રાજકોટ તાલુકામાં ચાર દિવસ પહેલા ભારે વરસાદના પગલે ભુપગઢ ગામના રાજપુત આશાવાદી યુવાન ચાવડા દેવેન્દ્રભાઈ બાબુભાઈ (ઉ.વ.૨૦)નું ભારે પુરમાં આકસ્મિક તણાઈ જતા ૧૮ કલાકની જહેમત બાદ એનડીઆરએફ તથા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મૃત્યુદેહ શોધી કાઢેલ જેની દુ:ખ ઘટનાથી ગામમાં શોકની લાગણી જોવા મળેલ અને સ્વ.દેવેન્દ્રભાઈના પરિવાર ઉપર આવેલ આફતમાં સરકારની આકસ્મિક સહાયના ભાગપે રાજકોટ તાલુકા પંચાયત દ્વારા ૪ લાખની સહાયનો ચેક ગ્રામ્ય-૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાના હસ્તે ચેક અર્પણ કરવામાં આવેલ. આ તકે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, ભાજપ જીલ્લા મહામંત્રી ભાનુભાઈ મેતા,
તાલુકા પંચાયત રાજકોટના પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજા, તાલુકા સદસ્ય હરદેવસિંહ જાડેજા, તાલુકા સદસ્ય ચેતનભાઈ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહેલ તેમજ અધિકારી તરીકે તાલુકા વિકાસ અધિકારી પણ હાજર રહેલ હતા.