આસો માસના અંતિમ પખવાડિયામાં હજી બપોરના સમયે ઉનાળા જેવા તડકાનો અહેસાસ થઇ રહ્યો છે. રાજકોટના લધુતમ તાપમાનમાં ક્રમશ: ઘટાડો નોંધાય રહ્યો છે. જો કે બપોરના સમયે હજી ઉનાળા જેવા આકરા તાપ અનુભવાય રહ્યા છે. હજી ઠંડી માટે દશેક દિવસ રાહ જોવી પડશે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં હાલ બેવડી સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. સવારના સમયે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અનુભવ થઇ રહ્યાો છે.

રાજકોટનું લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું હજી ઠંડી માટે દશેક દિવસ ઇન્તજાર કરવો પડશે

બપોરે ઉનાળા જેવી આકરી ગરમી પડી રહી છે. બેવડી સિઝનના કારણે રોગચાળાએ પણ માથુ ઉંચકયું છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહી છે. ઘેર ઘેર માંદગીના ખાટલા પડયા છે. લધુતમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાય રહ્યાો છે. ગઇકાલે રવિવારે રાજકોટનું લધુતમ તાપમાન 21.8 ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. ગઇકાલનું મહત્તમ તાપમાન 37.6 ડિગ્રી રહેવા પામ્યું હતું. દરમિયાન આજે રાજકોટનું લધુતમ તાપમાન 21.6 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણે 64 ટકા અને પવનની સરેરાશ ઝડપ પ કી.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી.

વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ જાય છે. ભાદરવા બાદ આસો પણ જાણે ઉનાળા જેવો તપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હજી દશેક દિવસ મિશ્ર સિઝનનો અનુભવ થશે દિવાળી આસપાસ ઠંડીનું જોર વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.