સામાજિક પ્રસંગમાં વધતી જતી દેખાદેખીએ અનેક સામાન્ય પરિવારને બરબાદીના ખપ્પરમાં હોમ્યા છે. તેવામાં જામનગરના રામોલીયા પરિવારે દાખલો બેસાડ્યો છે. પ્રથમ તો આર્થિક રીતે ખુબ સધર આ પરિવાર દ્વારા હોટેલ, રેસ્ટોરન્ટને બદલે પ્રકૃતિની ગોદમાં પુત્રના લગ્નનું રિસેપ્શન રાખ્યું હતું. જામનગરના ઠેબા પાસે આવેલ બે ભાઈના ડુંગર તરીકે જાણીતી જગ્યામાં આ રિસેપ્શન યોજાયું હતું. આ પ્રસંગે થયેલ ચાંદલાની રકમ પરિવાર દ્વારા દાનમાં આપી દાખલો બેસાડ્યો છે. બીજી બાજુ વધતા જતા દેખાદેખીની દોડમાં આ પરિવારે પરિસ્થિતિ મુજબ પ્રસંગ ઉકેલવા નવો ચીલો ચિતર્યો છે.
ઠેબા ગામ નજીક બે ભાઈના ડુંગર તરીકે જગ્યા આવેલ છે. જ્યાં આજુ બાજુમાં 15 હજાર જેટલાં વૃક્ષોની હરિયાંળી છે. સાથે જ માં ખોડિયાર અને ભગવાન ભોળાનાથના ડુંગર પર બેસણા છે. આ પવિત્ર જગ્યામાં માવજીભાઈ રામોલીયા દ્વારા તેમના દીકરા નીરવ અને સીદ્ધિના લગ્નના શુભ પ્રસંગ નિમિત્તે જમળવારનું આયોજન કરાયું હતું. આ અવસરે લગભગ 800 જેટલાં લોકોએ હાજરી આપી હતી.
સવાલ: આ વિચાર ક્યાંથી આવ્યો અને કઈ રીતે અમલમાં મુક્યો?
જવાબ: માવજીભાઈ રામોલીયાએ કહ્યું કે તાજેતરા ખુબ લગ્ન યોજાયાં હોવાથી મારે લગ્નમાં જવાનું થયું હતુ. આ દરમ્યાન મેં જોયું કે જે રૂપિયાવાળા પરિજનો છે. તેમને ત્યાં ચાંદલાની વ્યવસ્થા નીકળી ગઈ છે. જયારે તેને અનુસરવા અમુક જરૂરિયાતવાળા પરિવારને પણ ચાંદલાનો રિવાજ કાઢવાનો વારો આવ્યો હતો. જે યોગ્ય નહિં! આર્થિક નબળા પરિવાર માટે ચાંદલાની રકમ ખુબ ટેકારૂપ થતો હોઈ છે. એટલે અમે વચ્ચેનો રસ્તો કાઢી ચાંદલો લઈ સ્તકાર્યમાં વાપરવાનો નિર્ણય કર્યો. જે વાતને વધાવી લેતા મારા પરિજનએ આ વિચારમાં સહમતી આપી હતી.
સવાલ: ચાંદલાની રકમ ક્યાં વાપરશો?
જવાબમાં તેઓએ કહ્યું કે એક તો બે ભાઈના ડુંગરની જગ્યા ખૂબ વિકસિત થઈ છે અને હજુ પણ વિકસી રહી છે. ત્યારે જામનગર જિલ્લા ન હોઈ તેવો ચબુતરો બનાવવા જઈ રહ્યા છે..જેમાં નાણાંની જરૂરિયાત ઉભી થાય છે. આથી તેમાં અને ઝુંપડાપટ્ટીના બાળકો ને ભણાવવામાં રૂપિયાનું દાન આપીશ.
સવાલ: વસ્તુ કે રોકડના રૂપમાં દાન આપશો?
જવાબ:માવજીભાઈએ વસ્તુ અને રોકડના રૂપમાં દાન આપવાનું જણાવ્યું હતુ. તેઓએ કહ્યું કે અમુક શંકા કુશાંકાને લઈ લોકો રોકડમાં દાન આપતાં નથી પરંતુ રોકડ પણ જરૂરી હોઈ છે. મજુરના પગાર આ બધું રોકડથી શક્ય બને છે એટલે હું રોકડ પણ દાન આપીશ અને ચબુતરો બનાવવામાં ટાઈલ્સની જરૂર હોવાથી 40 હજાર રૂપિયાની લાદી હું મારી જાતે જ ભરાવી આપીશ.
સવાલ:સમાજ ને શું સંદેશ આપો છો?
જવાબ: લોકોને બસ એટલું જ કહેવાનું કે જે આપડી જૂની પરંપરા અને રીતરિવાજો છે તેને બંધ કરવાને બદલે આ રીતે વચ્ચેના રસ્તા કાઢી પરંપરાને જીવિત રાખવી જોઈએ અને લૉક ઉપયોગી કાર્યો કરતા રહેવા જોઈએ.
સાગર સંઘાણી