27 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી મીની કુંભમેળો યોજાશે. જેમાં દેશ વિદેશ અને ભારતમાં પ્રખ્યાત સૌરાષ્ટ્રની ગિરનારની ગોદમાં આવેલ સતાધાર ધામ આપાગીગા ની જગ્યા અને આપાગીગા નો ઓટલો ચોટીલા દ્વારા જૂનાગઢમાં યોજાનાર મિની કુંભ મેળામાં મહા શિવરાત્રીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનારું છે .
જેમાં સતાધાર ધામ આપાગીગા ની જગ્યા અને આપાગીગા નો ઓટલો ચોટીલા દ્વારા ભવનાથની તળેટીમાં આવેલી લાલ સ્વામીની જગ્યામાં તારીખ 27 થી આયોજન નો પ્રારંભ થશે જે પાંચ દિવસ સુધી ચાલશે ચાર તારીખ ને મહાશિવરાત્રીના દિવસે પૂર્ણ થશે સતાધાર ના મહંત શ્રી જીવરાજબાપુ ગુરુ શ્રી શામજી બાપુ ના સીધા માર્ગદર્શન હેઠળ સતાધાર જગ્યાના લઘુ-મહંત વિજય બાપુ ગુરુ શ્રી જીવરાજબાપુ અને આપા ગીગા ઓટલા ના મહંત શ્રી નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજબાપુ ના આદેશથી પાંચ દિવસ સુધી 24 કલાક અન્નક્ષેત્રનો ચાલુ કરવામાં આયોજન કરવામાં આવ્યું હાલ તો આયોજનની મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા તડામાર તૈયારી ઓ ચાલી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા આ વખતે હવેથી શિવરાત્રિના મેળા ને મિની કુંભમેળો તરીકે જાહેર કરવામાં આવેલ છે જેને લઇને સાધુ સમાજમાં પણ અનેરો ઉત્સાહ ઉજવવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથ જી સાથે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ અનેક વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે તેમજ દરેક અખાડાના સાધુ-સંતો મહંતો શ્રીઓ તેમજ નાની મોટી દરેક જગ્યા ના સંતો મહંતો પણ આ કાર્યક્રમ ઉપસ્થિત રહેવાનાં છે.
આપાગીગા ઓટલાના મહંતશ્રી નરેન્દ્ર બાપુ
આપા ગીગા ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા આ મહા-શિવરાત્રી દરમિયાન પાંચ દિવસ સુધી જાહેર અન્નક્ષેત્ર નો પ્રારંભ કરવામાં આવશે આ કાર્યક્રમ દરમિયાન તારીખ ૧ને શુક્રવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેવાનાં છે આ કાર્યક્રમના પાંચેય દિવસ દરમિયાન જાહેર અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવેલું છે.
આ કાર્યક્રમ દરમિયાન પાંચ દિવસ સુધી મહા રુદ્ર આયોગ ૨૧ કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ ૨૧ નવ દંપતી યજમાન બેસી શકશે એવા કુલ ૧૦૫ નવ દંપતી યજમાનો મહાયજ્ઞમાં બેસી શકશે અઢારે કોમનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સતાધાર ધામ ની જગ્યા તેમજ દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી જીવરાજબાપુ ની ખૂબ જ સારી તંદુરસ્તી તેમજ દિર્ધાયુ માટે આ મહાયજ્ઞનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમ અંગેની વધુ વિગતો અને માહિતી માટે આપાગીગા નો ઓટલો નાં મહંત શ્રી નરેન્દ્ર બાપુ નો સંપર્ક કરી શકો છો.