શહેર રાજકોટ પ્રમુખ કમલેશ મીરાણીની આગેવાનીમાં અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંડક, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા રાષ્ટ્રીય અનુ. જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમનો ચેરમેન નરેન્દ્રબાપુ સોલંકીની ઉ૫સ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી શ્રેણીબઘ્ધ કાર્યક્રમોની તૈયારીના ભાગરુપે એક બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નીતીન ભારદ્વાજ એ જણાવ્યું હતું કે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આગામી લોકસભાની ચુંટણીને અનુલક્ષી અનેકવિધ કાર્યક્રમોની રુપરેખા ઘડવામાં આવી હતી.
જેમાં ખાસ કરીને તા.ર૭મીએ ગુરુપૂર્ણિમા અનુ.જાતી દ્વારા કાપડની થેલીનું વિતરણ તા. ર૮મીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉ૫સ્થિતિમાં વૃક્ષારોપણ, પુજીત પાણી ટ્રસ્ટનો કાર્યક્રમ તા. ર૯મીએ દરેક શકિતકેન્દ્રોમાં મન કી બાત, યુવા ભાજપ દ્વારા પ્રદયુમન પાર્ક ખાતે કાપડ થેલી વિતરણ ભાજપણ મહીલા મોરચા દ્વારા વોર્ડ નં.૭ અને ૧૪માં વિનામૂલ્યે સર્વરોગ નિદાન તેમજ સારવાર કેમ્પ, આજીડેમ ખાતે બક્ષીપંચ મોરચા દ્વારા કાપડ થેલીનું વિતરણ સહીતના કાર્યક્રમો અંતર્ગત માહીતી અને માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ બેઠકનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારીએ કર્યુ હતું.
સાંધિક ગીત મનીષ ભટ્ટે કરાવ્યું હતું. આ બેઠકમાં શહેર ભાજપના હોદેદારો તમામ વોર્ડના પ્રભારી, પ્રમુખો, મહામંત્રીઓ, કોર્પોરેટરો, શિક્ષણ સમીતી સદસ્યો તેમજ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ ઉ૫સ્થિત રહયા હતા.
આ બેઠકનેં સંપૂર્ણ વ્યવસ્થા શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઇ પારેખ તેમજ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોશીએ સંભાળેલ હતી.