સ્વચ્છ આકાશમાં ઉલ્કાવર્ષા નરી આંખે જોઈ શકાશે આ ખગોળીય ઘટના નિહાળવા લોકોને વિજ્ઞાન જાથાની અપીલ
દુનિયાભરમાં ઓરીયોનીડસ ઉલ્કાવર્ષાની મોસમ તા.ર6મી ઓકટોબર સુધી ક્રમશ: જોવા મળવાની છે. ભારતમાં તા.ર1મી ઓકટોબર ગુરૂવાર મધ્યરાત્રિથી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં ઓરીયોનીડસ ઉલ્કાવર્ષા જોવા મળશે. રાજયમાં પૂર્વથી ઉતર તરફ ઈશાન કોણમાં જોવા મળશે. રાજકોટમાં 10.76 અંશની ઉંચાઈએ આ નજારો જોવા મળશે. ચંદ્રની તેજસ્વીતાના કારણે નરી આંખે જોવામાં તકલીફ પડશે. રાજયમાં ભારત જન વિજ્ઞાન જાથાની કચેરી ઉલ્કાવર્ષાની જાણકારી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. દેશભરમાં પ્રત્યેક પિરવારના ઘરમાં ટેલીસ્કોપ, દૂરબીન જેવા વિજ્ઞાન ઉપકરણ ઉપલબ્ધ થાય તે માટે જાથાએ પ્રયાસો આદર્યા છે.
જાથાના રાજય ચેરમેન, એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, જાથાએ લોકો આકાશ તરફ નજર કરતા થાય તે માટે અભિયાન હાથમાં લીધું છે. ગુરૂવાર મધ્યરાત્રિ 11.30 કલાકથી સવારના પ.30 કલાક દરમ્યાન કલાકના ર0 મીટરની ગતિએ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. ઉલ્કાવર્ષા દિવસે જોવા મળતી નથી સતત ત્રણ દિવસ સુધી ક્રમિક ઉલ્કાવર્ષા જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી આહલાદક જોઈ શકાય છે.
ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે. મોટેભાગે વહેલી પરોઢે ઉલ્કા વરસાદ જોવા મળે છે. ભારતમાં રણપ્રદેશ, દિરયાઈ પટૃીમાં ખગોળપ્રેમીઓ ઉલ્કાવર્ષા નિહાળી રોમાંચિત થવાના છે. ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર રોજની લગભગ 40 ટન જેટલી ઉલ્કાઓ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે.
ઉલ્કાવર્ષાને નજરકેદ કરવા 10×50 નું મેગ્નીફીકેશન ધરાવતું દૂરબીન ગોઠવી શકાય છે. જાથાએ ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોનો સહયોગ મેળવી ડિઝીટલ વિડીયોગ્રાફી કેમેરામાં કેદ કરવા આયોજન ગોઠવ્યું છે. અત્યાર સુધીમાં પૃથ્વી ઉપર ઉલ્કાની રાખનો થર એક ઈંચથી વધુનો અંદાજ છે. ઉલ્કામાં લોખંડ અને નિકલ હોય છે.રાજયમાં ઉલ્કાવર્ષા સંબંધી વિશેષ માહિતી મો. 98રપર 16689 ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.