મીરાબાઈ એન ગુરૂરાજાએ ફિઝીયો વગર જ મેડલ જીત્યા
‘જહા ચાહ હૈ, વહાં રાહ હૈ’ સાબિત કરી બતાવતી મણિપુરની ૨૩ વર્ષની મીરાબાઈ ચાનુએ સ્નેચમાં ૮૬ અને કલીન એન્ડ જર્કમાં ૧૧૦ કિલો વજન ઉઠાવીને રેકોર્ડબ્રેક ગોલ્ડ મેડલ ભારતના નામે કર્યો છે. તેણે કુલ ૧૯૬ કિલો વજન ઉઠાવ્યું છે. ચાનું આ પૂર્વ પણ ભારતને ગોલ્ડ અપાવી ચુકી છે. ગોલ્ડ કોસ્ટમાં તેણે ભારતને પહેલું ગોલ્ડ અપાવી ખાતુ ખોલાવ્યું છે. જે રિયોની સિલ્વર મેડાલિસ્ટ શ્રીવાદુની ઓગસ્તિયાનીએ ઉઠાવેલા વજનથી ૪ કિલો વધુ હતું.
ચાનુ ઓલિમ્પિકમાં કલીન એન્ડ જર્કમાં એક પણ સફળ લિફટ મેળવી શકી ન હતી. ચાનુએ સિલ્વર જીતનાર મોરિસનની રોઈલ્યા કરતા ૨૬ કિલો વધુ વજન ઉઠાવ્યો છે. તેણે સ્નેચ, કલીન એન્ડ જર્ક અને ઓવરઓલ ત્રણેય કેટેગરીમાં પોતાનો પર્સનલ રેકોર્ડ તોડયો હતો. તેણે આ રેકોર્ડ કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં બનાવ્યો હતો. ત્રણેય કેટેગરીમાં નેશનલ રેકોર્ડ પણ ચાનુના નામે જ હતો અને તેણે તેમાં પણ સુધારો કર્યો છે.
તેણે મહિલાઓની ૫૩ કિલોની વેઈટલિફટીંગ કરી સ્નેચમાં ત્રીજા પ્રયાસમાં સતત ૮૧, ૮૨ અને ૮૪ કિલોગ્રામ વજન ઉઠાવીને કુલ ૧૯૨ કિલોગ્રામ ઉઠાવીને સુવર્ણ ચંદ્ર ભારતના નામે કર્યો છે. જીત હાંસિલ કર્યા બાદ મણિપુરી ખેલાડી જણાવે છે કે કોમનવેલ્થમાં તેની દેખરેખ માટે મહત્વના દિવસે તેની પાસે ફિઝીયો હતા નહીં તો બીજી તરફ તેના ‘ઘા’ અને તકલીફો સામે તે એકલી હિરો બની હતી. તેના ફિઝીયોને ગોલ્ડ કોસ્ટમાં લાવવા દેવામાં આવ્યા ન હતા.
સ્પર્ધામાં આવતા તેણે યોગ્ય સારવાર પણ નહોતી મળી. તેણે અધિકારીઓને જણાવ્યું પરંતુ કોઈ ફેરફારો કરાયા ન હતા. તેની હિંમત અને અખુટ વિશ્ર્વાસને કારણે ગોલ્ડ કોસ્ટમાં તેણે વિનિંગ પર્ફોમન્સ આપ્યું હતું. ચાનુ કહે છે કે મારી પાસે ફિઝીયો ન હતા પણ અમે એડજસ્ટ કર્યું અને ત્યારે તેના અંતિમ વાકય સાથે ચહેરા પર સ્મિત હતું. આ પૂર્ણ કોમનવેલ્થમાં પહેલા જ દિવસે ડ્રાઈવર પુત્ર ગુરુરાજાએ મેન્સ વેઈટલિફિટીંગમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યું છે. ભલે આ બન્નેના મેડલનો રંગ અલગ-અલગ હોય પણ તેમનું સ્ટ્રગલ એક સરખું જ છે.
વેઈટલિફટર પી.ગુરુરાજાએ પુરુષોની ૫૬ કિલોગ્રામ વર્ગની કેટેગરીમાં કુલ ૨૪૯ લિફટ કરી જીત મેળવ્યા બાદ જણાવ્યું હતું કે તેની પાસે પણ ગોલ્ડ કોસ્ટમાં ફિઝીયો ન હતો અને મને સારવાર મળી ન હતી. મને ઘણી ઈજાઓ થઈ હતી કારણકે સ્પોર્ટસ મિનિસ્ટ્રીએ નિર્દેશ આપ્યા હતા કે કુલ એથલીટો માટે માત્ર ૩૩ ટકા જ અધિકારીઓ રહેશે.
સંજીતાએ સતત બીજા કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા તેઓએ ૨૦૧૪ ગ્લાસ્ગો કોમનવેલ્થમાં ૪૮ કિગ્રા કેટેગરીમાં આ મેડલ પોતાના નામે કર્યું હતું. બીજી તરફ પાપુઆ ન્યુ ગિનીના લોઆ ટૌઆએ સિલ્વર અને કેનેડાની રાયેલ બેજાનેટે બ્રોન્ચ જીત્યો. ભારતની મીરાબાઈ ચાનુએ ગુરુવારે દેશને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. પુઆ ન્યુ ગિનીના લોઆ ડિકા ટૌઆએ કુલ ૧૮૨ કિગ્રા વજન ઉઠાવ્યું. તેઓએ સ્નેચમાં ૮૦ કિગ્રા અને કલીન અને જર્કમાં ૧૦૨ વજન ઉઠાવ્યું. બીજી તરફ કેનેડાની રાચેલ બેજિનેટે કુલ ૧૮૧ કિગ્રા પર પોતાની ગેમ ફિનિશ કરી. તેઓએ સ્નેચમાં ૮૧ કિગ્રા અને કલીન અને જર્કમાં ૧૦૦ કિગ્રા વજન ઉઠાવ્યું.
૨૪ વર્મીય સંજીતા ચાનુએ રમત દરમિયાન પોતાના ત્રીજા પ્રયાસમાં સતત ૮૧,૮૨ અને ૮૪ કિગ્રા વજન ઉઠાવતા નવો કોમનવેલ્થ રેકોર્ડ નોંધાવ્યો. ત્યારબાદ કલીન એન્ડ જર્કમાં ૧૦૪, ૧૦૪ અને ૧૧૨ કિગ્રા વજન ઉઠાવ્યું. આ રીતે કુલ ૧૯૨ કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો. તેઓએ રમતમાં શ‚આતથી જ દબદબો રાખ્યો હતો. બીજા નંબરે રહેલી પાપુઆ ન્યુ ગિનીની લોઆ ડિકા તેમનાથી ૧૦ કિગ્રા પાછળ રહી તે કુલ ૧૮૨ કિગ્રા વજન ઉઠાવી હતી.