આજના લોકો પુજાને એક વૈજ્ઞાનીક દ્રષ્ટિકોણથી જોવા માંગે છે અને જીજ્ઞાસા વૃતિ સંતોષવા માંગે છે અને આવા દૂધનો બગાડ ન કરી અને ગરીબોને વહેંચવા માટેનાં સૂચનો આવે છે અથવા તો મંદિરો ઓછા કરીને દવાખાના અથવા સ્કૂલો બનાવવાના સૂચનો વર્તમાનપત્રો તથા સોશ્યલ મીડીયા દ્વારા આવતા હોય છે. ખરેખર તો આપણા ઋષીમુનિઓ, પૂર્વજોએ આ વ્યવસ્થા સમજી વિચારીને કરી હોય તેવું લાગે છે કેમ કે પહેલા દરેક મંદિરો ગામડાની બહાર રહેતા અને તેની આજુબાજુમાં વૃક્ષો તથા ગાઢ જંગલો હતા.
અથવા તો મોટા ભાગના મંદિરો પર્વત ઉપર બનાવવામાં આવ્યા છે. આમા આ લોકોનો આ વિચાર એટલા માટે સારો હશે કે ધરતીના, આકાશના અને પાણીના અસંખ્ય જીવો જીવતા હોય છે તેમના ખોરાક માટે આપણે કદાચ દૂધ અને પાણીનો અભિષેક દ્વારા તેમને ભોજન મળતું હશે તેવું લાગે છે કેમ કે આપણે જોઈએ છે તેમ ચોમાસામાં વરસાદનાં સમયમાં ધરતીના અંદર અને પાણીમાં અસંખ્ય જીવો આપણને જોવામાં આવે છે.
અને તેમના ખોરાક માટે આવું આયોજન કરવામાં આવ્યું હશે. કદાચ આપણા ઋષીમૂનિઓએ આવી ભૂલ કરી હશે તેવું લોકો માને છે ? પરંતુ જૈન પરીવારો પણ જેમના દેરાસરો મોટા ભાગે પર્વત ઉપર છે તેમના પ્રભુને પણ દુધ, ગુલાબ પાંદડીઓ અને ચંદન દ્વારા પ્રક્ષાલ કરવામાં આવે છે અને આવી જ રીતે મુસ્લીમ બિરાદરોમાં દરગાહોમાં બંદગી વખતે હજજારો ગુલાબો અર્પણ કરવામાં આવે છે.
આ જીવોનો ખોરાક આજ હશે તેવું માનવું જોઈએ અને જેના હિસાબે જીવોની સાથે સાથે તે જીવો દ્વારા પર્યાવરણને અને વાતારવણને ખુબ ફાયદો થતો હશે કેમ કે ઝાડના મૂળમાં આવી જીવાતો દ્વારા પોલાણ થવાથી પાણી જમીનમાં ઉતરતું હોય છે અને આપણને અને તમામ જીવોને રહેઠાણ, વૃક્ષોનો છાંયો, ઓકિસજન અને ફળફૂટ મળે છે. સંકલન: ઘનશ્યામભાઈ ઠકકર