રાજકોટ જીલ્લાના વીંછીયા તાલુકાના અમરાપુર ખાતે શૈક્ષણિક સંકુલમાં યુવા સંમેલન યોજાયું
રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગ્રામ્ય યુવાનોને શિક્ષણ થકી સંસ્કાર નિર્માણ અને ચારિત્ય ઘડતર કરવા અનુરોધ કર્યો હતો.
રાજકોટ જીલ્લા વીંછીયા તાલુકાના અમરાપુર ખાતેના અમરાપુર શૈક્ષણિક સંકુલ ખાતે યુવા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે ઉ૫સ્થિત યુવાનોને સંબોધતા બાવળીયાએ જણાવ્યું હતું કે આવા યુવા સંમેલનો થકી જ યુવાનોમાં રહેલી સુષુપ્ત શકિતઓ બહાર આવે છે ઇતર પ્રવૃતિઓના ઉત્તેજન માટે રાજય સરકારે વિજ્ઞાન મેળા, કલા મહાકુંભ, ખેલ મહાકુંભ વગેરેનું આયોજન કર્યુ છે. ત્યારે વિવિધ સરકારી વિભાગોમાં નોકરી મેળવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ વર્ગો પણ અમરાપુર ખાતે શરુ કરવા મંત્રીએ તૈયારી દર્શાવી હતી. જેને ઉ૫સ્થિત યુવાનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.મંત્રી કુંવરજીભાઇએ આ પ્રસંગે ધો. ૧૦, ૧ર કોલેજના ત્રણેય વર્ષ તથા બી.એડ. માં સંકુલનું નામ રોશન કરનારા છાત્રોને ઇનામ વિતરણ કર્યુ હતું. તથા સમગ્ર શૈક્ષણિક સંકુલની મુલાકાત લઇ જરુરી સુચનો કર્યા હતા.
આ પ્રસંગે મામલતદાર એ.ડી. ચૌહાણ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રૈયાભાઇ, સંકુલના વ્યવસ્થાપક ખીમજીભાઇ, ભાવનાબેન, વિનુભાઇ અઘ્યાપકો શિક્ષકો બીન શૈક્ષણિક કર્મચારીઓ છાત્રો વાલીઓ ગ્રામજનો વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.