કમલમ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય, ગાંધીનગર ખાતે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના ચેરમેન નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રભારી આઈ.કે.જાડેજા, બક્ષીપંચમોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ અનાવડીયા તથા મહામંત્રીઓ તથા શહેર જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને મંડળ પ્રમુખની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં માર્ગદર્શન આપતા નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, જન સંઘ કે ભાજપના સ્થાપનાના પાયામાં છેવાડાના માનવીને કેન્દ્ર સરકાર અને રાજય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ મળે તે માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે ત્યારે આજના સમયમાં પણ પછાત વર્ગના સર્વાંગી વિકાસ માટે વિવિધલક્ષી યોજનાઓ થકી ઉત્કર્ષ કરવાની દિશામાં સરકાર અને તેના વિવિધ વિભાગો દ્વારા સંવેદના અને શિઘ્ર નિર્ણાયકતા થી પ્રયાસો થઈ રહ્યા છે.
આ બેઠકમાં ભીખુભાઈ દલસાણીયાએ આગામી લોકસભા-૨૦૧૯ની ચુંટણીને લક્ષમાં લઈ બક્ષીપંચનું સંગઠન વધુ વેગવંતુ બને અને રાજય સરકારની વિવિધ લોકકલ્યાણકારી અને લોકહિતકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે વિષદ માર્ગદર્શન પુરુ પાડયું હતું.