નરાધમે તેની પત્ની સાથે છૂટાછેડા લઇ ત્યક્તા સાથે બે વર્ષ લીવ ઈન માં રહી લગ્નનું કહેતા તરછોડી દીધી

 

જૂનાગઢની મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે લિવિ ઈન રિલેશનશિપમાં રહી રાજકોટના નરાધમે તેના પર અનેક વખત ઈચ્છા વિરુદ્ધ શરીર સબંધ બાંધી અને લગ્ન કરવાનો ઇનકાર કરી તેને તરછોડી દેતા ત્યક્તાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડની તજવીજ હાથધરી છે.

ભોગ બનનાર મહિલાએ યુનિવર્સિટી પોલીસમાં આરોપીમાં પાટિદાર ચોકમાં રહેતા જય ઈશ્વરલાલ ભાલોડિયાનું નામ આપ્યું હતું અને તેમાં તેને જણાવ્યું હતું કે, અગાઉ બે લગ્ન થયા છે. બંને વખત છુટાછેડા લીધા છે. એકાદ વર્ષ પહેલા ઈન્ટાગ્રામ મારફત જય પટેલ સાથે સંપર્કમા આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. તે વખતે જયને તેણે પોતાના બે વખત છુટાછેડા થઈ ગયા સહિતની હકીકતો જણાવી હતી.

જેની સામે જયે તેને કહ્યું કે તેને પણ પત્ની સાથે મનમેળ નથી. ઘરમાં રોજ ઝઘડા થાય છે. જેથી પત્ની સાથે છુટાછેડા લઈ તેની સાથે લગ્ન કરી લેશે.પરીણામે બંનેએ ગઈ તા.18-10-2021 ના રોજ મૈત્રી કરાર કરી લીધા હતા. તે સાથે જ તે બંને પુત્રીઓને લઈ જનકપુરી એપાર્ટમેન્ટમાં ભાડામાં ફલેટમાં રહેવા ગઈ હતી. જયા જય અવાર-નવાર આવી છુટાછેડા થઈ જાય પછી લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાધતો હતો. જયને તેની પત્ની સાથે છુટાછેડાનો કેસ ચાલતો હતો તે વખતે તેણે લગ્ન કરવાનું કહેતા ફીનાઈલ પી જવાની ધમકી આપી હતી. બાદમાં તેની સાથે ગઈ તા.22-10-2022 ના રોજ સેવા કરાર કર્યા હતા.

આ પછી જય સાથે નંદનીકેતનમાં આવેલા તેના મકાનમાં રહેવા જતી રહી હતી. જયાં જય તેને પત્નીની જેમ રાખતો હતો. એટલુ જ નહી શરીર સંબંધ પણ બાંધતો હતો. સાથે જયના પિતા ઈશ્વરલાલ અને માતા ગીતાબેન પણ રહેતા હતા. આ બંનેએ પણ લગ્ન કરાવી દેવાનું કહ્યું હતું.ગઈ તા. 12 ના રોજ સવારે તે જય સાથે બેડરૂમમાં હતી ત્યારે લગ્નની વાત કરતા જયએ લગ્નનો સાફ ઈન્કાર કરી દીધો હતો. એટલુ જ નહી શ2ી2 સંબંધ બાંધવાની વાત કરતા

તેણે લગ્ન પછી કહ્યું હતું. છતાં નહી માની તેને તમાચા ઝીંકી શરીર સંબંધ બાંધ્યો હતો. બપોરે ફરીથી બળજબરી કરી હતી. ગઈ તા.20 જુલાઈના રોજ જયનો જન્મ દિવસ હતો ત્યારે સોમનાથમાં હોટલમાં અને ગઈ તા.3સપ્ટેમ્બરના રોજ તેનો જન્મ દિવસ હતો ત્યારે દ્વારકાની હોટલમાં શરીર સંબંધ બાધ્યો હતો.જેથી લગ્નની લાલચ આપ્યા બાદ લીવ ઈનમાં રહી અનેક વખત ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તરછોડી દેતા તેને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.