લગ્નની લાલચ આપી પરણીત શખ્સે અમદાવાદ ફ્લેટમાં લઇ જઈ અવાર – નવાર બનાવી હવસનો શિકાર

સોશિયલ મીડિયામાં એનકેન પ્રકારે યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચાર્યની ફરિયાદો અને સામે આવી રહી છે ત્યારે વધુ એક પોલીસ ફરિયાદ સામે આવી છે જેમાં રાજકોટમાં રહેતી એક યુવતીએ જુનાગઢના પરણિત શખ્સ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જેમાં તે શખ્સે ઈન્સ્ટાગ્રામ મારફત યુવતી ને પ્રેમ ઝાડમાં ફસાવી અને લગ્નની લાલચ આપી તેને અમદાવાદ ફ્લેટ પર લઈ જાય વારંવાર અવસનો શિકાર બનાવી હતી. હાલ પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં રહેતી ૨૭ વર્ષની યુવતીનો સોશ્યલ મિડીયાના માધ્યમથી જયદીપ સાથે પરિચય થયો હતો. બાદમાં મોબાઈલ નંબરની આપ-લે થતા બંને વાતચીત કરવા લાગ્યા હતા. આ સમય દરમ્યાન જયદિપે યુવતીનેલગ્નની લાલચ આપી અમદાવાદમાં એસજી હાઈ-વે ઉપર આવેલી આર.કે.હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. એટલુ જ નહી ત્યારબાદ રાજકોટમાં સ્થિત એક ફલેટમાં પણ હવસનો શિકાર બનાવી હતી. જયદિપ પરણિત હોવાનું યુવતીને જાણવા મળતા તેણે આ મામલે ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ જયદીપ પંપાણીયા સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.