રાજકોટની એપલ બાઈટ હોટેલ ખાતે મોઢ મહોદયા સંસ્થા દ્વારા અખીલ ભારતીય મોઢ વણિક મહામંડળ એડહોક કમીટી મેમ્બરની પ્રથમ મીટીંગ યોજાઈ હતી જેમાં ભારત ભરમાંથી મોઢ મદોયા સંસ્થાના પ્રમુખ હાજર રહ્યા હતા. સંસ્થામાં હાલ જે સભ્યોની સંખ્યા છે. તેમાં વધારો કઈ રીતે થાય તેના માટે ચર્ચા વિચારણા કરવામા આવી હતી. ઉપરાંત મોઢ મહોદયા સંસ્થા દ્વારા માત્ર મોઢ વણિક જ નહિ પરંતુ તમામ જ્ઞાતીના લોકોને નાણાકીય કે મેડીકલ માટેની સહાય આપવામાં આવો.
મોઢમહોદય સંસ્થા ભાવનગરનાં પ્રમુખ હર્ષદભાઈ શાહે જણાવ્યું કે ૧૯૧૭થી ભાવનગરમાં મોઢ મહોદયા સંસ્થા કાર્યરત છે. હાલમાં સંસ્થાના આશરે ૧૧૦૦૦ સભ્યો છે.
ઉપરાંત આંતરરાષ્ટ્રીય ૫૦૦ જેટલા સામેલ છે. આ સંસ્થા સમાજમાંથી ચૂંટાયેલા ૨૧ સભ્યો દ્વારા ચાલે છે. અને દર પાંચ વર્ષ ચૂંટણી યોજાય છે. ખાસ તો જાન્યુઆરીમાં ૨૦૧૮ અમદાવાદ ખાતે યોજેલ અધિવેશનમાં ૨૦૦ મંડળોનાં ૭૫૦ ડેલીગેટો હાજર રહ્યા હતા. આ સંસ્થા દ્વારા સમાજના લોકોને મેડીકલેમ અને ૫૦૦૦૦ની સહાય પણ આપવામાં આવે છે. સાથોસાથ શૈક્ષણીક ફંડની પણ યોજના ચાલુ કરેલ છે.
ખાસ તો અમદાવાદ, પૂના, કલકતા, બેંગલોર, મોરબી, ભાવનગર, જામનગર સુરત, પાટણ, સુરેન્દ્રનગર, પોરબંદર, વાપી, હેદરાબાદએમ દરેક દેશના ખૂણે ખૂણેથી લોકો આ મીટીંગમાં હાજર રહેલ છે. ઉપરાંત જ્ઞાતી ઉપરાંત અન્ય જ્ઞાતીનાં લોકોને પણ પૂરતી તબીબી સારવાર માટે મદદ આપવામાં આવશે.