સમજૂતિ કરારનું ખોટુ સોગંદનામું કરી આપ્યુ છે: સરકારી વકીલ
ચોરવાડ પોલીસ મથકમાં એક સગીરા સાથે દુષ્કર્મ આચરાયું હોવાની ફરિયાદ દાખલ થવા પામી હતી. આ કેસમાં સગીરાને 19 વર્ષની બતાવી સમજૂતી કરાર કરી આપનાર વકીલની કેશોદ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે.
જુનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ મથકમાં 14 વર્ષની સગીરાનું અપરણ કરી, દુષ્કર્મ આચર્યું હોવાનો એક ગુનો નોંધાયો હતો. અને આ સગીરાને ભગાડી જનારે જે વકીલ પાસે 14 વર્ષની સગીરાને 19 વર્ષની બતાવી. જુનાગઢના એક વકીલ સામે પણ મદદગારીનો ગુનો નોંધાયો હતો. દરમિયાન આ વકીલે કેશોદ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. પોતે અરસપરસ સમજૂતી દસ્તાવેજમાં ઓળખાણ તરીકે સહી કરી હોવાનું અનુમાન કર્યું છે, તેઓએ સમજૂતી દસ્તાવેજ તૈયાર કર્યા નથી. કે કોઈ વિગત ટાઈપ કરી નથી. પણ સોગંદનામાંમાં જણાવ્યા મુજબ પુખ્ત ઉંમર જણાતા, તેમાં ઓળખાણ આપી હતી. અને તેનો ગુનો કરવાનો કોઈ ઈરાદો ન હતો. તથા સમજૂતી કરાર કરનાર પક્ષકારો એક જ જ્ઞાતિના છે અને તેમની સગાઈ થવાનું પણ નક્કી થયાનું સ્પષ્ટ રીતે ફલિત થાય છે. જેનો એફ.આઈ.આર. માં આ રીતનો ઉલ્લેખ છે, અને આ ગુનામાં પોતાની ધરપકડની દહેસત હોવાના કારણે આ અરજી કરી છે.
જેની સામે જિલ્લા સરકારી વકીલ નીરવ પુરોહિત એ એવી દલીલ કરી હતી કે, આરોપી વકીલ હોવા છતાં આરોપીને સાથે રહેવાના સમજૂતી કરાર અંગેનું ખોટું સોગંદનામુ કરી આપ્યું છે. સગીરા 14 વર્ષની હોવા છતાં 19 વર્ષની બતાવીને સમજૂતી કરાર કર્યા છે. જો હાલમાં આરોપીને આગોતરા જામીન પર મુક્ત કરાય તો તપાસમાં સહકાર નહિ આપે અને પુરાવા સાથે છેડા કરે એવી પણ શક્યતા છે. આથી કેશોદના એડિ.ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ મિલન દવેએ આરોપી વકીલની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.