સમગ્ર વિશ્વમાં કોરોનાનો નવો વેરિયેન્ટ હાહાકાર મચાવી રહ્યો છે. જેના ગુજરાતમાં ત્રણ કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. અને મોરબીના ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી સિવિલ હોસ્પીટલની સરપ્રાઇઝ વિઝીટ કરી હતી.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે તથા જગદીશભાઇ જી. બાંભણીયા, મુકુંદરાય પી. જોષી, અશોક ખરચરીયા, જીજ્ઞેશ પંડયા, મુછડીયા વાલજીભાઇ ધનજીભાઇ, મુશા બ્લોચ દ્વારા હજુ ગઈકાલે જ મુખ્યમંત્રી સહિતનાઓને પત્ર લખી સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેવા અપીલ કરી હતી. જેને પગલે આજે ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી સિવિલ હોસ્પીટલે સરપ્રાઇઝ વિઝીટ કરી હતી અને કામગીરી અંગેની સમીક્ષા કરી હતી.
ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી સિવિલ હોસ્પીટલે સરપ્રાઇઝ વિઝીટ કરી હતી અને કોરોનાની સ્થિતિને પહોંચી વળવા મોરબી સિવિલમાં હાલમાં કઈ પ્રકારની સુવિધાઓ છે તેની માહિતી પ્રાપ્ત કરી હતી. તો હોસ્પિટલમાં કાર્યરત કર્મીઓ સાથે પણ સંવાદ કરી સાફ સફાઇ, દવાઓ, દર્દીઓને અપાતી સુવિધાઓ વિશે માહિતી મેળવી હતી.
હજુ મોરબી સિવિલ હૉસ્પિટલને ક્યાં સાધનો કે દવાઓની જરૂર છે. તેની યાદી તૈયાર કરાવી હતી. તેમજ તેઓ સરકારમાં મોરબી સિવિલ હૉસ્પિટલની જરૂરિયાત અંગે રજૂઆત કરશે. તેવી ખાતરી પણ આપી હતી. અને ઓકસીજન પ્લાન્ટની સ્થિતિ અંગે જાણકારી મેળવી અને જરૂરી સૂચનો આપ્યા