ધાબળો, ટોપી અને પીવાના પાણીની ખાસ કીટ આપશે કર્મચારીઓની મુશ્કેલી નિવારવા વેલફેર ઓફિસરની નિમણૂંક
ચૂંટણી કર્મચારીઓ ફરજ બજાવવાના મતદાન મથકે સરળતાથી પહોંચી શકે તે માટે એન્ડ્રોઈડ બેઈઝ મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવશે.એપમાં મતદાન મથકના નંબર નખાતા નકસાની લીંક ઉપલબ્ધ થશે. આ ઉપરાંત ચૂંટણી કર્મચારીઓને જ‚રી સામગ્રીઓની એક ખાસ કીટ પણ આપવામાં આવશે.ચૂંટણી કરાવવા માટે નિયુકત થતા કર્મચારીઓ મતદાન મથક પર કોઈ સુવિધા ન મળવાથી ચિંતીત થતા હોય છે.આ વખતે આ સમસ્યાનું નિવારણ લાવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કર્મચારીઓને એક ખાસ કીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.કીટમાં શિયાળાના સમયને ધ્યાનમાં રાખી ગરમ ટોપી, ધાબળો, પીવાનું પાણી, મફલર સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવશે.જિલ્લાની આઠ વિધાનસભા મત વિસ્તારમાં કયાં ફરજ બજાવવા જવાનું છે તે દરેક કર્મચારીને છેલ્લી ઘડીએ ખબર પડતી હોય છે. ત્યારે આ કીટ કર્મચારીઓને ખૂબ મદદ થશે.આ ઉપરાંત કર્મચારીઓને કોઈ મુશ્કેલીમાં તાત્કાલીક મદદ મળી શકે તે માટે ખાસ વેલફેર ઓફિસરની નિયુક્તિ કરવામાં આવી છે.