સમગ્ર દેશમાં લોકોના સ્વાસ્થ્ય માટે સમર્પણ દિવસ ઉજવાશે: યુવા વર્ગમાં વધતા હાટ એટેકના પ્રમાણ બાબતે સમગ્ર વર્ષ જાગૃતિ લવાશે: સાંઇનીંગ હેલ્થ બાબતે યોજાશે વિવિધ કાર્યક્રમો

આજે વિશ્ર્વ આરોગ્ય દિવસ છે ત્યારે સમગ્ર દેશના તબીબો લોકોને સ્વાસ્થ્ય માટે જનજાગૃતિ કાર્યક્રમો યોજીને ‘સાંઇનીંગ હેલ્થ’ અને સૌના માટે આરોગ્યના પ્રસાર માટે આજે સાંજે 7 વાગે દિપ જયોતિ પ્રગટાવીને લોક શિક્ષણનો મહત્વનો કાર્યક્રમ યોજાશે. ઇન્ડિયન મેડીકલ એસોસીએશન રાજકોટ બ્રાંચ દ્વારા પણ બધા જ દવાખાનામાં સાંજે આ કાર્યક્રમ યોજાશે.

vlcsnap 2023 04 07 13h22m13s371

‘અબતક’ સાથેની વાતચીતમાં ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના પ્રેસીડેન્ટ ડો. પારસ શાહે જણાવ્યું છે કે આ વર્ષનું સ્લોગન ‘હેલ્થ ફોર ઓલ’ છે જેના ભાગરુપે સમગ્ર દેશના મેડીકલ જગત સાથે રાજકોટના તબીબો પણ દેશ લોકોની સ્વાસ્થ્ય સુખાકારી માટે સમર્પણ દિવસ દિવસની ઉજવણી કરશે.

પવર્તમાન સમયમાં કોરોના સ્ટેબલ છે પણ ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના તબીબો સંપૂર્ણ સજજ છે.

બીજી અગત્યની વાતમાં યુવા વર્ગમાં વધતું હાર્ટ એટેકનું પ્રમાણ બાબતે લોકોમાં જાગૃતિ લાવવા આઇ.એમ.એ. રાજકોટ બ્રાંચ દ્વારા સી.પી.આર. ની તાલીમ – માર્ગદર્શન જેવા વિવિધ લોકજાગૃતિ શિક્ષણના કાર્યક્રમો પણ સમગ્ર વર્ષ દરમ્યાન યોજાશે તેમ પ્રેસીડેન્ટ ડો. પારસ શાહે જણાવ્યું હતું.

વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની 75માં વર્ષની ઉજવણી અને વિશ્ર્વ આરોગ્ય દિવસના ભાગરુપે જન જાગૃતિથી ઘણા રોગો બાબતે લોકોને બચાવી શકાય છે.

સાવચેતી એ જ સલામતી જેવી નાની વાત અપનાવાથી લોકો સારૂ જીવન જીવી શકે છે ત્યારે દરેક આરોગ્ય સમસ્યાને લોકોએ સાચી અને વૈજ્ઞાનિક રીતે સમજવાની જરુરી છે.  સાંઇનીંગ હેલ્થ માટે દિવડાનો પ્રકાશ દેશના લોકોના સ્વાસ્થ્ય સુખાકારી માટે નવજીવન લાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.