડ પાસે થી ચાલીસ હજાર વ્યાજે લીધા હતા.બાદ મા કટકે કટકે મના ભરવાડ ને રુ.1,80,000 ચુકવ્યા હતા.દરમિયાન બન્ને પાસે થી દાગીના પરત માંગતા બન્ને એ દાગીના ભુલી જા, બાકી નીકળતા પૈસા આપીજા નહીતર મારી નાખીશુ તેવી ધમકી આપી ઉઘરાણી શરુ કરી હતી.
આમ પઠાણી ઉઘરાણી બાદ ગત રાત્રે નંબર પ્લેટ વગર ની કાળા કલર ની સ્કોર્પીઓ મા આવી મારા ભત્રીજા ના ઘર પાસે ઉભેલા મારા પુત્ર રાકેશ નુ બાવડુ જાલી સ્કોર્પીઓ મા બેસાડી અપહરણ કરી ગયા હતા.ઘનાભાઇ એ પુત્ર ના અપહરણ ની જાણ થતા તુરંત ભગવતપરા મા રહેતા એડવોકેટ દિનેશભાઈ પાતર ને વાત કરતા દિનેશભાઈ પાતરે તુરંત સીટી પીઆઇ સાંગાડા ને બનાવ અંગે વાકેફ કરતા હરકત મા આવેલી પોલીસે તુરંત નાકાબંધી કરી સ્કોર્પીઓ આટકોટ તરફ ગયા ની બાતમી ના આધારે પીછો કરી વિછીયા પાસે થી અપહરણ કર્તાઓ ને દબોચી લીધા હતા.