વિજેતા ખેલૈયાઓનું ઇનામ આપી સન્માન
ગુજરાતભરમાં નવરાત્રીની ખુબ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રંગીલા રાજકોટમાં સગરમ કલબ દ્વારા ૧૭ વર્ષ થી બહેનો માટે ગોપી રાસનું ભવ્ય આયોજન કરવામાં આવેછે. ત્યારે અંતિમ દિવસે કલબના સીનીયર સીટીઝનો, ઇવનીંગ પોસ્ટના સભ્યો, કપલ કલબના મેમ્બર, જેન્ટસ કલબના મેમ્બર્સ માટે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. વિજેતા ખેલૈયાઓ પર ઇનામોની વણઝાર કરવામાં આવી હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન ગુણુભાઇ ડેલાવાળા એ જણાવ્યું હતું કે સરગમ કલબ છેલ્લા ૧૭ વર્ષથી ફકત બહેનો માટે ગોપી રાસનું ભવ્ય આયોજન કરતાં હોય છે. જેમાં ૧પ૦૦ જેટલા બહેનો ભાગ લેતા હોય છે. નવરાત્રી મહોત્સવ પૂર્ણ થયો ત્યારે આજે દશેરાના દિવસે અમારા કલબના સીનીયર સીટીઝનો, ઇવનીંગ પોસ્ટના સભ્યો કપલ કલબના મેમ્બર જેન્ટસ કલબના મેમ્બર્સ તથા આમંત્રિત મહેમાનો માટે ડાંડીયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મારવાડી યુનિવસિટીનો અમને સહયોગ મળ્યો છે. ત્યારે કાલથી ચાર દિવસ દરમિયાન જાહેર જનતા માટે કાર્યક્રમ યોજાશે. જેને અમે પંચનામક મહોત્સવનું નામ આપ્યું છે. ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાશે.
તા. ૧૦ ના રોજ સરગમી મ્યુઝીકલ નાઇટ હશે. તા. ૧૧ ના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માયાભાઇ આહીર, ફરીયાદ મીર, સાંઇરામ દવે વગેરે ઉ૫સ્થિત ટકશે. તા.૧ર ના રોજ સંગીત સંઘ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૩ ના રોજ હસાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ દરરોજના કાર્યક્રમમાં જાહેર જનતાને આવવા હું ભાવભર્યુ આમંત્રણ આપું છું. આજના રાસોત્સવમાં વિજેતા મેમ્બરોને સવાસોથી દોઢસો જેટલા અલગ અલગ ગ્રુપમાં સીલેકટ થયેલા મેમ્બરોને ઇનામો આપીશું.