ડ્રગ્સના દોઢ ઈન્જેકશન મળતા: બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા
નશાના રવાડે ચડેલા યુગલના દામ્પત્ય જીવનમાં બે વખત છૂટાછેડા લીધા બાદ ફરી ભેગા રહેતા‘તા
ઘરે ચીઠ્ઠી લખીને લાપત્તા બનેલા યુવાન ક્રિકેટરને સૌપ્રથમ આકાશ ને શોધી કાઢવા સાતેક જેટલી ડી.સી.બી. તથા એસ.ઓ.જી. ની ટીમો દ્વારા તેને શોધવામાં લાગેલ અને જેમાં મોડી રાત્રીન હોટલો ચેક કરવામાં આવતા જેમાં રેસકોર્ષ પાસે આવેલ શિવશકિત હોટલના રૂમ માથી આકાશ તેની પત્ની અમી દિલીપભાઇ ચોલેરા અને ઇરફાન અબ્બાસભાઇ પટણી ધાંચીવાડ સાથે મળી આવેલ હતા અને તેમનો સામાન ચેક કરતા એક ખાલી , એક થોડુ ભરેલ અને એક પુરૂ ઇન્જેકશન ભરેલ મળી ત્રણ ઇન્જેકશન મળી આવેલા. ડ્રગ ઇન્જેકશનમાં હોવાનુ જાણવા મળેલ અને તેઓ ઇન્જેકશન મારફત નશો કરતા હોવાનુ જાણવા મળેલ હોય જેથી ત્રણેયના બ્લડ સેમ્પલ લેવામાં આવેલ છે. આ ત્રણેયની પુછપરછમા આકાશ તથા અમીને યોગ્ય કાઉન્સીલર દ્વારા કાઉન્સીલીંગ કરાવવાની અને તેમને આ ડ્રગની લત છોડાવવા માટે તજવીજ ચાલુ છે .
તેમના માતા ને આ બાબતે જાણ પણ કરવામાં આવેલ છે. પ્રથામીક રીતે અરજદાર અલ્કાબેન અને તેમના પતિ મનોજભાઇ જેઓને ભળતુ ન હોય જેથી તેમના પતિ હાલ દિલ્હી ખાતે રહે છે. આકાશ અને અમીના લગ્ન ત્રણેક વર્ષ અગાઉ થયેલ અને ફકત દશ દિવસમાજ તેઓના છુટાછેડા થઇ ગયેલ અને બાદ તેઓએ ફરી ચારેક માસ બાદ લગ્ન કરી લીધેલ અને સને 2020માં તેઓએ ફરી છુટાછેડા લીધેલા હાલ અમી તેના માતા પિતા અને તેના મિત્રોની સાથે રહે છે. તેમજ આકાશની પુછપરછ દરમ્યાન તેના મિત્રોજ હતા. તેઓની સંગતના લીધે પોતે તથા અમી પણ એમ.ડી. ડ્રગનુ સેવન ચાલુ કરેલ હતુ .
અમી વચ્ચે ઝઘડાઓ પણ થતા હતા. આકાશએ રામદેવસિંહ જાડેજા પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને રામદેવસિંહ જાડેજા વ્યાજ સહીત રૂ. 17,000/- ની ઉઘરાણી કરી ધાકધમકી આપતા હોય રામદેવસિંહને પણ પુછપરછ કરવામાં આવી હતી. ફરીયાદ તથા તેના પુત્ર અને પુત્રવધુને કોઇનુ પણ પ્રેસર હોય તો તેને પોલીસને નિર્ભયપણે જણાવયુ છે.
પરિવારની બેદરકારીના કારણે આશાસ્પદ ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડયો?
પોલીસમાં થયેલી રજૂઆતના પગલે તપાસ કરી મહિલા હાલ ડ્રગ્સના ગુનામાં જેલમાં છતાં પોલીસનું મોરલ તોડવા પ્રયાસ
પોલીસમાં ડ્રગ્સ અંગે રજૂઆત કરતા ક્રિકેટરના પરિવારને ડ્રગ્સ સપ્લાયર દ્વારા ધમકી દીધાનો આક્ષેપ
શહેરની એક મહિલાએ ડ્રગ્સ સપ્લાયરો સામે અવાજ ઉઠાવી પોલીસમાં કરેલી રજૂઆતના પગલે પોતાનો આશાસ્પદ ક્રિકેટર પુત્ર ઘર છોડી જતો રહ્યાની ચોકાવનારા આક્ષેપ સામે જુન માસમાં કરવામાં આવેલી રજૂઆતના પગલે જેઓ સામે ડ્રગ્સ અંગેના આક્ષેપ છે તે તમામને ત્યાં પોલીસે દરોડા પડયાની અને એક મહિલાની ડ્રગ્સ સાથે ઝડપી લેતા તે હાલ જેલમાં છે. આશાસ્પદ ક્રિકેટર ડ્રગ્સના રવાડે ચડવા પાછળ તેનો પરિવાર જ જવાબદાર હોવા છતાં પોલીસનું મોરલ તોડવા પ્રયાસ થઇ રહ્યાનું સામે આવ્યું છે.
મહિલાએ પોતાનો પુત્ર ડ્રગ્સ સપ્લાયરો દ્વારા ધમકીના કારણે યુવાન પુત્ર ઘર છોડી જતો રહ્યાની ચીઠ્ઠી સાથે મીડીયા સમક્ષ હાજર થઇ હતી. પોતાનો પુત્ર અંડર 19 ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યાની અને સચિન તેડલુકર સાથે ક્રિકેટ રમેલા યુવાને ગત 18 જુનના રોજ ડ્રગ્સના ધંધાર્થીઓએ ફસાવ્યાની પોલીસમાં રજૂઆત કરી હતી જેમાં રૈયા વિસ્તારની સુધા, મયુર અને કૌશિક સહિતના નામ આપ્યા હતા.
પોલીસે આ અંગે તમામ સ્થળે દરોડા પડાયા હતા પરંતુ કોઇ પાસેથી ડ્રગ્સ મળ્યુ ન હતુ અને દસ દિવસ બાદ સુધા નામની મહિલા ડ્રગ્સ સાથે ઝડપાતા તે હાલ જેલ હવાલે છે. આમ છતાં મહિલાની રજુઆતના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. આશાસ્પદ ક્રિકેટર લાંબા સમયથી ડ્રગ્સના રવાડે ચડયાનો પરિવાર કેમ અજાણ હતો. ડ્રગ્સમા બરબાદ થયા બાદ લાંબા સમય બાદ પોલીસને જાણ કરી હતી. ડ્રગ્સનો નશો કરવામાં તેની પત્ની પણ સામેલ હોવાનું ખુદ આશાસ્પદ ક્રિકેટરે લખેલી ચીઠ્ઠીમાં ઉલ્લેખ કરાયો છે. પરિવારની બેદરકારી પોલીસ તંત્રનું મોરલ તોડવા પ્રયાસ થઇ રહ્યાનું સામે આવ્યું છે.