માર્ચ મહિનાના છેલ્લા દિવસોમાં રજાઓના કારણે સોશ્યલ મીડિયામાં એવા અહેવાલો સરક્યુલેટ થઇ રહ્યા છે કે પાંચ દિવસ સુધી બેન્કો બંધ રહેવાની છે તેથી બેન્કિંગને લગતા જે કામકાજ હોય તે વહેલી તકે નિપટાવી લેવા. પરંતુ આ વાતો તદ્દન ખોટી છે એવું ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ કન્ફેડરેશનના જનરલ સેક્રેટરી ડી થોમસ ફ્રાંકો રાજેન્દ્ર દેવે કહ્યું છે.
તેમણે કહ્યું કે સોશ્યલ મીડિયા પર બેન્કો સળંગ 5 દિવસ બંધ રહેશે તે મેસેજ ખોટો છે. ગુરુવારે મહાવીર જયંતી અને શુક્રવારે ગુડફ્રાઇડેના દિવસે જ કેટલાક રાજ્યોમાં બેન્કો બંધ રહેશે જ્યારે કેટલાક રાજ્યોમાં બેન્કો ચાલુ રહેશે. કેટલાક રાજ્યોમાં માત્ર 30 માર્ચે જ બેન્કો બંધ રહેશે. વળી, 31 માર્ચે પાંચમો શનિવાર છે તેથી બેન્કોમાં કામકાજ ચાલુ રહેશે. બેન્કો માત્ર બીજા અને ચોથા શનિવારે જ બંધ રહે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,