શિયાળાની ઋતુ અમુક લોકોને ખૂબ જ પસંદ હોય છે જ્યારે અમુક લોકોને બિલકુલ આ ઋતુ પસંદ નથી આવતી કારણકે ઠંડીના લીધે કપડાં સ્વેટર અને ક્યારેક ક્યારેક તો ડબલ જેકેટ પણ પહેરવા પડે છે. ઠંડીની ઋતુમાં ઠંડીની સાથે ફેશનને બેલેન્સ કરવી ખૂબ જ જરૂરી છે. તેમાં પણ પુરુષો માટે ખાસ શું પહેરવાથી ફેશન જળવાઈ રહે તે વિચારવા જેવુ છે તો ચાલો આજે કેટલાક એવ લૂક જે તમને સ્વેટર, જેકેટ વેગેરેમાં પણ આપશે બેસ્ટ લૂક…
તમે ટી-શર્ટ અને જીન્સની સાથે લોન્ગ જેકેટ પણ પહેરી શકો છો જે ખૂબ જ અલગ લૂક આપશે.
તમે જીન્સ પર ફુલ સ્લીવનું સ્વેટ ટી-શર્ટપણ પહેરી શકો છો.
આજની નવી ફેશન અનુસાર આજકાલ બજારમાં પુરુષો માટે પણ બ્લેંકેટ સ્ટાઈલના જેકેટ્સ આવ્યા છે જે પહેરીને તમે એક અલગ અને અનોખો લૂક આપી શકો છો.
ડેનિમ જેકેટ ઠંડી દૂર કરવાની સાથે ફેશાનમાં પણ પ્રથમ નંબર પર આવે છે. જેમાં કેપ વાળા અને કેપ વગરના તેમજ અલગ અલગ તેમાં પ્રિન્ટ કરેલ ડેનિમ જેકેટ્સ પણ હવે બજારમાં જોવા મળે છે
જો તમે કોઈ પ્રોફેશનલ લૂક આપવા માંગતા હોય તો ઓફિસ પર શર્ટ પર હાફ સ્લીવ સ્વેટર પહેરી શકો છો.