ગુજરાતને ગ્રીન કોરીડોરથી આવરી લઇ ૨૦ હજાર મેગાવોટનો ‘રિનીવેબલ પાવર’ ઉભો કરાશે
હાલ ભારત દેશમાં જે આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે અને ડામાડોળ થઈ ગઈ છે તેનું એકમાત્ર કારણ એ છે કે પડતર પડેલા જે પ્રોજેકટો છે તે ફરી ધમધમતા કેમ કરવા તે સૌથી મોટો પ્રશ્ર્ન કેન્દ્ર સરકાર સામે ઉભો થયો છે. કાયદાની આંટીઘુંટી એટલા અંશે દેશનાં આર્થિક વિકાસને રુંધી રહી છે જેનાથી માત્ર કોઈ એક ક્ષેત્ર નહીં પરંતુ સમગ્ર દેશને તેની માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી દ્વારા ખાસ કરીને પડતર પડેલા પ્રોજેકટોને ફરી ધમધમતા કરવા માટે અનેકવિધ પગલાઓ હાથ ધરવામાં આવશે જેમાં ગુજરાતને ગ્રીન કોરિડોરથી આવરી લઈ ૨૦ હજાર મેગા વોટની રીનીવેબલ પાવર ઉભો કરાશે.
પ્રાપ્ત સુત્રોની માહિતી મુજબ પાવર સેવિંગ મુદ્દો દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે અત્યંત મદદપ સાબિત થશે તેવું લાગી રહ્યું છે જો એનર્જી ક્ષેત્રે ભારત ધ્યાન કેન્દ્રિત કરી રીનીવેબલ પાવરમાં પોતાનો સકંજો કસે તો તે અન્ય દેશોમાંથી ઉર્જાનો સ્ત્રોત મળવાપાત્ર હોય છે તે માત્ર ભારતમાંથી જ મળી શકશે અને દેશનું હુંડિયામણ પણ ખુબ જ મોટા પ્રમાણમાં બચી શકશે. વડાપ્રધાન મોદી દ્વારા ગ્રીન કોરીડોરમાં તામિલનાડુ, રાજસ્થાન, કર્ણાટકા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ તથા મધ્યપ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તકે ગ્રીન કોરીડોર પાસે ૧૯ હજાર એમવીએની ટ્રાન્સમિશન લાઈન અને સબ સ્ટેશન પણ ઉભા કરવા માટેની પરવાનગી કેન્દ્ર સરકાર દ્વારા મળી ગઈ છે જેના માટે વડાપ્રધાન મોદી તરફથી તેમનાં કેબિનેટ સેક્રેટરી રાજીવ ગોબાએ જમીન પ્રશ્ર્ને પડકારતી સમસ્યાનો ત્વરીત નિકાલ કરવા માટે તમામ ક્ષેત્રને તાકીદ કરી છે તથા જંગલ ખાતાને ફોરેસ્ટ કલીયરન્સ કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. હાલ જે ટ્રાન્ઝમિશન સબ સ્ટેશન લાઈન લાગુ કરવામાં આવી છે તે આગામી ૨૦૨૦ સુધીમાં બનાવવા માટેની પણ તાકીદ કરાઈ છે. દેશનાં ૮ જેટલા રાજયોને ઉર્જાથી તરબોળ કરવા માટે અનેકવિધ પ્રયત્નો પણ હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ખુબ જ મોટા પ્રમાણમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતનાં નિર્માણ માટે મહત્વકાંક્ષી પ્રોજેકટ થકી આવનારા ૨૦૨૦ સુધીમાં ૧૯ હજાર એમવીએ વિજળી ઉત્પાદન કરવાનું તથા ૨૦ હજાર મેગાવોટનો લક્ષ્ય સાધવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ભારતનાં મહત્વકાંક્ષી ગ્રીન કોરીડોર પ્રોજેકટનાં અમલીકરણ માટે દેશનાં અનેક રાજયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનાં કેબિનેટ સચિવ મારફતે ગ્રીન કોરીડોર માટે જમીન સંપાદન અને જંગલ ખાતાની મંજુરી સહિતનાં મુદાઓને વહેલાસર ઉકેલવા માટે ખાસ સત્તા સાથે નિયુકિત પણ આપવામાં આવી છે. તેઓનું માનવું છું કે, ગ્રીન કોરીડોર પ્રોજેકટ જલ્દીથી પાર પાડવામાં આવે. સરકારનાં ૪ વર્ષ જુના ગ્રીન કોરીડોર પ્રોજેકટ થકી ૧૯,૦૦૦ મેગાવોટ ઉર્જા માટે આંતર રાજય વીજ પરીવહન વ્યવસ્થાથી ૮ રાજયોને આવરી લેવામાં આવશે. ૧૦ હજાર કરોડથી પણ વધુનાં પરીયોજના અને વિજળી પરીવહન વ્યવસ્થા થકી અનેકવિધ સવલતો ઉભી કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રોજેકટનાં અમલીકરણ માટે સમીક્ષા બેઠકમાં ભૂમિ સંપાદન, વન અને પર્યાવરણની મંજુરીઓ તથા આગળની પ્રક્રિયાઓ જલ્દીથી પુરી કરી પરીયોજનાને તાત્કાલિક ધોરણે આગળ વધારવા માટે રાજય સરકારને મંજુરીની પ્રક્રિયા પુરી કરવા માટે વિશેષ સતા આપી વ્યવસ્થા ઉભી કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે. સરકારી ધોરણે આ પરીયોજના પુરી કરવાનો અંતિમ સમય માર્ચ ૨૦૨૦ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ તેમનાં કેબિનેટ સેક્રેટરીને આગામી ૧૦ દિવસમાં જ ભૂમિ સંપાદન સહિતની કામગીરી પુરી કરવા માટે તાકીદ કરી છે. સૌરઉર્જા તથા પવનઉર્જા પ્રોજેકટો માટે કામ કરતી વિજ કંપનીઓ નવા પ્રોજેકટો માટે ખાસ કરીને ભૂમિ સંપાદનની પ્રક્રિયામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કર્ણાટક અને આંધ્રપ્રદેશ સરકારની પ્રશંસા કરીને ઝડપથી બંને રાજયોમાં પાવર પ્રોજેકટો માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેવી જ રીતે અન્ય રાજયો પણ મંજુરીની પ્રક્રિયાઓમાં ઝડપ કરી ચાલુ વર્ષનાં અંત સુધીમાં આ પ્રોજેકટોને આગળ ધપાવવા મંત્રાલયે વડાપ્રધાન મોદીને ખાતરી પણ આપી છે અને જણાવ્યું છે કે, તમામ પરીયોજનાઓ નિર્ધારીત સમયગાળામાં પુરી થઈ જશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રાલયે તમામ મંજુરીઓ અને પ્રોજેકટને લગતી બાબતોને બહાલી આપી હોવાનું જણાવ્યું છે.