સામાન્ય રીતે જોઈએ તો આજનો આ યુગ એ ખૂબ જડપી યુગ છે. એમને પહોંચી વળવા માટે વ્યક્તિ દોટ મૂકી રહ્યો છે.જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેમની જરૂરિયાતોમાં પણ વધારો થતો જાય છે. એ જરૂરિયાતો સંતોષવા માટે સતત કાર્યરત રહે છે. જેના કારણે તે પોતાના પરિવારના સભ્યોને પૂરતો સમય ફાળવી શકતો નથી. તેની અસર કુટુંબમાં બાળક અને વૃદ્ધ  પર સૌથી વધુ થતી હોય છે. કે જેઓ પોતાના સંતાનોની ચિંતા કરે છે.પરંતુ તેઓને પોતાના સંતાનો સાથે સમય પસાર કરવાનું સુખ પ્રાપ્ત થતું નથી. ત્યારે અને કૌટુંબિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે.

સૌ. યુનિ. ના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની મનાલી વઘાસિયાનું સ્વાસ્થ્યને ઘ્યાનમાં રાખી ર40 વૃઘ્ધો પર પ્રશ્નાવલીના આધારે સંશોધન કરવામાં આવ્યું

વ્યક્તિના જીવનમાં વૃદ્ધત્વનો સમય ખૂબ નાજુક સમય છે. જેમાં વ્યક્તિ એ સંપૂર્ણ રીતે સમાયોજન સાધવાની શક્તિ ખોઈ બેસે છે. કારણ કે તે સમય દરમ્યાન તેઓ ઘણી શારીરિક બિમારીથી ઘેરાયેલા હોય છે. આ સમયે તેમને કુટુંબના સભ્યો સાથે સમય કઈ રીતે પસાર કરવો એ પ્રશ્નો થાય છે. આ બાબતો તેમજ તે સમય તથા અનુભવો અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 240 વૃદ્ધો પર પ્રશ્નાવલી આધારે ભવન અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં  સંશોધન કરવામાં આવ્યું. જેમાં કુટુંબ સાથે રહેતા વૃદ્ધો ની સમસ્યાએ હતી કે તેઓ પરિવાર સાથે રહેતા હોવા છતાં પણ એકલતા અનુભવતા હતા.

કારણ કે તેઓ પોતાની અમુક જરૂરિયાતો પોતાના પરિવારના સભ્યો સમક્ષ રજૂ કરી શકતા ન હતા. અથવા તેમને એવું થતું હતું કે જો તેઓ કઈ પણ કહે છે તો તેમને સંતોષપૂર્વક જવાબ નહીં મળે. તેમજ ઘણાં સંતાનો એ પોતાના વડીલોને સંપત્તિ પોતાના હસ્તક કરી લીધી હોવાથી પણ એવું લાગતું હતું કે મારું બધું લઈ લીધું છે હવે મારું કોઈ નથી. જેના કારણે તેઓ એકલતા અનુભવતા હતા. આમ સતત એકલા હોવાના કારણે તેની અસર એ વૃદ્ધોના સ્વાસ્થ્ય પર પડતી હોય છે. જેમકે સતત ચિંતા, હતાશા, અને મનોભાર જેવી સમસ્યાને લીધે અનેક શારિરીક તેમજ માનસિક સમસ્યાઓ થવાની શક્યતાઓ વધી જાય છે.

સ્ત્રીઓ કરતાં પુરૂષોમાં એકલતા વધુ જોવા મળી છે. કારણ કે,  સ્ત્રીઓએ વાચાળ હોય છે. તેથી પોતાની સમસ્યાઓ અન્ય સાથે સહેલાયથી રજૂ કરી શકે છે. અને પોતાની લાગણી પોતાના વયજુથના લોકો સાથે તે વહેંચે છે. અને તેનું મન હળવું કરી લે છે. જ્યારે પુરુષોએ પોતાની વાતો કે લાગણીઓ અન્ય સમક્ષ સહેલાઈથી રજૂ કરી શકતા નથી.  કેમ કે, આપણા સમાજમાં પુરુષોને રડતાં કે કોઈ લાગણીભરી વાતો કરતા સાંભળે તો તરત કહે કે, પુરુષો આવા નમાલા રહે તે ઘરને કેમ સાંભળી શકશે. પુરુષોને પણ લાગણી હોઈ ક્યારેક ખુલ્લા મને રડવું હોઈ પણએ નથી કરી શકતા કેમ કે, આપણાં સમાજમાં ઉછેર જ એવી રીતે કરવામાં આવ્યો હોય છે. તેમજ ઠઇંઘ રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ હાર્ટ એટેક પણ પુરુષોને  આવે છે. કેમ કે  પોતાની લાગણી, વાતો કોઈ સાથે શેર ન કરી શકવાના કારણે મનમાં ભરી રાખે છે. મનોવિજ્ઞાનની ભાષામાં તેને ’કેથારસીસ’ કહે છે. એટલે કે કેથારસીસ ન કરી શકવાના કારણે પુરુષો વધુ શારીરિક, માનસિક બીમારી અને એકલતાનો ભોગ બને છે તેથી સ્ત્રીઓ કરતા પુરુષો એકલતા વધારે અનુભવે છે.

વૃદ્ધાશ્રમ કરતા ઘરે રહેતા વૃઘ્ધોમાં એકલતાનું પ્રમાણ વધારે જોવા મળ્યું

જેનું શક્ય કારણ એ હોઈ શકે કે જે વૃદ્ધ વૃદ્ધાશ્રમમાં રહે છે. તેમને ઘણા વૃદ્ધો સાથે મિત્રતાના સંબંધો હોય છે. કે જ્યાં પોતાના મનની દરેક વાતોને કે ઘટનાઓને મન મૂકીને રજૂ કરી શકે છે. પરંતુ ઘરે રહેતા વૃદ્ધો પોતાનો મોટાભાગનો સમય પરિવાર સાથે વિતાવતા હોય છે. તેથી તેમની સાથે મિત્રો અથવા સમોવડીયા વ્યક્તિ હોતા નથી. પોતાની દરેક વાતોને તે પરિવાર સામે જણાવી શકતા નથી. તેથી ઘરે રહેતા લોકોમાં એકલતાનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. વૃદ્ધાશ્રમમાં રહેતી સ્ત્રીઓ કરતાં પુરુષોમાં એકલતાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું છે.

આમ જોઈએ તો સ્ત્રીઓ એ ઘણી લાગણીશીલ હોય છે. માટે તે મોટાભાગે પરિવારની ચિંતા, સંતાનોનો સાથ એવી વગેરે બાબતોમાં ધ્યાન રાખીને પોતાના પરિવારથી દૂર રહેતી હોવાથી ઘણી વખત એકલતાની અનુભૂતિ કરે છે. સ્ત્રીઓમાં મનોવૈજ્ઞાનિક સુખાકારીમાં વધુ તફાવત જોવા મળતો નથી એટલે કે દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ વધારે તફાવત નથી. દરેક વ્યક્તિની સુખાકારી એ વ્યક્તિઓ પર આધારિત હોય છે.પરંતુ આમ જોઈએ તો તેમાં વાતાવરણની અસર પણ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.