૧૫૦ વર્ષ જૂના ૧૦૦ કોરી, ૫૦ કોરી, ૨૫ કોરી તેમજ તાંબા–ચાંદીના સિકકાઓ; વર્ષો જૂનુ કાંડા ઘડિયાળ, બજાજ સુપર સહિતની પ્રાચીન વસ્તુઓનું એકત્રીકરણ
ક્ચ્છના રાજાશાહી ઇતિહાસમાં અનેક સિક્કાઓ,ચલણી નોટો અસ્તિત્વમાં આવી છે પરંતુ લોકશાહી શરૂ થતાં આ અવશેષો નામશેષ થવા લાગ્યા છે પરંતુ ભુજના એક સિનિયર સીટીઝન પાસે કચ્છના રાજાશાહી સમયના સિક્કાઓ તેમજ અતિ પુરાણી ચલણી નોટો,વસ્તુઓ સંગ્રહવામાં આવી છે.
રાજાશાહી સમયના કચ્છના ૧૫૦ વર્ષ જુના ૧૦૦ કોરી,૫૦ કોરી,૨૫ કોરી ,તેમજ તાંબા અને ચાંદીના સિક્કાઓ સિનિયર સીટીઝન કે.વી.ભાવસાર દ્વારા સંગ્રહવામાં આવ્યા છે.આ સાથે તેમણે ૧૫૦ વર્ષ જુના અસલ ટેક્નિકના ક્લિક કરેલા રામ વનવાસના અને કૃષ્ણ રાસલીલા ના ફોટાઓ સાચવી રાખ્યા છે.તેમજ ૫૪ વર્ષ જૂનું ઓટોમેટિક તારીખ બદલતું કાંડા ઘડિયાળ ,૩૪ વર્ષ જૂનું બજાજ સ્કૂટર સહિતની પ્રાચીન વસ્તુઓ તેમના દ્વારા સંગ્રહવામાં આવી છે.આજના આધુનિક યુગમાં લોકો ટેકનોલોજીને અપગ્રેડ કરી રહ્યા છે ત્યારે ભુજના સિનિયર સિટીઝન કે.વી.ભાવસારે પ્રાચીન વસ્તુઓ સંગ્રહી રાખી છે જે એક સરાહનીય બાબત કહી શકાય તેમ છે.