વિશ્વમાં ચાલી રહેલી મહામારીની બીજી લહેર આજે સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે ભારત પણ આ બીજી લહેર માં હિંમતભેર સામનો કરી રહ્યો છે છેલ્લા બે વર્ષથી કોરોના ની સામે લડાઈ કરતા તેમજ ફરજ બજાવતાં અધિકારીઓ પદાધિકારીઓ વિવિધ ક્ષેત્ર ના કર્મચારીઓ ને કોરોના ના ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે બિરદાવવામાં આવ્યા છે. ત્યારે ફ્રન્ટલાઈન વોરિયર્સ ની ગણતરી માં આવતા ન હોવા છતાં તેની સમકક્ષ ખડે પગે રાતદિવસ કાર્યરત કાર્યકર્તા અને દર્દીઓને જરૂરિયાત ની તમામ દવાઓ પૂરી પાડતા મેડીકલ સ્ટોરના સંચાલકો અને સ્ટોરના કર્મચારીઓની કામગીરી ખુબ જ સરાહનીય છે રાજકોટ શહેરના વિવિધ મેડીકલ સ્ટોર ના સંચાલકો અને વેપારીઓની અબતક દ્વારા ખાસ મુલાકાત લેવામાં આવી હતી તેમાં તેઓએ જણાવ્યું કે થોડાક સમય પહેલા દવાઓ માટેની લાંબી કતારો જોવા મળતી તે સમયે દર્દીઓને જે દવાની જરૂર હોય તે પૂરી પાડવા તેઓ ખડે પગે સેવા પૂરી પાડતા હતા ઘણી વખત દવા ની અછત પણ સર્જાતી હતી લાઇફ સેવિંગ ડ્રગ જેવા કે કોરોના માં જરૂરી દવાઓની અછત સર્જાતી તેની પણ વ્યવસ્થા કરી અને દર્દીને તેમના સ્વજનોને પહોંચાડવામાં આવતી છેલ્લા એક અઠવાડિયાથી મેડીકલ સ્ટોરના સંચાલકને કર્મચારીઓનું કહેવાનું છે કે હવે 50 ટકા જેટલી રાહત જોવા મળી રહી છે તેમ જ કતારો પણ જોવા મળતી નથી.
અમે 24 કલાક લોકોને દવાની જરૂરિયાત પૂરી પાડી છે તેમજ લોકોને પણ અમારી નમ્ર અપીલ છે કે ગર્ભરાટ માં ખોટું પગલું લેવું નહીં જો ખરા અર્થમાં દવાની જરૂર હોય એ દવા મળી રહેતી હોય તો એનો સંગ્રહ કરવો નહીં કારણકે આજે સંગ્રહ કરવાથી પણ ક્યાંક દવા ની અછત સર્જાતી હોય છે કંપનીઓ દ્વારા ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે ત્યારે આપણે સમજવું જોઈએ કે અત્યારે જરૂરી હોય તો જ એ દવાને ખરીદી કરવી ખોટો સંગ્રહ કરવો નહીં તેમજ આ ખરાબ સમયમાં દર્દીના સ્વજનોએ પણ અમારો ખૂબ સાથ આપ્યો છે હજુ પણ થોડીક એવી દવાઓ છે જે ની અછત જોવા મળતી હોય છે પરંતુ ધીમે-ધીમે તે પણ અછત જોવા મળશે નહીં તેવી આશા કરી શકાય છે મેડીકલ સ્ટોરના હોલસેલ વેપારીઓ એ પણ સ્ટોર ખાતે કર્મચારીઓ તેમજ ડીલેવરી કરતા કર્મચારીઓની પણ તકેદારીની લીધી છે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે કર્મચારીઓને પણ નાદુરસ્ત તબિયત જોવા મળતી તેઓને આરામ આપવાની અને જે સેવન સેવાની જેમ ચાલી રહી છે તૂટે નહીં તેની પણ તકેદારીઓ રાખવામાં આવતી બજારમાં હાલ રેમડિસીવીર અને ફેબીફ્લુ ડ્રગની અછત જોવા મળી રહી છે તેમજ હવે ફેબીફ્લુ સમક્ષ કાર્ય કરતી બીજી કંપની ની દવા આપી શકાય છે ફેબીફ્લુ કંપનીએ તેના પેટન્ટ હવે હટાવી લીધા છે અમારો એક જ લક્ષ્ય છે કોઈપણ દર્દી દવા વગર નો રહેવો જોઈએ નહીં દિવસ -રાત લોકોની સેવા માટે તત્પર રહેવા કટિબદ્ધ રેહસું.
અમારૂ એક જ લક્ષ્ય કોઈપણ દર્દી દવા વગર નો રહેવો જોઈએ નહીં:
ભાવેશભાઇ ભુવા (ક્રિષ્ના મેડિકલ એજન્સી)
આ કપરા સમયની અંદર મેડિકલ સ્ટોર ના કર્મચારીઓ સંચાલકોએ રોજે 12 થી 18 કલાક સતત દર્દીઓની જરૂરિયાતની દવાઓ પૂરી પાડવા માટે કામ કર્યું છે સ્ટોરના સંચાલક દ્વારા કર્મચારીઓની સ્થિતિને ધ્યાન માં રાખી કામ નો ઘસારો વધે નહીં તે પણ ધ્યાન રાખવાનું રહેતું હોય છે આ મહામારીમાં અમે તનતોડ કામ કર્યું છે ઘણી વખત એવું પણ બનતું કે દર્દીઓને અમુક દવા સમયસર ન મળી શકતી કેમ કે દવાની અછત હોવાથી જે દવા ની અછત હોય તે અમે બહારથી મંગાવી ને પણ દર્દીઓને તેમના પરિવારજનોને પહોંચાડતા હતા અમારું
લક્ષ્ય છે કોઈપણ દર્દી દવા વગર નો રહેવો જોઈએ નહીં હાલ તો આમ જોવા જઈએ તો ફેબીફ્લુ અને ખૂબ રેમડેસીવીર ઇન્જેક્શન ની અછત જોવા મળે છે સરકારે આ દવાઓ પર ધ્યાન દોરવું જરૂરી છે લોકોને આનો પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે તેવા પગલા લેવા જરૂરી ક્રિષ્ના મેડિકલ અંદર મારો 10 જણાનો સ્ટાફ છે ડીલેવરી માટેના પણ અલગ છોકરા રાખ્યા છે રાજકોટ અંદર મારા છ થી સાત વિવિધ જગ્યાઓ પર મેડિકલ સ્ટોર આવેલા છે જેમાં મારા બે મેડિકલ 24 કલાક ખુલ્લા રહે છે શિવમ મેડિકલ ઇન્દિરા સર્કલ ખાતે 24સ7 કલાક ખુલ્લું રાખવામાં આવે છે લોકોની દવાની જરૂરિયાત પૂરી પાડવા અમે અમદાવાદ અને વડોદરા ડેપો ખાતેથી અમે દવાઓ ની આયાત કરીયે છીએ થોડાક સમય પહેલા દવાઓ માં ખૂબ અછત જોવા મળતી પરંતુ હાલ 50 ટકા રાહત જોવા મળી છે અમે હંમેશા અમારા ગ્રાહકોને દવા પૂરી પાડવા કટિબંધ રેહસું અને દર્દીઓ અને તેમના પરિવારજનો દવાને લઈને હેરાન ન થાય તેની તકેદારીયો રાખીશું.
લોકોએ પરિસ્થિતિને સમજવી ગભરાહટ માં દવાની સંગ્રહખોરી કરવી નહીં :
હિતેશ ગોહેલ ગોપાલની મેડિકલ
સમગ્ર દેશ જ્યારે આ મહામારી થી ઝઝૂમી રહ્યું હોય ત્યારે પ્રજા અને મેડિકલ સ્ટોરના કર્મચારી તેમજ સંચાલકો પણ આ મહામારી સામે હિંમતભેર લડી રહ્યા છે થોડાક દિવસો પહેલા જે કપરો સમય જોવા મળી રહ્યો હતો દવાઓની અછત ક્યાંક જોવા મળી રહી હતી લાંબી કતારો જોવા મળતી ત્યારે ખાસ જે આપણી જીવન જરૂરી દવાઓ છે એની અછત સર્જાઇ હતી ત્યારે સ્વાભાવિક છે કે અને પ્રાપ્ત કરવી એ જ મહત્વની બાબત રહે છે આવી લાઇફ સેવિંગ ની ડ્રગ ની વાત કરી તો ફેબીફ્લુ 400 ટેબલેટની વચમાં ખૂબ જરૂરિયાત રહેતી કોરોના ના દર્દીઓ ક્ષશ સારવાર માટે હાલ ના સમયે બજારમાં 50 ટકા જેટલી હવે રાહત જોવા મળી રહી છે આ લોકોએ ખોટી રીતે દવા નો સંગ્રહ કરવો નહીં ક્યાંક દવાના સંગ્રહ ને કારણે પણ અછત સર્જાતી હોય છે આપ બજારમાં જોતા હશો વધુ પડતી દવા નો સંગ્રહ લોકો કરી રહ્યા છે તેને કરવું હિતાવહ નથી દવાની કંપનીઓ પણ પાદર માં હાલ કેટલી ઉત્પાદિત શક્તિથી કાર્ય કરી રહી છે પરંતુ આ કપરા સમયમાં જરૂરિયાત તો બહુ મોટી હોવાથી લોકોને અમારી નમ્ર વિનંતી છે કે મહેરબાની કરી દવા નો સંગ્રહ કરશો નહીં છેલ્લા એક સપ્તાહથી એવું લાગી રહ્યું છે કે હવે દવાઓની જે માંગ રહેતી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ સારી બાબત છે કે લોકોને હવે દવા મળી રહે છે જે જરૂરિયાત મુજબની તેમને જોઈતી હોય એવી એન્ટિબાયોટિક ટેબલેટ ની વાત કરી તેમજ કોરોના ને લગતી જે ડ્રગની દવાઓ બજારમાં મહદંશે અછત પણ જેની વર્તાતી હવે તે સરળતાથી મળી રહે છે હાલમાં જ એક બીમારી કહી શકાય આ બીમારી ની અંદર જે લાઇફ સેવિંગ મિીલ ટેમ્પો રીંગ બી આપવામાં આવે છે તેની અછત જોવા મળે છે લોકોએ સાચી માહિતી મેળવવી જરૂરી છે દવાની અચ્છા કારણે સર્જાઈ છે કઈ દવા ની જરૂરિયાત ખરા અર્થમાં તેમના દર્દીને છે આ બધી જ માહિતી મેળવી રાખવી ગોપાલની મેડિકલના સહકર્મચારી તેમજ સંચાલકે દર્દીના જે પરિવારજનો અથવા તેમના સ્વજનો જે દવા લેવા આવે છે તેમની દિવસ અને રાત ખડે પગે ઊભા રહી દવાની જરૂરિયાત ને પૂરી કરી છે અમે કોરોના વોરિયર્સની સમક્ષ જ કામ આપી અને સંતુષ્ટ અનુભવી રહ્યા છે કે અમે પણ આજે ફરી નથી થતાં પણ ફ્રન્ટલાઈન વોરિયર વોરિયર્સ ભૂમિકા જેવું કામ કરી રહ્યા છે તેનો અમને ખૂબ ગર્વ થઈ રહ્યો છેલોકોની સેવા ની જવાબદારી અમે સર પર લીધેલી છે દર્દી દવા વગરના લડશે નહીં એની અમે તકેદારી રાખી શું 12 નહિ પરંતુ 24 કલાક કામ કરવું પડે તો પણ કોઈ વાતે પીછેહઠ કરીશું નહીં દર્દીની સેવામાં હંમેશા તત્પર રહેશો
ગમે તે સંજોગોમાં દર્દીને દવા પાડશું પુરી :
અમિનેષભાઈ દેસાઈ (કેમિસ્ટ એસોસિયન સેક્રેટરી રાજકોટ)
કોવિડ ની પહેલી લહેર થી જ મેડિકલ સ્ટોર સંચાલકો અને કર્મચારીઓ 14 થી 18 કલાક પોતાની ફરજ બજાવી છે મેડિકલ ખાતે ખડે પગે લોકોને દવાઓ ની જરૂરિયાતો પૂરી પાડી છે ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકેની જ ભૂમિકા ભજવી છે તેમજ દવા ની અછત ઊભી ન થાય તેની પણ તકેદારીઓ રાખી છે ત્યારે લાંબી કતારો જોવા મળતી ત્યારે ખૂબ જ સરળતાથી અને લોકોને એની જરૂરિયાત મુજબ ની દવા મળી રહે તેવી કામગીરી કરી છે દવાની અછત પણ એવી રીતે સમજાઈ જ જાણે કેમ આભ ફાટ્યું હોય પરંતુ દરેક સંજોગો ને હિંમતભેર સામનો કરી મેડીકલ સ્ટોરના સંચાલકને એ દવાની જરૂરિયાત પૂરી પાડી છે દર્દીઓને અને તેમના સ્વજનોને ઘણી વખત દવા ખાવામાં બે-ત્રણ દિવસ થઇ જતાં હોવા છતાં પણ લોકોને નિરાશ કરવા આવ્યા નથી ઘણી એવી દવાઓ છે જે વિદેશથી આયાત કરવી પડતી હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટેશનની બધી જ તકેદારી લેવી પડતી હોય છે અમુક દવાઓને બાદ કરતાં તમામ દવાઓની મેડિકલ ક્ષેત્રે ભાજપ જ રાખવામાં આવતી હોય છે તેમજ જવા જ છે તેની પણ તાત્કાલિક ધોરણે મંગાવી અને લોકો સુધી પહોંચાડી દેવામાં આવતી હોય છે ઘણી વખત દુ:ખ પણ થાય છે કે ફ્રેન્ડ ફોરેવર તરીકે અમારી ગણતરી કરવામાં આવતી નથી પરંતુ ક્યાંક ગર્વ છે કે અમે વોરિયર તરીકેની ભૂમિકા ભજવી છે લોકોને અમે હંમેશા એ જ વચન આપીશું તમને દવા ની અછત સર્જાશે તો પણ દવા વગરના રહેવા દે શું નહીં ગમે તેવી મુશ્કેલી અને ગમે તેવા સંજોગોમાં પણ દર્દીઓને દવાની જરૂરિયાત પૂરી પાડવા મેડિકલ એસોસિએશન ,મેડિકલ સંચાલકો અને કર્મચારીઓ હંમેશા કટિબંધ રહેશે
દવાની લાંબી કતારો નો આવ્યો અંત દર્દીને મળી રહે છે જરૂરીયાત મુજબની દવાઓ:
સંજય સુરેજા (કોટેજા એન્ટરપ્રાઇઝ)
જે રીતે ની પરિસ્થિતિ ઘણા સમય થયા મેડિકલ ક્ષેત્ર ને જનજોડી રહી છે તેમાં દર્દીઓની જરૂરિયાતની દવાઓ માટે મેડીકલ સ્ટોરના સંચાલકને અને તેમના કર્મચારીઓએ અવિરત સેવા આપી અને પોતાની જવાબદારીઓને નિષ્ઠાપૂર્વક પૂરી પાડી છે ખરા અર્થમાં અત્યારે કોરોના વોરિયર્સ ની સમકક્ષ જ જવાબદારી પૂરી જવાબદારી નિભાવી રહ્યા છે ઘણી દવાઓ એવી છે કે જે ની અછત જોવા મળી તેમજ હાલ અત્યારે અછત જોઇ પણ શકાય છે છેલ્લા ઘણા સમયથી અમારી પરિવાર તરફની ફરજ પણ રહી છે તેમજ દર્દીની જરૂરિયાત છે તેને પણ અમે પૂરી કરવા તો પછી અમે બંને બાજુ ધ્યાન આપી રહ્યા છે આજે કોઈપણ દર્દી દવા વગર નો રહેવો જોઈએ નહીં તેની પણ અમે તકેદારીઓ રાખી રહ્યા છીએ લગભગ આ અઠવાડિયા થી 50 ટકા રાહત બજારમાં જોવા મળી રહી છે લાંબી કતારો બજારમાં જોવા મળતી તેનો ક્યાંક અંત આવ્યો છે સારા સમાચાર એ છે કે હવે દર્દીઓ માટે બેડની પણ વ્યવસ્થા થઈ રહી છે તેમ જ દવાઓની પણ કતારો જોવા મળતી નથી મેડીકલ સ્ટોરના સંચાલકને ઓ તે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે ત્યારે મને કહેતા ગર્વ થાય છે કે રાજકોટના મેડિકલની એજન્સી હોલસેલર કે રિટેલ વાળી દુકાનોમાં ક્યારે કાળા બજારી ના કિસ્સા સામે આવ્યા નથી માત્ર લોકોને જરૂરી એવી લાઇફ સેવિંગ ડ્રગ તાત્કાલિક ધોરણે મંગાવી અને આપી દેવાની જ કામગીરી કરવામાં આવી રહી છે લોકો હવે સજાગ થઇ રહ્યા છે ક્યાં હજુ કોરોના ની જરૂરિયાત વાળી દવાઓ જેવીકે રેમડેશીવીર,ફેબીફ્લુ ની અછત હજી જોઈ શકાય છે પરંતુ મારી સરકારને એવી નમ્ર અપીલ છે કે આના ઉત્પાદનમાં વધારો કરવો અને લોકોને સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ઓ ની ગોઠવણી કરવી જરૂરી છે અમારા કર્મચારી મેડિકલના દિવસ અને રાત ખડે પગે રહી પોતાની કામગીરી બજાવી રહ્યા છે તેનો અમને ખૂબ ગર્વ થાય છે