બેંકના ખાતામાંથી અન્ય કોઈ વ્યકિત પૈસા ઉપાડી ગયો હોવાની ફરિયાદ: ૧૫ દિવસ થયા છતા પોલીસ અને બેંક અધિકારી દ્વારા કોઈ કાર્યવાહી નહી
માગરોળ ના નાદરખી ગામના એસ.બી.આઈ. શીલ બેન્ક ના ૨૩ કે તેથી વધુ વર્ષો જુના ખાતેદાર બેલીમ ઇસ્માઇલખાન મહમદખાન ઉર્ફે બોદુભાઇ નામના વ્યકિત ના પૈસા અન્ય એજ નામના બીજા વ્યકિત દ્રારા ઉપાડી ગયેલ હોય એ વીગત ગ્રામજનો અને બેન્ક મેનેજર શાહ તેમજ શીલ પોલીસ ને પણ જાણ છે પણ તંત્ર દ્રારા કોઈ ખાસ પગલા લેવામાં આવેલ નથી એવુ ઇસ્માઇલ ખાન મહમદખાન પાસેથી જાણવા મળીરહ્યુ છે
હાલ ઇસમાઇલ ખાન ને અતિ ભારે રૂપીયા ની જરુર હોય અને તે તે પૈસા ઉપાડવા શીલ એસ.બી.આઈ.બેન્ક મા ગયા હતા અને કેશીયર દ્વારા પૈસા પણ પણ આપવામાં આવ્યા હતા પરંતુ તેમને પરત બોલાવી ને પૈસા પરત લઈ લીધા હતા અને એવુ કહેવામા આવ્યું છે કે તમારા ખાતા મા પૈસા નથી ઈસ્માઈલ ખાને જણાવ્યું કે મે નોટ બંધી અને તેના પછી મે કૂલ રકમ (૬૦ હજાર)જમા કરાવેલ છે અને મારા ખાતાની છેલ્લી એન્ટ્રી તારીખ ૧૫/૦૭/૨૦૧૭ સુધી બતાવે છે
હાલ અનેક સવાલો ઉભા થયા છે કે એમના મારા ખાતા ના પૈસા બીજા વ્યક્તિ કઈ રીતના ઉપાડી શકે ઉપાડનાર વ્યક્તિ કે કઈ રીતના ઉપાડી લીધા કારણ કે ઇસમાઇલખાન જ્યારે પૈસા ઉપાડવા જાય છે ત્યારે એનૈ બે થી ત્રણ વાર સહી કરાવવામા આવેછે અને કહેવામા આવેછે કે તમારી સહી મેચ નથી થતિ તેમ તેના ઘણા પ્રયાસો બાદ તે સહી કરે છે ત્યારે એમને પણ ખબર પડે છે કે મારી સહી આ છે તો પોતે ખાતેદાર ને ખબર નથી કે મારી સહી આ છે તો બીજા વ્યક્તિ કઈ રીતના ઉપાડી શકે.
હાલ બેન્ક દ્વારા કોય પણ ભુલ સ્વીકાર વામા નથી આવતી તે ઓએ તા.૧૪/૦૭/૨૦૧૮ ના રોજ સિલ પોલીસ સ્ટેશન મા અરજી આપેલ છે તેમને અત્યારે સુધી કોય હકારાત્મક જવાબ કે કળક પગલા લીધેલ નથી અને એમની પત્ની ને હાલ કેન્સર ની પીડીત હોય અને બિમારી ના ઇલાજ માટે પૈસા ની જરૂર પડતા શીલ એસ.બી.આઈ.નો મા પૈસા ઉપાડ વા જાય છે અને તેની સામે આવી વિગતો આવે છે.