રાષ્ટ્રીય રમતગમત દિવસ “ધ વિઝાર્ડ ઓફ હોકી” મેજર ધ્યાનચંદના જન્મદિવસ 29 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીની શરૂઆત વર્ષ 2012થી શરૂઆત કરવામાં આવી હતી. રમતગમતથી બાળકોને અને યુવાનોને આનંદ મળે છે તથા તેમના શરીરનો વિકાસ સધાય છે.
રમતગમત આપણને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખે છે તેમ જ સહન શક્તિ, કાર્ડિયોવેસ્ક્યુલર ફિટનેસ, ઊંઘ, સંકલન અને સંતુલન સુધારે છે. રમત ગમત સ્થૂળતાના જોખમને ઘટાડે છે તેમજ હાડકાં, સ્નાયુઓ, અસ્થિ બંધન અને કરોડરજ્જુની તંદુરસ્ત વૃદ્ધિમાં મદદ કરે છે. રમત ગમત શારીરિક રીતે શરીરને વધુ સ્વસ્થ બનાવે છે. આ સાથે સહકાર અને નેતૃત્વ સહિત સામાજિક અને આંતર વ્યક્તિત્વ કૌશલ્યોને સુધારે છે. તેમજ ટીમ- અને- સ્પર્ધાત્મક ભાવના શીખવે છે. સફળતાનો આનંદ કેવી રીતે લેવો અને નિષ્ફળતાને કેવી રીતે સ્વીકારવીએ શીખડાવે છે.
રાષ્ટ્રીય રમતગમત દિવસ વિવિધ દેશોમાં રમત ગમતની ટીમો અને તે દેશોની વિવિધ રમતોની પરંપરાઓનું સન્માન કરવા ઉજવવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય રમતગમત દિવસ 29 ઓગષ્ટના રોજ હોકીના જાદુગર મેજર ઘ્યાનચંદની જન્મ જયંતી પર ઉજવવામાં આવે છે. મેજર ધ્યાનચંદ એવા હોકી પ્લયેર કે જેમણે વર્ષ 1928, 1932, 1936માં સુવર્ણ ચંદ્રક મેળવીને ભારત દેશને વિશ્વમાં ગર્વ અપાવ્યો હતો. સતત ત્રણ વખત સુવણ ચર્ંદ્રકો મેળવી હેટ્રિક બનાવવામાં મેજર ધ્યાનચંદની ભૂમિકા મહત્વની રહી હતી.