લીફટ ઈરીગેશન, પ્રામિક શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેકટ, કુપોષણ મુક્તિ તેમજ કેન્સર હોસ્પિટલમાં તજજ્ઞ સારવાર રિસર્ચના ક્ષેત્રોમાં રાજય સરકાર સો સહયોગની ચર્ચા થઈ
શિયા ઈસ્માઈલી મુસ્લિમ સમાજના આધ્યાત્મિક વડા પદ્મવિભુષણ હિઝ હાઈનેસ આગાખાન ગુજરાતની મુલાકાતે છે. ગઈકાલે અમદાવાદ એરપોર્ટે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ આજી બે દિવસ ગુજરાતના તેમજ કુલ ૧૦ દિવસ ભારતના મહેમાન રહેશે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામના કોવિંદ તા વડાપ્રધાન મોદી સો મુલાકાત કર્યા બાદ ગઈકાલે તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પણ મુલાકાત લીધી હતી.
૧૧૩ વર્ષ પહેલા આગાખાન એજયુકેશન સર્વિસ દ્વારા મુદ્રામાં આગાખાન શાળા સપવામાં આવી હતી જે શાળા આજે પણ લોકોના શિક્ષણમાં અગત્યનો ભાગ ભજવી રહી છે. મુખ્યમંત્રી રૂપાણીએ આવી જ પ્રકારના જ્ઞાનકુંજ પ્રોજેકટ અંગે તેમને વિગતો આપી હતી. આગાખાને પણ રાજયના વિકાસમાં ફાળો આપવાની શુભેચ્છા આપી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રિન્સ આગાખાન વચ્ચેની બેઠકમાં આગાખાન ડેવલોપમેન્ટ નેટવર્ક અને ફાઉન્ડેશન ગુજરાતમાં લીફટ ઈરીગેશન, પ્રામિક શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેકટ, કુપોષણ મુક્તિ તેમજ કેન્સર હોસ્પિટલમાં તજજ્ઞ સારવાર રિસર્ચના ક્ષેત્રોમાં રાજય સરકાર સો સહયોગ અંગે ચર્ચા ઈ હતી.
વિશ્ર્વભરના ઈસ્માઈલ જમાતના સર્વોચ્ચ ધર્મગુ‚ નામદાર આગાખાનના ગુજરાત પ્રવાસી ઉત્સાહનો માહોલ છે. જમાતના સભ્યોને દિદાર આપવા ઉપરાંત સરકારી કામો સહિતના ભવ્ય આયોજનો કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ નામદાર આગાખાન ૨૦૧૫ના એપ્રિલ માસમાં ૫ દિવસ માટે ભારત આવ્યા હતા. ત્યારે ૮મી એપ્રિલના રોજ દિલ્હીમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે પદ્મવિભુષણ એવોર્ડ એનાયત કરાયો હતો. અગાઉ ૨૦૧૩માં ૧૧ દિવસની મુલાકાતે તેઓ આવ્યા હતા.