પિનાકી મેઘાણીના નિમંત્રણને માન આપીને ધંધૂકા સ્તિ ઐતિહાસિક રેસ્ટ હાઉસની મુલાકાતે પધારતા જૈનાચાર્ય

અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ – ૨૮ એપ્રિલ ૧૯૩૦ના રોજ – ધંધુકાની ભરી અદાલતમાં મેજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ સિંધુડોમાંથી  ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ’  (‘છેલ્લી ર્પ્રાના’) ગીત ધીરગંભીર અવાજે ગાયું ત્યારે ઉપસ્તિ વિશાળ માનવ મેદની તા મેજિસ્ટ્રેટ સમેત સહુની આંખો આંસુભીની ઈ. ઝવેરચંદ મેઘાણીને ૨ વર્ષની કેદની સજા ફરમાવાઈ અને સાબરમતી જેલમાં રખાયા. તે વખતની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડત પર આ ઐતિહાસિક પ્રસંગનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો.

એ સમયે ‘ડાક બંગલા’ તરીકે ઓળખાતા, જિલ્લા પંચાયતનાં હાલનાં ‘રેસ્ટ-હાઉસમાં ત્યારે વિશેષ અદાલત ઊભી કરાઈ હતી. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસનના સપક પિનાકી નાનકભાઈ મેઘાણીના ભાવભર્યાં નિમંત્રણને માન આપીને જૈનાચાર્ય પાર્શ્વના-પદમાવતી સમારાધક,  લબ્ધી-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન ર્તીથ

ઉધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વર મ.સા. આ ઐતિહાસિક રેસ્ટ-હાઉસની મુલાકાતે પધાર્યા હતા. પૂ. રત્નયશ મ.સા., પૂ. વજ્રયશ મ.સા., પૂ. વિશ્રુતયશ મ.સા., પૂ. દેવેયશ મ.સા., પૂ. વિતરાગયશ મ.સા., પૂ. યશેશયશ મ.સા., પૂ. કર્તવ્યયશ મ.સા. તા પૂ. સાધ્વીવર્યા ગીતપદ્માશ્રીજી મ.સા. આદિ ઠાણા ૨૫ સાધ્વીજી ભગવંતો પણ સો પધાર્યાં હતા. પિનાકી મેઘાણી  ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ સાધનાનાં સેક્રેટરી ભરતભાઈમિથી,

પાંજરાપોળના પ્રમુખ અને જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ ગાંધી, ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળનાં પ્રમુખ નારણભાઈ પટેલ, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળનાં ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, મુકુન્દભાઈ વઢવાણા, લલિતભાઈ વ્યાસ સહિત ભાવિકોએ જૈનાચાર્યનું સાદર સ્વાગત કર્યું હતું.

આજી ૮૮ વર્ષ પૂર્વે બનેલી આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક ઘટના વિશે પિનાકી મેઘાણીએ સહુને સવિસ્તાર રસપ્રદ માહિતી આપી હતી. જે  ઐતિહાસિક લીંબડા નીચે મેજીસ્ટ્રેટ ઇસાણીએ ચૂકાદો આપેલ ત્યાં પ્રસપિત ‘મેઘાણી ઓટલો’, પ્રાંગણમાં સપિત ઝવેરચંદ મેઘાણીનાં રેખાચિત્ર-હસ્તાક્ષરવાળી આકર્ષક ‘મેઘાણી તકતી’ તા પરિસરમાં લાગેલ દુર્લભ તસ્વીરોનું માહિતીસભર પ્રદર્શન જૈનાચાર્ય પ. પૂ. રાજયશસૂરીશ્વર મ.સા.એ રસપૂર્વક નિહાળ્યું હતું.

ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય ‘છેલ્લી ર્પ્રાના’નું પઠન કરીને જૈનાચાર્યએ યુવા પેઢીને રાષ્ટ્રભાવનાની પ્રેરણા પણ આપી હતી. જૈન-કુળમાં જન્મેલાં ઝવેરચંદ મેઘાણીએ ૧૨ વર્ષની ઉંમરે જૈન પાઠશાળામાં પ્રમ કાવ્યની રચના કરી હતી. નિધનના સાત દાયકા પછી આજે પણ ઝવેરચંદ મેઘાણીનું જીવન-કવન નવી પેઢી માટે પ્રેરણાદાયી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.