ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં દરરોજ ૫૦ થી વધુ લાખેણા ઈનામોની થશે વણઝાર: કલબનાં બહેનો માટે દસ દિવસનાં રાસોત્સવ માટે  સીઝન પાસ

સરગમ લેડીઝ કલબ દ્વારા ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં બહેનો માટેના ગોપી રાસોત્સવની તૈયારીઓ શ‚ થઈ ગઈ છે. સરગમ કલબ દ્વારા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બાળકો માટે કનૈયાનંદ રાસોત્સવ અને ફકત બહેનો માટે સરગમી ગોપીરાસોત્સવનું નવરાત્રિમાં આયોજન કરાઈ છે. આ વર્ષે પણ તા.૨૧ થી તા.૩૦ સુધી રાસોત્સવનું આયોજન કરાયું છે. ખેલૈયાઓ નિશ્ર્ચિત બનીને રાસ રમી શકે અને માની આરાધના કરી શકે તે રીતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.ખેલૈયાઓને રમવા માટે તકલીફ ન પડે તે માટે ગ્રાઉન્ડને સમથર કરવા તેમજ દર્શકો માટે સુંદર બેઠક વ્યવસ્થા તથા ઓરર્કેસ્ટ્રાનું વિશાળ સ્ટેજની કામગીરી ચાલુ થઈ ગઈ છે. ગોપીરાસોત્સવ માટે અમોને ખાસ કરીને બોન્ટોન હોલિડેઝ (પીયુષભાઈ પારેખ-દુબઈ)નો સહયોગ મળી રહ્યો છે.ગોપી રાસોત્સવમાં મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરર્કેસ્ટ્રા અને અંબિકા સાઉન્ડ એન્ડ ડી.જે.સિસ્ટમ (હિંમાશુભાઈ બાવળા)ના સથવારે ગાયક કલાકારો મુખ્તાર શાહ (અમદાવાદ), હેમંત પંડયા (પુના), નિલેશ પંડયા (રાજકોટ), કાજલ કથ્રેચા (રાજકોટ) ધૂમ મચાવશે. જયારે પરમાર કિશોર મંડપ (વિજયભાઈ પરમાર અને મધુભાઈ પરમાર) તેમજ મહેતા લાઈટિંગવાળા પરાગભાઈ મહેતા ડી.એચ.કોલેજના સમગ્ર ગ્રાઉન્ડને અનોખો શણગાર કરશે. સમગ્ર નવરાત્રિ દરમિયાન સ્નેપ સ્ટુડિયો (કિરીટભાઈ માણેક) ફોટો અને વિડિયોગ્રાફી કરશે.આ ગોપીરાસમાં ભાગ લેવા ઈચ્છતી સરગમ પરિવારની બહેનોને ટોકનદરે દસ દિવસનો સિઝન પાસ આપવામાં આવશે. જયારે અન્ય બહેનો  દસ દિવસનાં સીઝન પાસ આપવામાં આવશે. આ ગોપીરાસોત્સવમાં ઉંમર વર્ષ ૧૫ થી ઉપરના રાજકોટના કોઈપણ બહેનો ભાગ લઈ શકે છે. આ નવરાત્રિ દરમિયાન દરરોજ ૫૦ થી વધુ લાખેણા ઈનામો આપવામાં આવશે. ફોર્મ મેળવવા માટે સરગમ કલમ (ડો.યાજ્ઞીક રોડ, કોઈન્સ કોર્નર, ત્રીજે માળે), સરગમ હેલ્થ કેર સેન્ટર (જાગનાથ મંદિર ચોક, ડો.યાજ્ઞીક રોડ, સરગમ ભવન (જામટાવર રોડ, ધરમ સિનેમા પાસે), સરગમ લેડીઝ લાયબ્રેરી (એવરેસ્ટ બિલ્ડીંગ, શાસ્ત્રી મેદાન સામે), સરગમ ચિલ્ડ્રન લાયબ્રેરી (મહિલા કોલેજ ચોક, પોલીસ ચોકી ઉપર), સરગમ લેડીઝ લાયબ્રેરી (આમ્રપાલી સિનેમા પાસે, પોલીસ ચોકી ઉપર), અનિલ જ્ઞાન મંદિર સ્કૂલ (બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ)નો સંપર્ક કરવો. આ કાર્યક્રમ અંતર્ગત કર્ણાટકના રાજયપાલ વજુભાઈવાળા તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીનું માર્ગદર્શન મળી રહ્યું છે.નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, અરવિંદભાઈ દોમડિયા, ખોડીદાસભાઈ પટેલ, સ્મીતભાઈ પટેલ, ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, રમેશભાઈ અકબરી, રાજભા ગોહેલ, યોગેશભાઈ પુજારા, કૌશિકભાઈ વ્યાસ, ઘનશ્યામભાઈ પરસાણા, રાજેન્દ્રભાઈ શેઠ વિગેરેની ટીમ કામે લાગી ગઈ છે. બહેનો માટે યોજાઈ રહેલા આ ગોપી રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ લેડીઝ કલબના ડો.ચંદાબેન શાહ, ઉષાબેન પટેલ, નિલુબેન મહેતાની ત્રિપુટી ઉપરાંત અન્ય હોદેદારો જશુમતિબેન વસાણી, સુધાબેન ભાયા, ભાવનાબેન માવાણી, મધુરિકાબેન જાડેજા, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન ધનેશા તેમજ ૧૦૦થી વધુ કમિટિ મેમ્બર જહેમત ઉઠાવી રહ્યા છે.સરગમ લેડીઝ કલબના સલાહકાર સમિતિના સભ્યો જયોતિબેન રાજયગુરુ, શિલાબેન ચાંદરાણી, કાશ્મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી, રેણુકાબેન યાજ્ઞીક, લતાબેન તન્ના, ચંદ્રીકાબેન ધામેલિયા, માલાબેન કુંડલિયા, જયશ્રીબેન સેજપાલ, જયશ્રીબેન દેસાઈ વગેરે પણ કાર્યક્રમની સફળતા માટે કામે લાગી ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.