વિદેશી કંપનીની ભાગીદારીથી બંને સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓને વૈશ્વિક ફલક ઉપર અનેક રીતે નાણાકીય લાભ મળતા રહેશે સાથે ખર્ચમાં પણ અનેક અંશે ઘટાડો નોંધાશે
સમગ્ર વિશ્વમાં વ્યાપાર ક્ષેત્રે ભારત દિન-પ્રતિદિન વૃદ્ધિ કરી રહ્યું છે અને વિદેશના અનેક દેશો ભારત સાથે વ્યાપારિક સંબંધ બાંધવા માટે પણ તૈયાર થઈ ચૂક્યા છે. ACC અને અંબુજા સિમેન્ટ ને અદાણીની સાથોસાથ મિડલઇસ્ટની કંપની પણ ખરીદવામાં ભાગીદારી નોંધાવશે. આ કાર્ય પાછળ સૌથી મોટું કારણ એ છે કે અનેક વર્ષો પહેલા અંબુજા સાથે હોલસીમ કંપની કે જે સ્વિસ કંપની છે તેનું જોડાણ હતું.
પરંતુ વિદેશી કંપની પાસે લોજિસ્ટિક રહેવાની સુવિધા ન હોવાના કારણે કંપનીએ અંબુજા સાથે ભાગીદારી તોડી હતી તો સામે અદાણી પાસે લોજિસ્ટિક ની પૂર્તિ સેવા હોવાના પગલે તે અંબુજા સિમેન્ટ ખરીદવા માટેની પહેલ હાથ ધરી છે એટલું જ નહીં અરબ ની બે કંપનીઓ પણ આ કંપની સાથેના જોડાણમાં ભાગીદારી નોંધાવશે.
પ્રશ્ન એ થાય કે અદાણી ખૂબ જ એટલા સમૃદ્ધ છે કે તેઓને કોઈ અન્ય કંપનીના જોડાણની જરૂરિયાત રહેતી નથી પરંતુ અહીં જે રીતે વ્યાપાર થઈ રહ્યો છે તેને ધ્યાને લઇ ખર્ચમાં થી આવે અને ભારતની કંપનીને ખૂબ સારી રીતે આર્થિક લાભ મળતો રહે તે વાતને ધ્યાને લે વિદેશી કંપનીઓને ભાગીદારી કરવા માટે સહમતી દાખવી છે.
ઉદાહરણરૂપે ACC અને પૂજા સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓ છે પરંતુ તે તેમનું ઉત્પાદન કયા અને કેવી રીતે અન્ય દેશોમાં મોકલે તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે ત્યારે અદાણી સાથેની ભાગીદારી અરબી કંપનીઓ માટે ખૂબ ઉપયોગી નીવડશે અને આ બંને સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓને પણ ઘણોખરો લાભ મળશે.
અદાણી પાસે પોતાના પોર્ટ હોવાના કારણે તેઓ સિમેન્ટ પોતાના કોર્ટ મારફતે અરબ મોકલી શકશે તો સામે અરબ ના રાજવી પરિવાર પણ આ કંપનીમાં ભાગીદાર ઇતા નોંધાવી રહ્યા છે ત્યારે તેઓ પણ ખૂબ સરળતાથી સિમેન્ટ અરબમાં ઉતારી શકશે અને ઘણો ખરો ખર્ચ પણ ઘટશે.
આ તમામ પાસાઓને ધ્યાને લઇ બંને દેશો વચ્ચે વ્યાપારિક ભાગીદારી નોંધાવી છે અને તેનો સીધો જ ફાયદો બંને સિમેન્ટ ઉત્પાદન કરતી કંપનીઓને મળશે. હાલ આ તમામ પગલાઓ ધ્યાને લઈને આ પ્રકારના ઉદ્યોગો માટે સૌથી મહત્વની વાત એ છે કે જે કંપની પાસે લોજિસ્ટિક સેવા પૂરી પાડવાની ક્ષમતા હોય તેમના માટે આ વ્યાપાર ભાગીદારી ખૂબ ઉપયોગી નીવડશે ત્યારે અદાણીને આ વ્યાપારિક ભાગીદારીથી ઘણોખરો લાભ પણ મળતો રહેશે.