વિશ્ર્વની સૌથી મોટી આરોગ્ય યોજના દેશવાસીઓ માટે આશિર્વાદરૂપ
દરિદ્રનારાયણની સેવાની દિશામાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ અતુલ્ય પગલું ભર્યું છે. આ અંગે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સર્વે આ યોજના લાભ લેવા જાહેર અનુરોધ કરતા જણાવ્યું હતું કે, આયુષમાન યોજના અંતર્ગત ગરીબો સાથે અમીર પરિવારોને પણ આરોગ્ય સુવિધા પ્રાપ્ત થશે. કેન્દ્ર સરકાર ઋષિ મુનિઓના સદીઓ જુનાં સપનાંઓ સાકાર કરવા માંગે છે. સમાજના છેવાડાના વ્યક્તિને પણ સારવાર મળવી જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું કે, ૧૦ કરોડ પરિવારોના ૫૦ કરોડ સભ્યોને લાભ થશે. ૮.૦૩ કરોડ ગ્રામીણ પરિવારોને લાભ મળશે. ૨.૩૩ કરોડ શહેરી પરિવારોને આવરી લેવાશે.
૫ લાખ રૂપિયાનું વાર્ષિક આરોગ્ય વીમા કવચ. ૧૩ હજાર સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર. ૧૩૫૪ જેટલી બીમારીની સારવાર આપવામાં આવશે. તેમજ યોજનામાં ૬૦ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ઉપાડશે. ૪૦ ટકા ખર્ચ રાજય સરકાર ભોગવશે. લાભાર્થીએ એક પણ પૈસાનો ખર્ચ ભોગવવાનો રહેશે નહીં. ૧૪ નવી એમ્સનું કેન્દ્ર સરકાર દ્વારા નિર્માણ કરાશે. ૮૨ નવી સરકારી મેડીકલ કોલેજ સરકાર બનાવશે. ૧.૫ લાખ વેલનેસ સેન્ટર બનાવવાનું લક્ષ્ય કેન્દ્ર સરકારનું છે. અને ૧ લાખ નવા ડોકટર તૈયાર કરાશે. યોજના માટે હેલ્પલાઈન નંબર ૧૪૫૫૫ રાખવામાં આવ્યો છે.