કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ કાલે રાજકોટની મુલાકાત દરમિયાન કોર્પોરેશનમાં કોર્પોેરેટરો અને અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે અને પાણી પૂરવઠા બોર્ડના હોદ્ેદારો સાથે કરશે સમિક્ષા બેઠક: સાંસદ અને ધારાસભ્યોને પણ હાજર રહેવા સૂચના

રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અલગ-અલગ ત્રણ વિભાગો સાથે સમિક્ષા બેઠક કરશે. લાંબા સમય બાદ કોઇ પ્રભારી મંત્રી દ્વારા કોર્પોરેશનના ભાજપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે. જેમાં શહેરમાં ચાલતા વિવિધ વિકાસકામોની પ્રગતિનો અહેવાલ લેવામાં આવશે. જ્યારે ભવિષ્યમાં હાથ પર લેવાનારા પ્રોજેક્ટ સહિત ઝડપથી શરૂ થાય તે માટે પણ તાકિદ કરવામાં આવશે.

કોર્પોરેશનના 18 વોર્ડ પૈકી એકમાત્ર વોર્ડ નં.15 બાદ કરતા તમામ 17 વોર્ડમાં ભાજપના 68 કોર્પોરેટરો ચૂંટાઇ આવ્યા છે. ભૂપેન્દ્રભાઇ પટેલની બીજી ટર્મમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત થયા બાદ તેઓ પાંચ મહિના પછી પ્રથમવાર કોર્પોરેશનની મુલાકાતે આવી રહ્યા છે. સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે તેઓ ભાજપના તમામ કોર્પોરેટરો ઉપરાંત મહાપાલિકા વિસ્તારના ધારાસભ્યો અને સાંસદ સાથે સવારે 11:30 કલાકે બેઠક યોજશે. જેમાં તેઓ વિવિધ મુદ્ા પર ચર્ચા કરશે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી શહેરની વર્તમાન સ્થિતિ અંગેનો તાગ મેળવશે. હાલ શહેરમાં ચાલતા વિવિધ વિકાસકામો ક્યા તબક્કે છે અને તેનું લોકાર્પણ ક્યારે કરી શકાય તે અંગેની પણ સમિક્ષા કરશે. જે પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે.

તે ક્યારે શરૂ થાય તેની પણ માહિતી મેળવશે. પદાધિકારીઓ અને અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન વિવિધ મુદ્ાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવશે. પ્રભારી મંત્રીની મુલાકાતને લઇ કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઇ ગયું છે. આવતીકાલે બીજા શનિવારની રજા હોવા છતા પ્રભારી મંત્રીની વિઝીટ અને બેઠકને લઇ કચેરીમાં બપોર સુધી ધમધમાટ ચાલુ રહેશે.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબીનેટ મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ કલેવરાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. તેઓના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લાના વિકાસ કામ સંદર્ભે સાંસદો, ધારાસભ્યો, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજાશે.

પ્રભારી મંત્રી કાલે સવારે 10 કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં  આનંદ ઇન્સ્ટીટયુટ સેરેમનીના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સવારે 11.30 કલાકે કોર્પોરેશનના કોન્ફરન્સ રૂમ ખાતે ભાજપ નગરસેવકો તથા કોર્પોરેશન વિસ્તારના સ્થાનિક ધારાસભ્યો, સાંસદ સાથે સ્થાનિક પ્રશ્ર્નો સંદર્ભે યોજાનાર બેઠક યોજશે.

ત્યાર બાદ પ્રભારી મંત્રી બપોરે 3 કલાકે કલેકટર કચેરી ખાતેના કોન્ફરન્સ હોલ ખાતે સાંસદ તથા ધારાસભ્યો સાથે સમીક્ષા બેઠક યોજશે. સાંજે 4 કલાકે ખેડૂતોની જમીન માપણી દરમ્યાન થયેલ ક્ષતિઓ સુધારવા અંગે ડી.આઈ.એલ.આર.ના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે. સાંજે 5 કલાકે કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે તથા 5:30 કલાકે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.