ઉમેદવારોની પસંદગીથી લઇ છેલ્લા દિવસ સુધી અમિતભાઇ શાહે મોરચો સંભાળ્યો: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ઝંઝાવાતી ચુંટણી પ્રચારથી કમળ સોળે કલાએ ખીલી ઉઠયું

વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની જોડીએ ફરી એકવાર ગુજરાતમાં રંગ રાખ્યો છે. મોદી-શાહના જોરે ગુજરાતમાં ભાજપ સાતમી વાર સત્તા પર આવવામાં સફળ થયું છે. આવતા વર્ષ યોજાનારી પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણી અને 2024માં યોજાનારી લોકસભા ચુંટણીનો રોડ મેપ ભાજપે તૈયાર કરી નાંખયો છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનું હોમ સ્ટેટ ગુજરાત હોવાના કારણે દેશભરની નજર ગુજરાત વિધાનસભાની ચુઁટણી પર ટકેલી હતી. ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયાથી જ અમિતભાઇ શાહે ગુજરાતનો મોરચો સંભાળી લીધો હતો. સતત ચાર દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં એક- એક બેઠક માટે ઉમેદવારોના નામની પેનલ બનાવવા માટે ઉડો રસ દાખવ્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં  પણ ઉમેદવારોના નામ ફાઇનલ કરવા માટે મોદી- શાહની જોડીએ મધરાત સુધ મથામણ કરી હતી.

ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ ગુજરાતમાં ભાજપનું ઘર સળગ્યું હતું. અસંતુષ્કોએ રિતસર બળવો પોકાયો હતો. ટિકીટ કંપાયેલા સિટીંગ ધારાસભ્યોએ ભાજપ સામે બળવો પોકાયો હતો અને ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે ફોર્મ ભર્યા હતા અસંતોષની આગને ઠારવા પણ શાહે સારી એવી કસરત કરવી પડી હતી. ચુંટણી પ્રચારનો હવાલો મોદીએ સંભાળી  લીધો હતો. ગુજરાતનો ગઢ ફતેહ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ઝંઝાવાતી ચુંટણી પ્રચાર કર્યા હતો. અનેક જાહેર સભાઓ, વિક્રમ જનક લીડ, રેલીઓ અને વેપારીઓ સાથે બેઠક યોજી હતી. બન્ને તબકકાના મતદાનમાં ચુંટણીના પ્રચાર પડઘમ શાંત થયો ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ગુજરાતમાં ચુંટણી પ્રચાર કર્યો હતો.

અમિતભાઇ શાહ પણ ચુંટણીમાં દોઢ માસથી ગુજરાતમાં ધામા નાંખ્યા હતા. તેઓએ પણ જાહેર સભા, રેલી, રોડ-શો અને કી વોટર સાથે મીટીંગો કરી હતી. ગુજરાતમાં જો રતિભાર પણ નુકશાની જાય તો ભાજપને પાલવે તેમ નથી તે વાત મોદી-શાહની જોડી સારી રીતે જાણતી હતી. ભારતીય રાજનીતીના ચાણકય ગણાતા આ બન્ને નેતાઓએ સાતેય કામો પડતા મુકી ગુજરાત પર પોતાનું ફોકસ કર્યુ હતું. જેનું શ્રેષ્ઠ પરિણામ ભાજપને ગુજરાતમાં મળ્યું છે.

છેલ્લા ર7 વર્ષથી ગુજરાતમાં સતત શાસન કરી રહેલું ભાજપ હવે રેકોર્ડ બ્રેક બેઠકો જીતી ગુજરાતમાં સાતમી વખત સત્તારૂઢ થવા તરફ આગળ વધી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.