સામાન્ય માણસોને નાની રકમ ભરવામાં પણ પગલા ભરતુ આવક વેરા વિભાગ ૮૬૦ કરોડ રૂપિયાના બાકી વેરા સામે કંઈ બોલતું નથી.
રૂપિયાની ટંકશાળ બીસીસીઆઈની ટેકસ ભરવામાં ડાંડાઈ છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય માણસોને નાની રકમ ભરવામાં પણ પગલા ભરતુ આવકવેરા વિભાગ બીસીસીઆઈના ૮૬૦ કરોડ પિયાના વેરા સામે કંઈ બોલતું નથી.
એક સમયની જેન્ટલમેન અને ગ્લેમરસ ગેમ હવે રાજકીય અખાડો બની ગયું છે. દરેક રાજયોના ક્રિકેટ બોર્ડોમાં વગદાર રાજકીય નેતા હોદ્દો ધરાવે છે. આથી ક્રિકેટ પણ રાજકારણથી પર નથી. કહેવાય છે કે, બીસીસીઆઈ મેચોની સ્પોન્સરશીપ વેંચી અને મોંઘીદાટ ટીકીટો રાખીને અઢળક નાણાં કમાય છે. ૮૬૦ કરોડ ‚પિયાનો વેરો એટલે તેમના માટે ચણા-મમરા સમાન ગણાય. આમ છતાં આવક વેરા વિભાગ બીસીસીઆઈ પાસે વેરો માંગે છે. આને બીસીસીઆઈની ટેકસ ભરવામાં ડાંડાઈ કે નાગળદાઈ ન કહેવાય તો શું કહેવાય.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન હોય કે, બીજુ કોઈ પરંતુ દરેક સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ બોર્ડમાં નેતાઓ બેઠેલા છે. આ સીવાય એક સમયની જેન્ટલમેન ગેમ ગણાતી ક્રિકેટ કાવાદાવાથી ખદબદે છે. ખેલાડીઓની પસંદગીથી માંડીને કંઈ કેટલાય મુદ્દે રાજકારણ રમાતું હોય છે તેવી ક્રિકેટ ગલીયારાઓમાં ચર્ચા છે.
એક આરટીઆઈ અરજી થકી આવકવેરા વિભાગે ઉપરોક્ત માહિતી આપી હતી.
જેમાં જણાવાયું છે કે, ૮૬૦ કરોડ રૂપિયા બીસીસીઆઈ પાસે લેણા નીકળે છે. હવે બીસીસીઆઈની તિજોરી નાણાંથી છલકાઈ રહી છે તો તેણે શું સમયસર વેરો ભરી દેવો ન જોઈએ અથવા શું આવક વેરા વિભાગે બીસીસીઆઈને તાકીદે વેરો ભરવા તાકીદ ન કરવી જોઈએ ? તેવા કંઈ કેટલાય સવાલો જવાબની રાહ જોઈ રહ્યાં છે.