વડાપ્રધાનના નેતૃત્વ, વ્યક્તિત્વ અને રાષ્ટ્રભાવનાથી ભારત વિશ્વમાં માનવંતું બન્યું છે: પુર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ
મોદી સરકારના નવ વર્ષ શાસનની ફળશ્રુતિ અને વિશ્વના સૌથી મોટા લોકતંત્રને આર્થિક મહાસત્તા બનવાના પ્રકલ્પને પૂરો કરવાના દિશામાં કેવી કામગીરી થઈ રહી છે? કયા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી, અને આગળની રણનીતિ અને આયોજનો કેવા હશે? તે અંગે અબ તકના લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં આજે પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે આ અંગે વિસ્તૃત સાથે ચર્ચા કરી હતી
પ્રશ્ન: મોદી સરકારના નવ વર્ષની સફર અંગે તમે શું કહેશો?
ગોવિંદભાઈ પટેલ: નવનો આંક પૂર્ણાંક છે, અને નવ વર્ષનો પૂર્ણાંક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સફળતાથી પૂર્ણ કરીને દેશને એક નવી દિશા આપી છે, ધરતી પર કલ્યાણ માટે સમયાંતરે મહાપુરુષો અવતરતા હોય છે ત્યારે ભારત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક યુગપુરુષ તરીકે દેશને એકો નવી દિશા આપી રહ્યા છે ,નરેન્દ્ર મોદી એક અલગ વિભૂતિ અને શક્તિ ધરાવે છે એક પણ દિવસ વિધાનસભાના સભ્ય બન્યા વગર સીધા જ મુખ્યમંત્રી પદ સંભાળીને 14 વર્ષ સુધી ગુજરાતને જે નેતૃત્વ આપ્યું હતું એ જ રીતે લોકસભાના એક પણ દિવસ સાંસદ રહ્યા વગર સિદ્ધા પ્રધાનમંત્રી બને. નવવર્ષના ગાળામાં ભારતને વિશ્વ ગુરુની દિશામાં લઈ જઈ શકે અરે વિશ્વના મહાપુરુષોની ગણતરીમાં મોખરે રહે તેવું વ્યક્તિત્વ ઊભું કરીને ત્યારે એવું સ્પષ્ટ લાગે છે કે આપણને ગુજરાત માંથી ભારતને એક દિવ્ય પુરુષ મળ્યા છે મારી દ્રષ્ટિએ નવ વર્ષના શાસનમાં તેમણે નવ ગુણ સિદ્ધ કર્યા છે
અતિ સ્વચ્છ વિચાર, કઠોર જીવન વ્યાપક વાંચન સર્વ ગુણ ગ્રહણ આફતને અવસરમાં પલટવાની ક્ષમતા તીવ્ર વિરોધ વચ્ચે અડીખમ ઊભા રહેવાની ક્ષમતા, હંમેશા ઋણ ચૂકવવા ની તત્પરતા, છેવાડાના માનવી સુધી નજર, સ્થિતિ પ્રજ્ઞતા અને નિષ્કામ સેવા દ્રષ્ટિ જેવા ગુણોના માલિક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ માત્ર ભારતીય જ નહીં સમગ્ર વિશ્વને પ્રભાવિત કર્યું છે. દુનિયા આખી ની નજર રહે છે કે નરેન્દ્ર મોદી શું બોલે છે શું કરે છે તે જ તેમની ઉપલબ્ધિ છે.
પ્રશ્ન: મોદી મંત્ર વન એટલે કે આર્થિક સધ્ધરતા અને મોદી મંત્ર ટુ એટલે કે આંતકવાદનો ખાતમો કરી આંતકવાદ મુક્ત ભારતની રચના કરવી આ અંગે શું કહેવું છે?
ગોવિંદભાઈ પટેલ: સૌપ્રથમ જ્યારે નરેન્દ્રભાઈ મોદી સત્તામાં આવ્યા ત્યારે દેશની હાલત આર્થિક રીતે ખૂબ કથળી ગઈ હતી, અર્થતંત્રની ગાડી પાટા પરથી ખડી ગઈ હતી, આર્થિક સ્થિતિ અને પાટે ચલાવવી મોટો પડકાર હતો કોરોના મહામારી માં કપરો કાળ આવ્યો, મોટા મોટા દેશો હાફી ગયા હતા. વિશ્વમાં આર્થિક કટોકટી ઊભી થઈ હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જરા પણ વિચલિત થયા વગર 145 કરોડ લોકોને વિનામૂલ્ય રસી આપી બે વર્ષ સુધી મફત રાસન કીટ આપી જે વિશ્વની દ્રષ્ટિએ ખૂબ જ સફળ કાર્ય ગણાયું સાથે સાથે ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય પણ આગળ વધારે રહ્યું છે અને દેશને સાત ટ્રિલિયન ડોલર સુધી નો અર્થતંત્ર આપવા માટે ની દિશા દેખાઈ રહી છે બીજો મુદ્દો આંતકવાદનો શરૂઆતથી તેમણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે આંતકવાદ સામે આખરી કાર્યવાહી કરી અને વડાપ્રધાન બન્યા ત્યારથી જ ભારતમાં તો આંતકવાદી સામે કડક કાર્યવાહી કરી પરંતુ આંતકવાદ મુદ્દે ભારત સાથે સમગ્ર વિશ્વને જોડવામાં સફળતા મેળવી અને તેમણે સમગ્ર વિશ્વને આંતકવાદ મુક્ત હોવાનો વિચાર આપ્યો .અને જે લોકો આંતકવાદને સમર્થન આપે છે તેમને ખુલ્લા પડ્યા તેના કારણે પાકિસ્તાનની હાલત કફોડી થઈ ગઈ છે તે તેમની સફળતા ગણાય.
પ્રશ્ન: અગાઉ નોટબંધી અને હવે નોટ બદલી અંગે તમારું શું કહેવાનું છે?
ગોવિંદભાઈ પટેલ; મને લાગે છે કે અર્થતંત્રમાં ફરતું બે નંબરનું નાણું ઓછું નહીં થાય ત્યાં સુધી આપણું અર્થતંત્ર સ્થિર નહીં બની શકે .અને આ માટે પહેલા નોટ બંધી કરી અને આ વખતે નોટ બદલી નો નિર્ણય લીધો તેનાથી જેની પાસે કાયદેસરના કરપાત્ર પૈસા છે તે બદલી શકશે અને જેની પાસે કાળા નાણા છે તે સંકટમાં આવશે પરંતુ નોટબંધીથી લઈ નોટ બદલી સુધીના સમયગાળામાં અર્થતંત્ર જે રીતે સધ્ધર બન્યું છે. તે જોતા નોટબંધી પછી નોટ બદલીનો નિર્ણય મને યોગ્ય લાગે છે
પ્રશ્ન: દેશના અર્થતંત્ર માટે બાંધકામ ઉદ્યોગ મહત્વનો છે શું નોટ બદલીથી બાંધકામ ઉદ્યોગને અસર થશે? તમારું શું માનવું છે?
ગોવિંદભાઈ પટેલ: છેલ્લા છ આઠ મહિનાથી 2000 ની નોટ ધીરે ધીરે વપરાશમાં ઓછી થતી જતી હતી .બેંકો નવી નોટો આપતી ન હતી એનો મતલબ એકે સરકારે અગાઉથી જ આયોજન કરી રાખ્યું હતું કે ₹2,000 ની નોટ પરત ખેંચી લેવી, મોટાભાગની નોટો બધી ખેંચાઈ હવે જે થોડી ઘણી નોટો બાકી હશે તેને બદલી દેવાશે, હા જેની પાસે બે નંબરના પૈસા હશે તેને પ્રોબ્લેમ રહેશે…
પ્રશ્ન: મોદી સરકારની ખરા અર્થમાં વિચારધારા શું?
ગોવિંદભાઈ પટેલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા રાષ્ટ્રભાવનાને સમર્પિત છે, આ દેશને દુનિયાના વિકસિત દેશો સાથે સરખામણી નહીં પરંતુ દુનિયાના વિકસિત દેશોની હરોળમાં લઈ જઈ વિશ્વના સંકક્ષ મૂકવાની જે દ્વિધદ્રષ્ટિ અને આવનાર 25 વર્ષમાં ભારતને કઈ દિશામાં લઈ જવું એનો આજથી જ સ્પષ્ટ વિચાર, 25 વર્ષ પછીનું ભારત કેવું હોવું જોઈએ ?તેનું આયોજન આજથી થાય છે અને દેશને આગામી એક સદીનું ભવિષ્ય આપ્યું છે. મને લાગે છે કે આવનાર 100 વર્ષના ઇતિહાસમાં ભારત વિશ્વમાં નંબર વન હશે..
પ્રશ્ન: વિપક્ષોનો આક્ષેપ છે કે મોદી સરકાર ભગવા કરણ ની રાજનીતિ કરે છે ,વિપક્ષોને ભગવો કલર કેમ ખટકે છે?
ગોવિંદભાઈ પટેલ: ખરેખર વિપક્ષને ભગવો રંગ નથી ખટકતો. વિપક્ષોને ખટકે છે નરેન્દ્ર મોદી એમને એવું લાગે છે કે દેશમાં હવે રાષ્ટ્રીય કક્ષાની પાર્ટી માં જોવા જઈએ તો કોંગ્રેસ પણ સીમિત થતું જાય છે. બાકીની તમામ પાર્ટીઓ પ્રાદેશિક બનીને રહી ગઈ છે .પરિવાર વાત ના કારણે અનેક પાર્ટીઓનું પોતાનું જ અસ્તિત્વ જોખમમાં લાગે છે. અને ડર છે કે જો નરેન્દ્ર મોદી આમને આમ આગળ વધશે તો અસ્તિત્વ જોખમાઈ જશે .આ અસ્તિત્વ ટકાવવા માટે નરેન્દ્ર મોદી સામે કોઈપણ મુદ્દે આક્ષેપો કરીને નરેન્દ્રભાઈ મોદીને નબળા પાડવાના પ્રયાસો થાય છે અને અલગ અલગ વિચારધારા વાળા પણ નરેન્દ્રભાઈ મોદીના વિરોધમાં એક થઈ જાય છે.
પ્રશ્ન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષના શાસન ની સફળતાની ચાવી શું છે?
ગોવિંદભાઈ પટેલ: નરેન્દ્ર ભાઈ મોદીની સફળતાની ચાવી મા તેમનું વિશેષ વાંચન વિશ્વભરની રાજનીતિ સામાજિક અને આર્થિક ગતિવિધિઓ પર સતત અભ્યાસ સાથેની નજર તે કોઈપણ વિષયમાં બોલવા ઉભા થાય તો તેમના ભાષણમાં ઊંડાણપૂર્વકનો અધ્યયન હોય. ભવિષ્યનું આયોજન શું છે ?તેની સ્પષ્ટ વાત કરેલી કલ્પના અક્ષર સાચી કરવાની આવડત તે પછી શિં ક્ષેત્ર હોય આંતરમાળખાકીય સુવિધા હોય સંરક્ષણ હોય તે આર્થિક વિકાસ હોય ખેતી હોય કે વેપાર હોય દરેક ક્ષેત્રમાં તેમની સ્પષ્ટ નીતિ અને આયોજન હોય છે અને તેમાં વિશ્વ કક્ષાનું ભારતીય યોગદાન દેખાય છે આજ તેમની સફળતાની ચાવી છે
પ્રશ્ન: નરેન્દ્ર મોદીના નવ વર્ષના શાસન દરમિયાન ની કુટનીતિની વૈશ્વિક અસર શું જોવા મળે છે ?તેમની રાજકીય કુટનીતિ વૈશ્વિક સ્તરે શું રંગ લાવી છે? તેમણે કેવી કુટનીતિ વાપરી છે?
ગોવિંદભાઈ પટેલ: વડાપ્રધાનમાં એક ખૂબી છે કે તે વ્યક્તિને ઓળખે છે કઈ વ્યક્તિમાં શું આવડત છે અને તેની પાસેથી કેવું કામ લઇ શકાય તે સારી રીતે જાણે છે તે યોગ્ય વ્યક્તિઓ સુધી શોધી શોધીને તેનો ઉપયોગ રાષ્ટ્રના વિકાસમાં કેમ કરાય? તે જાણે છે, એક વખતના વિદેશ સચિવ અત્યારે એક સારા વિદેશ મંત્રી તરીકે કામ કરે છે, એ વડાપ્રધાનની ખાસિયત છે કે તે માણસની ક્ષમતા પારખે છે ,
વિશ્વકક્ષાના જાણકાર માણસ નો રાષ્ટ્ર સેવામાં કેવી રીતે ઉપયોગ કરી શકાય? તે જાણે છે આજે તેમની દ્રષ્ટિ ના કારણે ભારત વિશ્વમાં અનેક ક્ષેત્રોમાં સફળ બની રહ્યું છે
પ્રશ્ન: ચાઇના અને અમેરિકાના અગાઉના સંબંધો અને અત્યારના સંબંધો અંગે તમારું શું કહેવું છે?
ગોવિંદભાઈ પટેલ: નરેન્દ્ર મોદી વિશે વાત કરીએ તો તેમણે દુનિયાના કોઈ દેશોની મહાસત્તાકે સરકારોને કોઈપણ કાર્યમાં ક્યારેય રોકવાનું કામ કર્યું નથી. રશિયા સાથે ક્રૂડના વેપારમાં મિત્ર દેશોનો વિરોધ થયો હતો નરેન્દ્રભાઈ મોદીએ તરત જ કહી દીધું કે ભાઈ તે અમારો અંગત મામલો છે અમારે કોની સાથે વ્યવહાર કરવો ન કરવો તે અમારો અધિકાર છે તેમાં બહારના દેશોને દખલગીરી ન દેવાય એટલે વિશ્વકક્ષાએ અમેરિકા જેવા અમેરિકા ને કહી દેવાની જો કોઈ હિંમત કરી હોય તો તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરી છે. ક્રૂડના બિઝનેસમાં આપણે હવે આયાત કરીને નિકાસ પણ કરીએ છીએ પહેલા એવું થતું ન હતું આજ તેમની કુટુંબનીતિ ની સફળતા છે
પ્રશ્ન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સતત 18 કલાક કામ કરવાની ક્ષમતા ને તમે કેવી રીતે જુઓ છો?
ગોવિંદભાઈ પટેલ: વડાપ્રધાનની કામ કરવાની પદ્ધતિ અદભુત છે તે સવારે વહેલા ઊઠીને એક કલાક યોગ કરે છે અને આથી જ તે દેશ અને દુનિયાને યોગ કરવાનું કહી શકે. તેમણે આ જ રીતે બાજરા સહિતના ધાન ખાવાની દુનિયાને દ્રષ્ટિ આપી, મહત્વ સમજાવ્યું, તેમની કાર્યક્ષમતા અદભુત છે અને તે ધારે તે કરી શકે છે ,એટલું જ હું કહું,
પ્રશ્ન: 2024 ના ભાજપના વિઝન અંગે તમારું શું કહેવાનું છે
ગોવિંદભાઈ પટેલ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દેશની જનતા આજે જે સ્વરૂપે જોઈ રહી છે જે રીતે તેમને મૂલવે છે જે રીતે દેશની આર્થિક અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરતી જાય છે કોઈ કલ્પના પણ ન હતી કરી કે 370 કલમ નીકળી જશે. અને અગાઉ ભય ફેલાવતો હતો કે જો આ કલમ દૂર થશે તો દેશમાં લોહીની નદીઓ વહેચે લોહીનું એક પણ ટીપું વહ્યું નહીં અને કાશ્મીરને સક્ષમતા આપવામાં આવી કાશ્મીરમાં ગરીબી હતી ત્યાં આજે હજારોની આવક ઊભી થઈ છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ નું સપનું પૂરું થયુ. 71 માં જંગસંઘના નેતાઓએ એક સપનું જોયું હતું અને કહેતા હતા ગમે તેટલા બલિદાનો આપવા પડે પણ કાશ્મીર આપણું છે તેમણે રામરાજ અને આર્થિક વિકાસની કલ્પના કરી હતી તે આજે સાકાર થઈ છે, 2024 ની ચૂંટણીમાં ભાજપને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરેલા કાર્ય કામ આવશે
પ્રશ્ન: ઇન્દિરા ગાંધી ના અવસાન પછી દેશમાં ઊભા થયેલા કોંગ્રેસ તરફથી જુવારમાં 400 પ્લસ બેઠક મળી હતી, ત્યારે આ વખતે તમે કેવો જુવાર જોઈ રહ્યા છો, એવા કયા મુદ્દા હશે જેને લઈને ભાજપ 400 પ્લસ બેઠકો મેળવવાનું સપનું પૂરું કરી શકશે?
ગોવિંદભાઈ પટેલ: નંબર વન નરેન્દ્રભાઈ મોદી અને તેમના સાથીદાર અમિતભાઈ શાહ એ આઝાદી વખતે જેવી રીતે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની જોડીએ જે ભૂમિકા ભજવી હતી તે આઝાદી પછી અત્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ ની જોડી જે રીતે દેશની સેવા કરી રહી છે તે સમગ્ર દેશની જનતા સારી રીતે જાણે છે, વિપક્ષમાં અત્યારે અસ્તિત્વની લડાઈ ચાલી છે કોઈ ઉમેદવાર ન મળે તેવી સ્થિતિ ઊભી છે આ સ્થિતિમાં મજબૂત સરકાર માટે લોકો ની ઈચ્છા હોય ત્યારે ભાજપ અને નરેન્દ્ર મોદી સિવાય કોઈ વિકલ્પ જ નથી
પ્રશ્ન: વિપક્ષો એક થઈ રહ્યા છે.. ભાજપ સામે તે કેવી રીતે રસ્તો કાઢી શકશે તમને શું લાગે છે?
ગોવિંદભાઈ પટેલ: મેં અગાઉ કહ્યું છે કે વિપક્ષોનું અસ્તિત્વ અત્યારે જોખમમાં છે. આ પરિસ્થિતિ જાણી ગયા છે એટલે અલગ અલગ વિચારધારા વાળા લોકો એક થયા છે નરેન્દ્ર ભાઈ મોદીસામે વિપક્ષો અત્યારે અસ્તિત્વ ટકાવવા મહેનત કરે છે
પ્રશ્ન: એવી વાત સંભળાય છે કે અડધો અલગ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારો જ ઊભા નહીં રાખે તો, ગુજરાતની શું સ્થિતિ થશે?
ગોવિંદભાઈ પટેલ: એ તો સમય અને સંજોગો પર આધાર છે. પ્રશ્ન ભાજપના નવ વર્ષના શાસનમાં ગુજરાત માટે તો મોસાળે જમણને મા પીરસનાર જેવી સ્થિતિમાં ગુજરાતના લાભો બતાવશો? ગોવિંદભાઈ પટેલ; સાચી વાત છે ગુજરાત માટે અત્યારે મોસાળે જમણ અને મા પીરસનાર જેવી સ્થિતિ છે કેન્દ્ર સરકારે ગુજરાતની ખૂબ જ લાભ આપ્યા છે રાજકોટની જ વાત કરીએ તો એરપોર્ટ એમ્સ અને બાકીની તમામ સુવિધાઓ નરેન્દ્ર ભાઈ મોદી ની દેણ ગણાય દરિયાકાંઠાનો આખો કોરિડોર ભાવનગર થી જામનગર સુધીની પટ્ટી સહિત આખી દરિયાઈ પટ્ટીને સુરક્ષિત બનાવવાનું કાર્ય થયું ગુજરાતને ખરેખર નવ વર્ષમાં ખૂબ જ મળ્યું અને હજુ મળતું રહેશે
પ્રશ્ન: ગુજરાતની ડબલ એન્જિન સરકાર વિશે થોડી માહિતી આપશો? ડબલ એન્જિન સરકાર 2024 ની ચૂંટણીમાં મોદીને કેવી રીતે મદદરૂપ થશે?
ગોવિંદભાઈ પટેલ: ગુજરાત સરકાર કોઈ રજૂઆત કરે અને કેન્દ્ર સરકાર તુરંત જ તેને મંજૂરી આપે. એવો વ્યવહાર ગુજરાત સાથે કેન્દ્ર સરકારનો રહ્યો છે અને ગુજરાતનો વિકાસ બેવડી તાકાતથી થાય છે ગુજરાતની ડબલ એન્જિન સરકાર વિકાસની દ્રષ્ટિએ ખરેખર કારગત છે અને તે 2024 ની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના સપનાને પૂરું કરવા અસરકારક યોગદાન આપશે તેમાં બે મત નથી
પ્રશ્ન: ગુજરાતમાં બેકારી અને મોંઘવારીનો મુદ્દો લોકોની નારાજગી નો વિષય બન્યો છે તે તમારે શું કહેવું છે?
ગોવિંદભાઈ પટેલ: નાના મોટા ઉદ્યોગોમાં બેરોજગારી અને બેકારીનો પ્રશ્નો ઊભા થયા હશે પરંતુ તેની સામે વિકાસની એટલી પુલ તકો રહેલી છે કે પૂરક રોજગારી નો મોટો વિકલ્પ ઊભો થયો છે
પ્રશ્ન: મન કી બાત અંગે તમારું શું કહેવાનું છે?
ગોવિંદભાઈ પટેલ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત દેશના સમાજ જીવન ઉપર ખૂબ જ અસરકારક સાબિત થઈ છે તમે કલ્પના કરો કે દેશના ખૂણે ખૂણે એવા લોકો કે જે પોતાના પગ ઉપર સ્વાવલંબી થવા માટે સંઘર્ષ કરતા હોય તેવા લોકોને યોગ્ય માર્ગદર્શન આપવાનું કામ મન કી બાતે કર્યું છે મન કી બાત થી આખો દેશ એક થયો છે અને વિકાસમાં સાથે ચાલવા સક્ષમ બન્યો છે તેનાથી સામાજિક જાગૃતિ અને દેશભાવના ઊભી થઈ છે
પ્રશ્ન: બહેનો માટેની ઉજ્જવલ યોજનામાં 8,000 કરોડ રૂપિયાની જોગવાઈ અંગે તમારું શું કહેવાનું છે?
ગોવિંદભાઈ પટેલ: સરકારી બીપીએલ યોજના ના માધ્યમથી જવાના લોકોને લાભ આપી દીધા છે હજુ પણ આ યોજના શરૂ રહેશે અને આ યોજના દેશ માટે ઉન્નતી નું કારણ બનશે કારણ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાજપ સરકારના નવ વર્ષ દેશની આગામી એક સદીના વિકાસની નવી દિશા નક્કી કરવા માટે મહત્વની બની છે