અબતક,સબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

આફ્રિકાથી લીંબડી આવેલાં ફીદાયબાગમાં રહેતાં સોકતઅલી સુરાણીને કોરોનાં પ્રોઝિટીવ આંવ્યો હતો.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સોકતઅલીને હોસ્પિટલ આયશોલેશન કર્યો હતો.અને તેના પરિવારનાં 8 સભ્યોના રિપોર્ટ કરવામાં આવ્યાં હતાં. ત્યારે રીપોર્ટ નેગેટીવ આવતાં પરંતુ સાવધાનીના ભાગરૂપે લીંબડી ડેપ્યુટી કલેકટર હર્ષવર્ધનસિંહ સોલંકીએ ફીદાયબાગ વિસ્તારને બફર જોન ઝોન જાહેર કરવામાં આવ્યો હતો.પરંતું જાહેરનામાનો યોગ્ય રીતે અમલ થતો નહીં હોવાની ફરિયાદો ઉઠી છે.

પરિવારના તમામ સભ્યોનો રિપોર્ટ નેગેટીવ: બફર જોનનું યોગ્ય પાલન ન થતુ હોવાની રાવ

શહેરના ફીદાયબાદ વિસ્તારમાં પાંચ ડીસેમ્બરથી 5 જાન્યુઆરી 2022 એમ 1 મહિના સુધી અવર-જવર માટે પ્રતિબંધ લગાવ્યો છે પરંતુ જાહેરનામા મુજબ બફર ઝોન વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર થર્મલ સ્કેનીગ કરવાનું રહેશે. જ્યારે વિસ્તારમાં જરૂરી સેવાઓ માટે અવર – જવર માટે માત્ર એક જ રસ્તો ખુલ્લો મુકવામાં આવશે. જરૂરી ચીજવસ્તુઓ માટે વિસ્તારની હદમાં સવારે 8 થી 12 સુધી ખુલ્લો મુકવામાં આવશે. પરંતુ લીંબડી ડેપ્યુટી કલેકટરે જાહેરનામું બહાર પાડયાં ને બે દિવસ થઈ ગયા છતાંય આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા જાહેરનામાને લઈને કોઈ પણ પ્રકારના કડક પગલાં લેવામાં આવ્યાં નથી.

ફીદાયબાગ વિસ્તારમાં જતાં તમામ રસ્તાઓ ખુલ્લાં જોવા મળ્યાં હતાં. ત્યારે ફીદાયબાગ વિસ્તારમાં રહીશો અવર-જવર કરતાં જોવા મળે છે. અને આ વિસ્તારમાં એક પણ રસ્તાઓ પર આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર જોવા મળતું નથી. ત્યારે તંત્રની બેદરકારીના કારણે કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપવામાં આવતું હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે ડેપ્યુટી કલેકટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યો હતો.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.