બદ્વીનાથનું સૌંદર્ય ખીલી ઉઠે અને યાત્રાળુઓને સારી સુવિધા મળી રહે તે માટે રૂ.૪૦૦ કરોડનો ખર્ચ કરાશે
બદ્રી, કેદાર, ગંગોત્રી અને યમનોત્રી એટલે ચારધામ યાત્રા હિન્દુઓ માટે મોક્ષ મેળવવા માટે કરવામાં આવી હોય છે ત્યારે હિન્દુઓના આસ્થાના પ્રતિક સમાન બદ્રીનાથના સૌદર્ય વધારી યાત્રાળુઓને સારી સુવિધા અને સગવડ મળી રહે તે માટે હિન્દુત્વને મહત્વ આપતી મોદી સરકાર દ્વારા રૂા.૪૨૪ કરોડનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે.
ભાજપ સરકાર દ્વારા આ પહેલાં કેદાનનાથના માર્ગ પર ઓમ નમ શિવાયની ધૂન સતત ચાલુ રહે તેવી વ્યવસ્થા સાથે કઠીન માર્ગને સરળ બનાવ્યો છે. જેના કારણે અશકત યાત્રાળુઓ પણ પુરા આસ્થા સાથે કેદારનાથની યાત્રા કરી શકે તેવો માસ્ટર પ્લાન બનાવ્યા બાદ કૈલાશ માનસરોવ યાત્રાને પણ ઝડપી અને સર્ળ બનાવવા માટે ૮૦ કીમી માર્ગ બનાવી યાત્રાળુ પોતાના વાહન દ્વારા કૈલાશ માનસરોવર યાત્રાની સફર કરી શકે તે માટે કરોડોનો ખર્ચ કર્યો છે.
કૈલાશ માનસરોવર અને કેદારનાથ યાત્રીકોની સુવિધા વધાર્યા બાદ હિન્દુત્વમાં માનનાર સરકાર દ્વારા બદ્રીનાથ માટે વિકાસ કરવાનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. ઉતરાખંડમાં હિમાલયની પર્વત માળામાં આવેલા બદ્રીનાથ કે જ્યાં ભગવાન વિષ્ણુનો દ્વારા તપ કરવામાં આવ્યાનું હિન્દુ ધર્મગ્રંથમાં ઉલેખ છે તે બદ્રીનાથની સુંદરતા વધારવા માટે રૂા.૪૨૪ કરોડનો માસ્ટર પ્લાન ઉતરાંચલ સરકાર દ્વારા વડા પ્રધાન સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. જેને મોદી સરકાર દ્વારા સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે.
કેદારનાથ યાત્રાળુઓ માટે માર્ગ સરળ બની રહે તે માટે ચાલતા પ્રોજેકટનું વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જાત નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. અને તમામ કામગીરી તેમની નજર હેઠળ ચાલી રહી છે ત્યારે બદ્રીનાથ માટે પણ રૂા.૪૨૪ કરોડનો માસ્ટર પ્લાન બનાવી બદ્રીનાથ મંદિર નજીક શૈષનેત્ર, બદ્રી તળાવ અને બીજા મંદિરો નજીકના વિસ્તારોનો વિકાર કરી સુશોભન કરવામાં આવશે તેમજ આજુબાજુના તળાવની સુંદતામાં વધારો થશે તેમજ મંદિર તરફ જતા રસ્તા પહોળા કરી યાત્રાળુઓના વાહન પાર્કીંગની સુવિધા સાથે નદીની પવિત્રતા જાળવવા સહિતની બાબતો ધ્યાને લેવામાં આવી છે. સૌદર્ય વધારી હિન્દુઓ માટે વધુ એક આવકાર્ય પગલુ ભર્યુ છે.
હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન બંદ્ર, કેદાર, ગંગોત્રી અને યમનોત્રીના યાત્રાળુઓને ધ્યાને લઇને વિકાસના કામ ત્રણ તબક્કામાં કરવામાં આવનાર હોવાનું ઉતરાખંડના ચમોલી જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.
બદ્રીનાથ ખાતે થનાર વિકાસના કાર્ય નવેમ્બર માસમાં જ થનાર હોવાનું ચમોલી જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે.